
21 March 23 :કાર્તિકી ગોન્સાલ્વિસ દ્વારા નિર્દેશિત દસ્તાવેજી (ડૉક્યુમેન્ટ્રી) ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ એ ઓસ્કાર જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. ત્યારે ભારતની વર્ષો જૂની પરંપરા દર્શાવનારી ડૉક્યુમેન્ટ્રી ફિલ્મના તમિલનાડુંના સીએમએ વખાણ કર્યા હતા. તાજેતરમાં, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ચેન્નાઈમાં ઓસ્કાર વિજેતા ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ના ડિરેક્ટર કાર્તિકી ગોન્સાલ્વિસનું સન્માન કર્યું હતું. ચાહકો કાર્તિકની પ્રશંસા કરી રહ્યા છે અને તેને આ સન્માન માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ ફિલ્મે પ્રાણી ઓ પ્રત્યે મનુષ્યની લાગણીઓને કેન્દ્રમાં લાવીને ફરીથી જાગૃત કરી છે.
આ માત્ર નિર્માતાઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. ‘હૉલઆઉટ’, ‘હાઉ ડુ યુ મેઝર અ યર?’, ‘ધ માર્થા મિશેલ ઇફેક્ટ’ અને ‘સ્ટ્રેન્જર એટ ધ ગેટ’ જેવી ટૂંકી ડોક્યુ મેન્ટરી આ કેટેગરીમાં સામેલ હતી પરંતુ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ એ તમામને માત આપી હતી. હવે તાજેતરમાં, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ચેન્નાઈમાં ઓસ્કાર વિજેતા ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ના ડિરેક્ટર કાર્તિકી ગોન્સાલ્વિસનું સન્માન કર્યું હતું.
આ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે કાર્તિકી ગોન્સાલ્વિસનું વિશ્વભરમાં સન્માન કરવામાં આવી રહ્યું છે. ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ એ ‘રઘુ’ નામની કહેવત સાથે માનવીય સંવેદનાઓની વાર્તા છે, જે હાથીના ટોળાથી અલગ થઈ ગયો હતો. આને ધ્યાનમાં રાખીને, તમિલનાડુના મુખ્યમંત્રીએ પણ સમગ્ર રાજ્યની સામે કાર્તિકી ગોન્સાલ્વિસનું સન્માન કર્યું છે અને તેમને પ્રોત્સાહિત કર્યા છે.
આ ડોક્યુમેન્ટ્રીની વાર્તામાં ટાઈગર રિઝર્વના એલિફન્ટ કેમ્પનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. બોમેન અને બેઈલી હાથી સાથે વાત કરે છે. આ ફિલ્મ જોઈને પશ્ચિમના લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે મનુષ્ય પ્રાણી સાથે કેવી રીતે વાત કરી શકે છે. આ ડોક્યુમેન્ટરી ભારતની વર્ષો જૂની પરંપરા દર્શાવે છે, જેમાં માણસ અને પ્રાણી વચ્ચેનો ગાઢ સંબંધ બતાવવામાં આવ્યો છે. સ્ક્રીન પર માણસ અને પ્રાણી વચ્ચેના ભાવનાત્મક સંબંધને જોઈને લોકો આંસુએ છે.