
22 Oct 22 : વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં ૧૦ વર્ષ પૂર્વે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ખેતરમાં ભેંસ બહાર કાઢવાનું કહેતા એક આરોપીને ઉશ્કેરાઈ જઈને લાકડીથી કપાળમાં મારી ઈજા કરી તેમજ મિત્રને ધમકી આપી હતી જે મારામારીનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હિરેનભાઈ ચંદુભાઈ વશીયાણી તા ૨૩-૦૩-૨૦૧૨ ના રોજ તેના મિત્ર ગૌતમભાઈ તળાવની પાળે હતા ત્યારે ગામના ભરવાડે ઢોર રેઢા મુક્યા હતા જેથી હિરેનભાઈ અને ગૌતમભાઈ ખેતરમાં ગયા જ્યાં ભરત રતાભાઈ ગમારા રહે લુણસર વાળાની ભેંસો ફરિયાદીના ખેતરમાં હોય જે બહાર કાઢવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી લાકડીથી કપાળમાં ઘા મારી ઈજા કરી હતી અને બે ફડાકા ઝીંકી દઈને ઢીકા પાટું માર માર્યો હતો તેમજ ગૌતમભાઈ વચ્ચે છોડાવવા જતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી અને મારામારી કેસ વાંકાનેર એડીશનલ સિવિલ જજ એન્ડ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ એન પટેલની દલીલો, રજુ કરેલા પુરાવા તેમજ સાક્ષીના નિવેદનોને પગલે એડીશનલ સીનીયર સિવિલ જજ એસ કે પટેલ દ્વારા આરોપી ભરતભાઈ રતાભાઈ ગમારા રહે લુણસર વાળાને બે વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા ૧૫,૦૦૦ દંડ ફટકાર્યો છે તેમજ દંડની રકમ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવા આદેશ કર્યો છે તેમજ આરોપીએ ભોગવેલ સજા મજરે આપવાનો હુકમ કરવામાં આવ્યો છે
મોરબીની અણીયારી ચોકડી નજીક અકસ્માત સર્જનાર એસટી બસચાલક વિરુદ્ધ ફરિયાદ
22 Oct 22 : મોરબીની અણીયારી ચોકડી પાસે એસટી બસ પાણીના ટેન્કર પાછળ ભૂસી જતા અકસ્મા સર્જાયો હતો જે અકસ્માતમાં એસટી બસના ચાલક અને મુસાફરોને ઈજા પહોંચી હતી ત્યારે અકસ્માતના બનાવ મામલે એસટી બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કચ્છના નખત્રાણા તાલુકાના રહેવાસી શિવમ રાજગોર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે એસટી બસ જીજે ૧૮ ઝેડ ૭૫૧૫ ના ચાલકે બસ ગફલતભરી રીતે ચલાવી માળિયા હળવદ હાઈવે પર અણીયારી ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ડિવાઈડરના વૃક્ષોના પાણી પાતા ટેન્કર જીજે ૧૩ એક્સ ૦૯૩૬ ને પાછળના ભાગે એસટી બસ ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર પાછળની સીટમાં બેસેલ ફરિયાદી શિવમ રાજગોરને બંને પગમાં ફેકચર જેવી ઈજા અને અન્ય મુસાફરોને પણ ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. મોરબીની અણીયારી ચોકડી પાસે એસટી બસ પાણીના ટેન્કર પાછળ ભૂસી જતા અકસ્મા સર્જાયો હતો જે અકસ્માતમાં એસટી બસના ચાલક અને મુસાફરોને ઈજા પહોંચી હતી ત્યારે અકસ્માતના બનાવ મામલે એસટી બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ધાવાગીરની માસુમ બાળાની હત્યામાં વધું બે પકડાયા બે માસુમ બાળાના ફઈબા તથા દાદાની મદદગારી સબબ ધરપકડ
22 Oct 22 : તાલાલા તાલુકાના ધાવા ગીર ગામે અંધશ્રદ્ધાની આડમાં ૧૪ વર્ષની આશાસ્પદ તેજસ્વી બાળા ચિ.ભૈયા ઉપર અમાનુષી ત્રાસ ગુજારી તેમના પિતા ભાવેશ અકબરી તથા મોટા બાપુ દિલીપ અકબરીએ નિર્મમ હત્યા કરતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
તાલાલા પી.એસ.આઈ. પી.જે. બાટવા એ આપેલ વિગત પ્રમાણે આ કેસની વધુ તપાસ માટે બંને આરોપીના ૧૧ દિવસના રિમાન્ડ મેળવી શ્રી મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ શરૂ કરેલ, જે માં આરોપીઓની પૂછપરછ દરમિયાન ધૈર્યા ની હત્યા કરી તેમની અંતિમ વિધિ કરી નાખી પુરાવાના નાશ કરવા તથા અન્ય રીતે આ હત્યા કેસમાં મદદગારી કરનાર જેનીશભાઈ રવજીભાઈ ઠુંમરની પત્ની અને ધૈર્યા ના ફઈબા અર્ચનાબેન ઉર્ફ.જયોતિ ઉ.વ.૩૮ રે.કેશોદ તથા રી ગોપાલભાઈ જેરામભાઈ અકબરી ઉ.વ.૬૮ થૈયા ના દાદાની પોલીસે ધરપકડ કરી છે.આ કેસના મુખ્ય આરોપી તા.૨૫ મી સુધી હજી પોલીસ રિમાન્ડ ઉપર છે,પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વેરાવળ ના ડી.વાય.એસ. પી.વી.આર. ખેંગાર તથા તાલાલા સર્કલ પોલીસ અ ઇન્સ્પેક્ટર એમ.યુ.માસી તથા તાલાલા પી.એસ.આઈ.પી.જે.બાટવા વધુ તપાસ ચલાવી રહ્યા છે,ધાવા ગીર ગામની માસુમ સો બાળાની હત્યામાં તેમના ફઈબા તથા ત દાદાની સામેલગીરી બહાર આવ્યા ના ક સમાચાર થી તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે.