બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત કિશોર ઝડપી લઇ જિલ્લા LCB પોલીસ ૨૬ જેટલા ગુન્હાઓનું ભેદ ઉકેલ્યા છે

25 Sep 22 : સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ૨૬ ગુન્હાઓને અંજામ આપી લુંટ,ઘાટ,ઘરફોડ,વાહન ચોરી,સોના ચાંદીના દાગીના મોબાઈલ અને મોટર સાઈકલ ચોરી કરતી ગેંગ સક્રીય બની હતી. જેને લઈને જિલ્લા પોલીસ વડાની સુચના ના આધારે જિલ્લા એલ.સી.બી. અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્રારા આરોપી ઓ ઝડપવામાં સફળતા મળી છે. આ આરોપીઓ રાત્રીના સમયે ચોરી ની બાઈક સાથે નિકળી પડતા હતા અને એકલ દોકલ બાઈક ચાલક ને નિશાન બનાવીને લુંટ કરતા હતા રોકડ રકમ કે સોના ચાંદીના દાગીના ચોરતા હતા. આરોપી રામલાલ મણાત અસંખ્ય ચોરી તથા લુંટ મા ગુનેહાઓમાં પકડેલ છે તથા ભગવાન ઢુહા, વિનોદ મનાત, ગણેશ ઢુહા, જીતેન્દ્ર ઉર્ફે લાલો તથા પપ્પુ ઢુહા લુંટ ઘરફોડ ચોરી ના ગુન્હામાં પકડવાના બાકી છે. આ આરોપીઓ ઝનુની અને રીઢા સ્વભાગના છે જેમને સાબરકાંઠા જીલ્લા માં ૦૯, મહેસાણા જીલ્લા ના ૦૧, ગાંધીનગર જિલ્લાના ૦૬ સહિત અન્ય ઘણા બધા જિલ્લાના ગુન્હાઓ કબુલ કર્યા છે.

જિલ્લા LCB એ ઝડપેલ બે આરોપીઓ પાસેથી ત્રણ બાઈક, બે મોબાઈલ, સોનાની ૧ ચેન, ૨ વીંટી, ૧ ચુની, ચાંદીના ૧ છડાની જોડ, ડેલ નુ લેપટોપ, સહિત ૨, ૫૬, ૬૯૦ નો મુદ્દામાલ ઝડપી આરોપીઓને જેલ હવાલે કર્યા છે ત્યારે આરોપી ઓની વધુ પુછપરછ હાથ ધરતા તો અન્ય 5 આરોપીઓના નામ ખુલ્યા છે જે આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિ માન કર્યા છે તો આ ઉપરાંત અન્ય ગુન્હાઓ પણ ઉકેલાય તેવી શક્યતાઓ છે. ઝડપાયેલ આરોપી : ૧. હરીશ રામલાલ અમરાલાલજી મનાત, રહે મનાત વીયાડા ફલા દેવલ, વીંછીવાડા, ડુંગરપુર, રાજસ્થાન ૨. કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર

  • રાજકોટમાં ખાખી થઇ શર્મસાર, પોલીસકર્મી દારૂ પીને દુકાનો બંધ કરવા નીકળ્યો

25 Sep 22 : ગુજરાતમાં દારૂબંધીની સખત અમલવારી છે તેવા સરકારના દાવાને પોકળ સાબિત કરતો વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. રાજકોટમાં પોલીસકર્મીએ જ દારૂ ઢીંચીને દંગલ કર્યું હતું. રાજકોમાં ખાખીને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. ગઈકાલે એક પોલીસકર્મી દ્વારા દારૂ પી દુકાનો બંધ કરાવતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

આ ટ્રાફિક પોલીસ કર્મી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ચા પાનની દુકાનો બંધ કરાવવા નીકળ્યો હતો. આ પોલીસકર્મી એ ચિક્કાર દારૂ ઢીંચ્યો હતો કે ના તો તે વ્યવસ્થિત ચાલી શકતો હતો કે ન તો તે બોલી શકતો હતો. તેને કોઈ જ પ્રકાર ની ભાન હતી નહીં. ગત રોજ આ કર્મીનો વિડિઓ વાઇરલ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને શખ્સને સકંજા માં લીધો હતો. પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ટ્રાફિક શાખામાં ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ નરભે રામ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ વાઇરલ વિડિઓમાં સ્પષ્ટ નજર આવતું હતું કે તેણે પોલીસ લખેલું ટી શર્ટ પહેરીને રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી નીલકંઠ ટોકીઝ પાસે ચા અને પાનની દુકાને પહોંચીને લાકડી ઉપાડીને દુકાનદારોને ધમકી આપી દુકાનો બંધ કરવાનું કહેવા લાગ્યો હતો. જો કે નશામાં ધૂત આ ટ્રાફિક હેડ કોન્સ્ટેબલનો લોકોએ વિડિઓ ઉતાર્યો હતો અને વાઇરલ કર્યો હતો. આ વાઇરલ વિડિઓને કારણે સ્થાનિક પોલીસ દ્વારા નરભેરામ પટેલને પકડી પડ્યો હતો.