ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતું ઈલેક્શન કમિશન, બે તબક્કા માં થશે મતદાન

File Image
File Image

03 Nov 22 : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોનફરન્સ કરીને સૌ પ્રથમ મોરબી દુર્ઘટના માં મૃતકો માટે સદગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત માં 4.9 કરોડ મતદાતા મતદાન નો ઉપયોગ કરશે.રાજ્ય માં 3.24 લાખ નવા મતદારો ઉમેરાયા. રાજ્ય માં 51782 મતદાન કેન્દ્રો પર મતદાન થશે. માત્ર 1 વોટ વાળા મતદાનકેન્દ્ર પર 15 લોકોની ટિમ જશે. 50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ ની વ્યવસ્થા તેમજ જિલ્લા ના ચૂંટણી અધિકારીઓ વેબકાસ્ટિંગનું મોનિટરિંગ કરશે. આ વખતે યુનિક મતદાન મથકો તૈયાર કરાયા. ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવાર ની પક્ષે સંપૂર્ણ માહિતી આપવી પડશે તેમજ અન્ય ઉમેદવાર ને ટિકિટ કેમ ના આપી એ કારણ પક્ષ દ્વારા જણાવવું પડશે. વૃદ્ધ વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રથમ તબક્કા નું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કા નું મતદાન 5 મી ડિસેમ્બર ના યોજાશે. 8 મી ડિસેમ્બરના ચૂંટણી નું પરિણામ જાહેર કરવામાં આવશે. 10 મી ડિસેમ્બર ના રોજ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

વધુમાં વાંચો… જાણો ગત વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ હતી જાહેર, કેટલા તબક્કામાં હતું મતદાન

ગત વખતે ડીસેમ્બર પહેલા જ ચૂંટણી યોજવામાં આવી હતી. સૌ કોઈની નજર ગુજરાતની ચૂંટણીઓ પર છે કેમ કે, રાજનિતીમાં સમીકરણો અહીંથી બદલાતા આવ્યા છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થયા બાદ આજે ગુજરાતમાં ચૂંટણી જાહેર થશે. ગત વખતે ઓક્ટોબર મહિનામાં જ ચૂંટણી જાહેર કરાઈ હતી.

છેલ્લી ચૂંટણી ક્યારે યોજાઈ હતી ? ગત વખતે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીની તારીખો 25 ઓક્ટોબર 2017ના રોજ જાહેર કરવામાં આવી હતી. પહેલા તબક્કા માટે 14 નવેમ્બરે અને બીજા તબક્કા માટે 20 નવેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

બે તબક્કામાં થયું હતું મતદાન: પ્રથમ તબક્કાની ચૂંટણી 9 ડિસેમ્બર 2017ના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 14 ડિસેમ્બરે યોજાઈ હતી. પરિણામ 18 ડિસેમ્બરે આવ્યા હતા. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું હતું.

શું આ વખતે સમીકરણો બદલાશે? : જો કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે, પરંતુ આ વખતે દિલ્હી અને પંજાબ જીત્યા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આવી સ્થિતિમાં સ્પર્ધા ત્રિકોણીય જોવા મળશે. ગુજરાતમાં આ વખતે કોઈ ફેરફાર થશે કે પછી ભાજપનો જાદુ ચાલશે? શું આમ આદમી પાર્ટી લોકોમાં જગ્યા બનાવશે કે કોંગ્રેસ કંઈ કમાલ કરશે એ તો સમય જ બતાવશે પરંતુ અત્યારે જે રીતે ઈલેક્શન કમિશને તૈયારી કરી છે તેમ પાર્ટીઓએ પણ તૈયારી કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here