મધુ શ્રીવાસ્તવ મામલે ચૂંટણી પંચે વડોદરા જિલ્લા કલેક્ટર પાસે સૂઓમોટો રીપોર્ટ માંગ્યો

18 Nov 22 : મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી શકે છે. ગઈકાલે જાહેરમાં સંબોધન વખતે મધુ શ્રીવાસ્તવે કરેલા નિવેદનને લઈને મામલો ગરમાઈ શકે છે. મધૂ શ્રીવાસ્તવ મામલે ચૂંટણી પંચે વડોદરા જિલ્લા કલેક્ટર પાસે સૂઓમોટો રીપોર્ટ માંગ્યો છે. આ વખતે બીજેપીમાંથી ટિકિટ ના મળતા દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ તરીકે દાવેદારી નોંધાવ છે ત્યારે ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પ્રચાર કરતા સમયે કાર્યકરોને વાઘોડીયામાં સંબોધન કરતા મધુ શ્રીવાસ્વે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

આ વાતથી બબાલ – એ સ્થળ પર હાજર સમર્થકોને સંબોધતા કહ્યું કે, હું મારા વિરોધીઓને ચેતવણી આપું છું કે આ ચૂંટણીમાં મારા કાર્યકરોએ કોઈનાથી ડરવાની જરૂર નથી. હું હજુ પણ બાહુબલી છું, તેમણે જનતાને સંબોધતા કહ્યું કે, જો કોઈ મારા કાર્યકરનો કોલર પકડશે તો હું ઘરે જઈને તેને ગોળી મારીશ. મધુ શ્રીવાસ્તવે ગઈકાલે ફરી એકવાર પોતાનો દબદબો આ વાતથી બતાવ્યો હતો અને આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આ સાંભળી ત્યાં હાજર દરેક સ્તબ્ધ થઈ ગયા. ત્યારે મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઈને હવે ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. આચારસંહિતાના ભંગ બદલ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી થઈ શકે છે. કારણ કે, ચૂંટણી પંચે વાઘોડીયાના ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. જિલ્લા ચૂંટણી પંચને આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તેની જવાબદાર અધિકારીઓને કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મધુ શ્રીવાસ્તવે કહ્યું ગોળી એટલે..આજે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, જે ધારે એ કરે એ ધારાસભ્ય કહેવાય. અમે કાયદો કાયદો હાથમાં લેવાની વાત કરી નથી. ગોળી કંઈ પણ હોઈ શકે છે એ ચોકલેટની ગોળી પણ હોઈ શકે છે. નકલી ગોળીઓ હોય, મીઠી ગોળીઓ પણ હોઈ શકે છે. મારા કાર્યકર્તાને કોઈ ધમકી આપે તો ગોળીઓ ખવડાવી દઉં એ મીઠી ગોળીઓ પણ હોય તેમ કહી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here