
02 Jan 23 : ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડન એલિસબ્રિજ અમદાવાદ ખાતે પ્રજા વિજય પક્ષનો જેમને પાયો નાખ્યો છે તેવા આ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ડી.જી. વણજારાના અધ્યક્ષ સ્થાને પક્ષનું ગુજરાત પ્રદેશનું પ્રથમ અધિવેશન મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય અને દેશના અન્ય વિભાગોમાંથી પક્ષના કાર્યકર્તા આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પક્ષનું માળખું મજબૂત કરવા માટે અલગ અલગ સ્તરે હોદ્દેદારોની નિમણૂક કરી અધ્યક્ષસ્થાનેથી ભાવી રણનીતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ નિમિત્તે પક્ષના રાષ્ટ્રીય પરીષદ દ્વારા અલગ અલગ ઠરાવો કરવામાં આવ્યા હતા. આજના આ મહત્વના દિવસે મહત્વનો નિર્ણય એ રહ્યો કે, 2024માં થનાર લોકસભાની ચૂંટણીઓમાં પક્ષ પ્રભાવી ભૂમિકા માટે દિલ્હીમાં સંઘ પ્રદેશના પક્ષના પ્રમુખ તરીકે વિશાલ ખન્નાની નિમણૂક કરવામાં આવી જ્યારે ઉત્તરપ્રદેશના પક્ષ પ્રમુખ તરીકે શ્રી ઓમપાલ સિંઘની નિમણૂક કરવામાં આવી. આજના અધિવેશનમાં ભારતની સર્વોચ્ચ અદાલતના સિનિયર કાઉન્સેલર શ્રી એ.પી. સિંઘજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજા વિજય પક્ષ આગામી સમયમાં બહું જલદી જ રાષ્ટ્રીય સ્વરુપ ધારણ કરે તે માટે દિશા દર્શન અને દ્રઢ સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ ત્રણેય મહાનુભાવોની ઉપસ્થિતિ થી કાર્યકર્તાઓમાં આગામી રાષ્ટ્રવ્યાપી સંઘર્ષ માટે પ્રતિબદ્ધતા અને પાર્ટીને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આ અધિવેશનમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે, આવનાર ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં નગપપાલિકાઓ તેમજ ગ્રામપંચાયતોની ચૂંટણીઓ થવા જઈ રહી છે. તેમાં પણ પૂરી તાકાતથી પાર્ટી ઝંપલાવશે. આ ઉપરાંત ડિસેમ્બર 2023માં થનાર રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના જંગમાં પણ પક્ષ ઉતરશે. આ અધિવેશનમાં આ પ્રમાણે
ગુજરાત રાજ્યમાં પ્રજા વિપક્ષમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
1) ભરતસિંહ ભૂદરભાઈ ગોહિલ, ઉપ પ્રમુખ દક્ષિણ ગુજરાત પ્રભારી
2) અજયસિંહ રામનાથસિંહ રાજપૂત, ઉપ પ્રમુખ ઉત્તર ગુજરાત પ્રભારી
3) મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ, મહામંત્રી મધ્ય ગુજરાત તથા પક્ષના પ્રવક્તા, મધ્યગુજરાત
4) અશ્વિન કુમાર દેવજીભાઈ જીવાણી, મહામંત્રી, સૌરાષ્ટ્ર તથા પક્ષ પ્રવક્તા, સૌરાષ્ટ્ર વિસ્તાર
5) અશ્વિનભાઈ ધીરુભાઈ કાનકડ, મંત્રી પ્રજા વિજય પક્ષ, ગુજરાત રાજ્ય
આ ઉપરાંત રાજ્ય જિલ્લા કક્ષાએ પણ હોદ્દેદારોની નિમણૂક પ્રક્રીયા ચાલુ થઈ ગઈ છે. આ અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.જી. વણઝારા ઉપરાંત પક્ષના અન્ય હોદ્દેદારો સામત સિંહ ચૌહાણ, મહામંત્રી સંદિપ કુમાર, કોષાધ્યક્ષ કાન્તિભાઈ પ્રજાપતિ મહામંત્રી ગોધરા વિભાગ, મૃગેશભાઈ પટેલ, બાબુલાલ સુથાર, કનૈયાલાલ સુથાર, ગોરધનભાઈ માળી તથા ગણપતભાઈ પટેલ વગેરે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ સફળ રીતે ગુજરાત પ્રદેશનું પ્રથમ અધિવેશન પૂર્ણ થયું હતું.
વધુમાં વાંચો… ગુજરાત કોંગ્રેસ સેવાદળના આગેવાનો, કાયૅકરોનો નવા વર્ષ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા રવિવારે પાટણ જિલ્લા ના શંખેશ્વર તાલુકા ના ફતેપુરા ના ગોપનાદ ફાર્મ ખાતે નવા વર્ષે નો સ્નેહમિલન કાર્યક્રમ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી ભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમ માં ગુજરાત ની રાજકીય પરિસ્થિતિ ની ચર્ચાઓ કરી આગામી દિવસો માં કોંગ્રેસ સેવાદળ કોંગ્રેસ ને મજબુત બનાવવા માટે ના કાર્યક્રમો ને લઇ રણનીતિ નક્કી કરાઈ હતી.
આ કાર્યક્રમ માં સેવાદળ ના પ્રમુખ વિજય ભાઇ પટેલ , કિરણ ભાઇ પ્રજાપતિ અને પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ વિનોદ ભાઇ ઠાકોર , પાટણ જિલ્લા કોંગ્રેસ યંગ બ્રિગેડ સેવાદળ અમિત ભાઇ પ્રજાપતિ , તાલુકા પંચાયત વિપક્ષ નેતા હારીજ મહેશ ઠાકોર કાઠી , વિરેન્દ્ર સિંહ ગાંધીનગર , મુકેશ ભાઇ મારૂ પ્રદેશ મહામંત્રી , ભચા ભાઇ આહીર PCC ડેલીગેટ , રમેશ ભાઇ દેસાઇ ધવલ ભાઇ પુરોહિત , દશરથ ભાઇ દેસાઇ સહિત રાધનપુર શહેર સેવાદળ પ્રમુખ ગણપત જોશી સાથે સમગ્ર ગુજરાત માંથી સેવાદળ ના પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં વાંચો… રાજસ્થાનમાં મોટી રેલ દુર્ઘટના, સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 20થી વધુ મુસાફરો ઘાયલ
રાજસ્થાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે. પાલી જિલ્લામાં ટ્રેન નં. 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત આજે સવારે 3.27 કલાકે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માહિતી અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલા 21 મુસાફરોને બાંગર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. ક્ષતિગ્રસ્ત ટ્રેનના ડબ્બા સિવાય સુરક્ષિત ડબ્બા ટ્રેનને ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને બસ અથવા અન્ય કોઈ ટ્રેન દ્વારા મોકલવામાં આવશે. રેલવે તંત્ર દ્વારા ઘાયલ મુસાફરોને વળતર પણ આપવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચે તેવી શક્યતા છે. અકસ્માત બાદ 12 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓ કેપ્ટન શશિ કિરણે જણાવ્યું કે આજે લગભગ 3:30 વાગ્યે માહિતી મળી કે સૂર્યનગરી એક્સપ્રેસના કેટલાક કોચ રાજકિયાવાસ અને બોમદરા વચ્ચે પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં લગભગ 11 કોચને અસર થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યો – સીપીઆરઓ કેપ્ટન શશિ કિરણે જણાવ્યું કે રેલવે વિભાગે મુસાફરો અને તેમના સંબંધીઓ માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. જોધપુરનો હેલ્પલાઇન નંબર 02912654979, 02912654993, 02912624125, 02912431646 છે જ્યારે પાલીનો હેલ્પલાઇન નંબર 02932250324 છે. મુસાફરો અને તેમના સંબંધીઓ આ નંબરો પર ફોન કરીને માહિતી મેળવી શકે છે. CPROએ જણાવ્યું કે મુસાફરો અને તેમના સંબંધીઓ 138 અને 1072 હેલ્પલાઇન નંબર પર પણ કોલ કરી શકે છે.
દુર્ઘટના સમયે ટ્રેનમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે મારવાડ જંક્શન છોડ્યાની 5 મિનિટમાં જ ટ્રેનની અંદર જોરદાર કંપનનો અવાજ સંભળાયો અને 2-3 મિનિટ પછી ટ્રેન ઊભી અટકી ગઈ. અમે નીચે ઉતરીને જોયું કે ઓછામાં ઓછા 8 સ્લીપર ક્લાસ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ.
બે કોચને જોડતો હૂક તૂટવાને કારણે ઘટી દુર્ઘટના – માહિતી અનુસાર, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. બે કોચને જોડતો હૂક તૂટવાને કારણે આ અકસ્માત થયો હોવાની વાત જાણવા મળી છે. હાલમાં નજીકની હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.