
13 May 23 : રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના મવડી મેઇન રોડ, લક્ષ્મીનગર અને કરણપરા વિસ્તાર માંથી અલગ-અલગ ત્રણ દુકાનોમાંથી વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો હતો. આ ઉપરાંત મનહર પ્લોટ અનુગ્રહ હેલ્થ સેન્ટરમાંથી ન્યૂટ્રીશીયલ ફૂડ સપ્લીમેન્ટના નમૂના લેવામાં આવ્યા હતા. ચેકીંગ દરમિયાન મવડી મેઇન રોડ પર બાપાસીતારામ ચોક પાસે આવેલા શ્રીજી ફેન્સી ઢોસામાંથી સંગ્રહ કરેલ વાસી પ્રિપેડ ફૂડ, ગ્રેવી, ચટ્ટણી, આજીનો મોટો સહિત સાત કિલો વાસી ખોરાક મળી આવ્યો હતો. જેનું સ્થળ પર નાશ કરી હાઇજીનીંગ ક્ધડીશન જાળવી રાખવા અને યોગ્ય સ્ટોરેજ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.
લક્ષ્મીનગર પાસે મણીનગર-7માં ગંગોત્રી આઇસ્ક્રીમ એન્ડ બેકર્સમાં તપાસ દરમિયાન એક્સપાયર થયેલ ફૂડ ક્રશ અને ફ્લેવર એસેન્સ સહિત કુલ 11 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. જ્યારે કરણપરા-27માં શિવશક્તિ ટ્રાવેલ્સ પાસે મુરલીધર ડેરી ફાર્મમાંથી ચેકીંગ દરમિયાન 62 નંગ છાશના પાઉચ એવા મળી આવ્યા હતા કે જેના પર ઉત્પાદનની તારીખ દર્શાવવામાં આવી ન હતી. સ્થળ પર જ 24 લીટર છાશના જથ્થાનો નાશ કરી નમૂનો લેવામાં આવ્યો હતો. ડેરી ફાર્મના સંચાલકને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આજે મંગળા મેઇન રોડ વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જલારામ નમકીન, અંજલી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, જલારામ પ્રોવિઝન સ્ટોર, ઠાકર ફાસ્ટ ફૂડ, જરીયા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ઉમિયાજી ફરસાણ, શ્રીનાથજી ગાંઠીયા હાઉસ, સાંઇનાથ ઘુઘરા, મુન્ના કરિયાણા ભંડાર, રૂપારેલીયા નમકીન, શ્રીકૃષ્ણ ફરસાણ અને આશાપુરા રસ ડેપોને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. મંગળા મેઇન રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન મનહર પ્લોટ શેરી નં.11ના કોર્નર પર આવેલા અનુગ્રહ હેલ્થ સેન્ટરમાંથી ટીમેક્સ, સ્પીરૂલીયા વેજીટેરીયન ટેબ્લેટ, ન્યૂટ્રીશ્યલ ફૂડ સપ્લીમેન્ટ, ટીમેક્સ બોસવેલા વેજીટેરીયન કેપ્સૂલ્સ ડાયેટરી સપ્લીમેન્ટ અને ટીમેક્સ નોની જ્યુસના નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બસ સ્ટેન્ડ પાછળ કરણપરા-37માં મુરલીધર ડેરી ફાર્મમાંથી શ્રી મુરલીધર બટર મિલ્કના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
વધુમાં વાંચો… રાજકોટમાં મારામારીના વધુ બે બનાવ – છોકરાને તરે નહિ સાઇકલ ન ચલાવી કહી બાળક અને તેના મતા પિતાને મારતા 3 મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ વધુ બે મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પ્રથમ બનાવમાં ભીચરી ગામે રહેતા દંપતીનો પુત્ર તેમના ઘર પાસે સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે પાડોશમાં રહેતી ત્રણ મહિલાઓએ તેના પુત્રનો હાથ પકડી અહીં સાયકલ તારે નહીં ચલાવવાનું કહી ફડાકા માર્યા હતા. તે ઉપરાંત ત્રણેય મહિલા ઓએ દંપતી સાથે ઝઘડો કરી તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત તને અપમાનિત કરી મારામારી કરતા પોલીસે ત્રણ મહિલા વિરુદ્ધ છે જ્યારે બીજા બનાવવામાં કૃષ્ણનગર મેઇન રોડ ઉપર રહેતી પરિણીતાએ તેના પતિ પર ખાધા ખોરાકી ની અરજી કરી હતી. જે બાબતનો ખાર રાખી તેને તેના પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ બનાવની વિગત મુજબ ખીચડી ગામે અમરગઢ ખાતે રહેતા મહેશભાઈ ખેંગારભાઈ ગોહેલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપીઓમાં તેના પાડોશમાં જ રહેતા ખીમીબેન ચનાભાઈ ગમારા, હંસાબેન રવિભાઈ ગમારા અને સોનલબેન ગોપાલભાઈ ગમારા ના નામ આપ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર મિતરાજ બે દિવસ પહેલા તેમના ઘર નજીક સાંજના સમયે સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે આરોપી ખીમી બેન અને હંસાબેને તેનો હાથ પકડી તારે અહીં સાયકલ નહીં ચલાવવાનું કહી ફડાકા માર્યા હતા જે બાબતે ફરિયાદી અને તેના પત્ની આરોપીઓ પાસે વાતચીત કરવા માટે ગયા હતા ત્યારે તેઓએ દંપતીને પ્રત્યે હડધૂત કરી મારામારી કરતા તેઓએ ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય બનાવવામાં કૃષ્ણનગર મેઈન રોડ પર રહેતા જમનાબેન પ્રકાશભાઈ સોલંકી પોતાની ફરિયાદમાં આરોપીમાં તેમના પતિ પ્રકાશ દેવજી સોલંકી અને તેના મળતીયા કાળુ દિનેશ પરમાર ના નામ આપ્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે તેને તેના પતિ પ્રકાશભાઈ વિરુદ્ધ નામદાર કોર્ટમાં ખાધા ખોરાકી ની અરજી કરી હતી જે બાબતનો ખાસ રાખી તેના પતિએ તેની સાથે ઝઘડો કરી મારામારી કરતા તેઓએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ છે.
વધુમાં વાંચો…. લોધિકા ખાતે આનંદનો ઉત્સવ બનતો અમૃત આવાસોત્સવ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોધિકા ખાતે જિલ્લા કક્ષાનો “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોધિકાના લાભાર્થી પારૂલબેન રૂપેશભાઈ ગોહેલે વડાપ્રધાનશ્રી મોદી સાથે ડિજિટલ માધ્યમ થકી સીધો સંવાદ સાધ્યો હતો.
વડાપ્રધાનશ્રી મોદીને ‘‘જયશ્રી કૃષ્ણ’’ સાથે આવકારીને લાભાર્થી પારૂલબેન ગોહેલે નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. વડાપ્રધાનશ્રીએ ઘરના મોભીની જેમ વાતચીત કરતા કહ્યું હતું કે, ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થયું તો કેવું લાગી રહ્યું છે? લાભાર્થી પારૂલબેનએ કહ્યું હતું કે, ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા હું અને મારો પરિવાર ખૂબ ખુશ છીએ. વડાપ્રધાનશ્રીએ પારુલબેન ને સમાજસેવા કરવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે, આપણી આસપાસ રહેતા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણીનો સદુપયોગ કરવા, વીજળી બચાવવા અને વૃક્ષ વાવવા લોકોને જાગૃત કરવા જોઈએ. સરકારે તમારા માટે કામ કર્યું તો હવે તમારે સમાજ માટે આટલું કરવાનું છે. લાભાર્થી પારુલબેને વડાપ્રધાનશ્રીની આ ઈચ્છાને પૂર્ણ કરવા હામી ભરી હતી અને પોતાનાથી શક્ય એટલી જાગૃતિ સમાજમાં ફેલાવશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ આવાસ મેળવનાર લાભાર્થીને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, સામાન્ય ઘરમાંથી સારા ઘરમાં પ્રવેશની સાથે નાગરિકોના જીવનમાં ખુશીઓનો પણ પ્રવેશ થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું છેવાડાના દરેક માનવીને ઘરનું ઘર આપવા નું સ્વપ્ન ગુજરાત પૂરતું સીમિત ન રહેતાં પૂરા દેશમાં અમલી બની રહયું છે. “અમૃત આવાસોત્સવ આનંદનો ઉત્સવ બન્યો છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં રૂ. ૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવાસોના ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઘરવિહોણા દરેક નાગરિકને ઘરનું ઘર મળે તે માટે વહીવટી તંત્રના પ્રતિબધ્ધ પ્રયાસોને લીધે ઘરવિહોણા વંચિતોને પાકા મકાન મળી શકયા છે. અને રાજકોટનાં ૪૦ ગામડાઓના ૬૫ લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે.
આ વેળાએ સંસદસભ્યશ્રી રામભાઈ મોકરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ઉત્કૃષ્ટ યુગમાં જીવતા છેવાડાના માનવીઓનો વિકાસ થઈ રહ્યો છે. અને ઘરવિહોણા લોકોને સુવિધાયુક્ત આવાસો પ્રાપ્ત થઈ રહ્યા છે. વંચિતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. આ પ્રસંગે કલેકટરશ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ આવાસના લાભાર્થી પારૂલબેન ગોહેલ અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા. તથા પ્રાસંગિક પ્રવચનમાં રાજયસરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ તકે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ ડિજિટલ માધ્યમ થકી વડાપ્રધાનશ્રીને સાંભળ્યા હતા. તેમજ સર્વે મહાનુભાવોએ લાભાર્થી પારુલબેનના ઘરને નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સવિતાબેન વસાણી, જિલ્લા પંચાયત દંડકશ્રી અલ્પાબેન તોગડીયા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી મોહનભાઈ દાફડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી કિશોરભાઈ વસોયા, તાલુકા પંચાયત લોધિકાના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી રેખાબેન પરમાર, રાજકોટ લોધિકા સંઘ પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, લોધિકા સરપંચશ્રી સુધાબેન વસોયા, લોધિકા ઉપસરપંચશ્રી દિલીપભાઈ મારકણા, અગ્રણીશ્રી મુકેશભાઈ કમાણી, મનસુખભાઈ રામાણી, રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ. ઠુંમર, લોધિકા મામલતદારશ્રી જે.એસ.વસોયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.આર સિંધવ, વિસ્તરણ અધિકારીશ્રી ઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી આરોગ્ય અધિકારીશ્રીઓ સહિતના જુદા જુદા વિભાગનાં અધિકારીઓ, કર્મચારીશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.