રાજકોટમાં એક જ વર્ષમાં ૧૩ વખત ચિલઝડપ કરનાર ગેંગ આખરે પકડાઈ

02 May 23 : શહેરમાં દીન પ્રતિદિન ચીલ ઝડપ અને લૂંટના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે તેને ઉકેલવમાં માટે પોલીસનો સ્ટાફ ઉઘે માથે લાગ્યો છે ત્યારે LCBની ટીમને શહેર માં થયેલા ચીલઝડપના બનાવોનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. જેમાં ધ્રોલના લૈયારા ગામે રહેતા તાજીયા ગેંગના સાગરીત સહિત બેને પોલીસે ઝડપી લઇ પૂછતાછ કરતા છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં 13 ચીલઝડપના બનાવોને અંજામ આપ્યાની કબુલાત આપતા પોલીસે આ બેલડી પાસેથી સોનાનો ચેઇન, આઠ ઢાળિયા અને બાઇક સહિત રૂ.6.10 લાખના મુદ્દામાલ કબજે કરી બંનેની વધુ પૂછ પરછ હાથધરી છે.

રાજકોટમાં જામનગર રોડ પર બનેલા ચીલઝડપના બનાવવાને પગલે એલસીબી ઝોન ટુ ના પી.એસ.આઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ બનાવોનો ભેદ ઉકેલવા તપાસમાં હતી. ત્યારે અગાઉ શીતલ પાર્ક, બજરંગવાડી તેમજ જામનગર રોડની આસપાસ થયેલા ચીલ ઝડપના બનાવવામાં એક કાળા કલરનું સ્પેલન્ડર કે જેના નંબર હોય આ બાઈકના ચાલકને ઝડપી લેવા પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર પ્રેસ કોલોની પાસેથી આરોપી આસિફ વલીભાઈ ખેરાણી (ઉ.વ 34 રહે લૈયારા તા. ધ્રોલ) અને ગોવિંદ કુરજીભાઈ ધામેચા (ઉ.વ 45 રહે ચામુંડા પ્લોટ ધ્રોલ)ને ઝડપી લીધા હતા. પોલીસે આ બંને શખ્સો પાસેથી સોનાનો ચેઇન, સોનાના આઠ ઢાળિયા, બાઇક મોબાઇલ સહિત કુલ રૂપિયા 6.10 લાખનો મુદ્દામાં કબજે કર્યો હતો.પકડાયેલી બંને આરોપીઓની પૂછતાછ કરતા છેલ્લા એક વર્ષ દરમિયાન તેણે રાજકોટમાં જામનગર રોડ આસપાસના વિસ્તારમાં 13 ચીલ ઝડપના બનાવોને અંજામ આપ્યા હોવાની કબુલાત આપી હતી. જેમાં તેને શીતલ પાર્ક પાસે થી ચાર અંજામ આપ્યો હતો જ્યારે બજરંગ વાડીમાં બે ચીલ ઝડપ કરી હતી ત્યારબાદ તેને રેલનગર ,રૈયાગામ,ભોમેશ્વર,મોચી નગર અને ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાં ઝડપ કર્યા હોવાની કબુલાત આપી હતી. જે પૈકી છ મા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી આસિફ કે જે તાજીયા ગેંગનો સાગરીત હોય અને આગાઉ રાયોટ ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. રાજકોટમાં આવી ચીલ ઝડપ કર્યા બાદ અન્ય આરોપી ગોવિંદાને આ દાગીના આપી દેતો હતો.જે પોલીસ ટીમ દ્વારા તે દિશામાં હાલ વધુ તપાસ હાથધરવામાં આવી છે.

વધુમાં વાંચો… રાજકોટ-લોધિકા ખરીદ-વેંચાણ સંઘના ચેરમેન પદે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પર વિશ્ર્વાસ યથાવત રાખવામાં આવ્યો છે. તેઓને ચેરમેન પદે રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇઝ ચેરમેન પદે સંજય અમરેલીયાના સ્થાને અરજણભાઇ રૈયાણીની નિયુક્તી કરવામાં આવી છે.

રા.લો.સંઘની ચૂંટણી અગાઉ બે વખત મોકૂફ રહ્યા બાદ આજે સવારે ચેરમેન અને વાઇઝ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેનને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇઝ ચેરમેન તરીકે અરજણભાઇ રૈયાણીની વરણી કરવાની ઘોષણા કરવામાં આવતા હરિફોના હાથ વધુ એક વખત હેઠા પડ્યા હતા. રા.લો.સંઘના ચેરમેન પદ માટે નરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત પૂર્વ ચેરમેન નિતીનભાઇ ઢાંકેચા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદભાઇ રૈયાણીને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલતી હતી. છેલ્લા એક સપ્તાહથી ગાંધીનગર સુધી સતત ભલામણો અને લોબીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ગઇકાલ સાંજ સુધી કોઇને મળી શક્યા ન હતા. દરમિયાન આજે સવારે રા.લો. સંઘની હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇઝ ચેરમેનની નિયુક્તી કરવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સંઘના 19 ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાએ પ્રદેશ ભાજપમાંથી બંધ કવરમાં આવેલા રા.લો.સંઘના ચેરમેન અને વાઇઝ ચેરમેનના નામોની ઘોષણા કરી હતી. જેમાં પક્ષ હાઇકમાન્ડ દ્વારા સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે વાઇઝ ચેરમેન તરીકે પણ સંજય અમરેલીયાને રિપીટ કરાયા નથી. તેઓના સ્થાને અરજણભાઇ રૈયાણીની નિમણૂંક કરવામાં આવી છે. નવાહોદેદારોને શુભકામના પાઠવવા માટે બહોળી સંખ્યામાં સમર્થકો અને હોદેદારો ઉમટી પડ્યા હતા.

વધુમાં વાંચો… રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં એસઆરપી કેમ્પમાં રહેતા એસઆરપી જવાનનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.
બહેનોએ એકનો એક ભાઈ અને બે માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ સર્જાયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્વરમાં આવેલા એસઆરપી કેમ્પમાં રહેતા અને એસઆરપી ગ્રુપ નંબર 13માં ફરજ બજાવતા જયેશભાઈ ધીરુભાઈ ડોડીયા નામનો 36 વર્ષનો જવાન સવારના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. એસઆરપી જવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે જાણ થતાં સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. જેથી યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ માં મૃતક જયેશભાઈ ડોડીયા તળાજા પંથકનો વતની હતો. અને 2008ની ભરતીમાં તે એસઆરપીમાં સિલેક્ટ થયો હતો. ઘંટેશ્વર એસઆરપી ગ્રુપ 13માં તે ફરજ બજાવતો હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે અને તે બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here