ભારત-પાકિસ્તાન મેચ પહેલા સારા સમાચાર, હવે આટલી છે વરસાદની શક્યતા

એશિયા કપની સુપર 4 સ્ટેજની મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ આ મેચ માટે જોરશોર થી તૈયારી કરી રહ્યા છે.

બંને ટીમો વચ્ચેની આ મેચ કોલંબોમાં રમાશે. આ મેચમાં વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ સ્ટેજની મેચ પણ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી, પરંતુ આ દરમિયાન ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન અહેવાલ મુજબ વરસાદ આ મેચમાં પણ વિક્ષેપ લાવી શકે છે.
જો આપણે ભારત અને પાકિસ્તાન મેચ પહેલા Accuweather અને Google Weather ના અહેવાલો પર એક નજર કરીએ તો, રવિવારે કોલંબોમાં વરસાદની સંભાવના 90% સુધી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આમાં શું સારા સમાચાર હોઈ શકે છે. વાસ્તવમાં, આ મેચ પહેલા કોલંબોમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચના દિવસે પણ વરસાદની સંભાવના 90% રહેવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ બધાથી વિપરીત વરસાદના કારણે મેચમાં ન્યૂનતમ વિક્ષેપ પડ્યો અને આખી મેચ રમાઈ ગઈ. ભારત અને પાકિસ્તાન મેચમાં ચાહકો કંઈક આવી જ અપેક્ષા રાખી શકે છે. આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત જો 10મી સપ્ટેમ્બરે મેચ ન રમી શકાય તો આ મેચની બાકીની રમતો 11મી સપ્ટેમ્બરે રમાશે.
કોલંબોમાં રવિવારે વરસાદની સંભાવના 90% હોવાનું કહેવાય છે. જો આપણે મેચના સમયે હવામાન પર નજર કરીએ તો ટોસના સમયે વરસાદની સંભાવના 56% છે, જ્યારે મેચ આગળ વધે છે, વરસાદની સંભાવના વધારે હોવાનું કહેવાય છે. વરસાદની સાથે વાવાઝોડા અને ભારે પવનની પણ અપેક્ષા છે. જો કે, ચાહકો આશા રાખશે કે બાંગ્લાદેશ વિ શ્રીલંકા મેચની જેમ આ બધી શક્યતાઓ ખોટી સાબિત થશે.
પાકિસ્તાનની પ્લેઇંગ 11 : બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન),ફખર ઝમાન,ઈમામ ઉલ હક,આગા સલમાન,ઈફ્તિખાર અહેમદ,મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફહીમ અસરફ, નસીમ શાહ, શાહીન આફ્રિદી અને હારીસ રઉફ
ભારતની સંભવિત પ્લેઇંગ 11 : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

Follow us on X ( Twitter )

કોલંબોમાં આવું છે રોહિત-વિરાટનું પ્રદર્શન, આ મેદાન પર બંને બેટ્સમેનોએ ફટકારી આટલી સદી
એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોના આર પ્રેમદાસા ગ્રાઉન્ડ પર રમાશે. ગ્રૂપ સ્ટેજમાં બંને ટીમો વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ સુપર-4માં વરસાદના કિસ્સામાં તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા, પરંતુ આ મેચમાં વરસાદના કારણે પાકિસ્તાન બેટિંગ કરી શક્યું ન હતું. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ચાલો જાણીએ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી એ કોલંબોમાં કેવું પ્રદર્શન કર્યું.
વિરાટ કોહલીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 8 મેચ રમી છે અને 519 રન બનાવ્યા છે. કોહલીએ આ મેદાન પર 3 સદી ફટકારી છે અને અહીં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 131 રન છે. ભારતીય ચાહકો ઈચ્છશે કે તે ફરી એકવાર અહીં મોટી ઈનિંગ્સ રમે અને ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જાય.
રોહિત શર્મા એશિયા કપ 2003ના ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. રોહિતે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 9 મેચ રમી છે અને 196 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. તેણે વર્ષ 2017માં શ્રીલંકા સામે 104 રનની ઇનિંગ રમી હતી. રોહિત-વિરાટની ગણતરી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. આ બંને ખેલાડી ઓએ પોતાના દમ પર ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. આ બંને ખેલાડીઓ ભારતીય બેટિંગ ક્રમમાં મહત્વપૂર્ણ કડી છે.
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે બંને ટીમ સુપર-4માં ટક્કર માટે તૈયાર છે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. ભારત – પાકિસ્તાન વચ્ચેની મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. મેચમાં વરસાદની 90 ટકા સંભાવના છે અને ઘનઘોર વાદળો આવવાની સંભાવના છે.

Follow us on Facebook

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here