23 Aug 22 : ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં વીમા ક્ષેત્રે વૃદ્ધિની ઘણી શક્યતાઓ છે. આવી સ્થિતિમાં દેશના સામાન્ય અને ગરીબ વર્ગ સુધી વીમાની સુવિધાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે વીમા નિયમન અને વિકાસ સત્તામંડળ (Insurance Regulatory and Development Authority) દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવે લોકોને અલગ-અલગ કંપનીના પ્લાન ખરીદવા માટે અલગ-અલગ વેબસાઇટ ખોલવાની પરેશાનીનો સામનો નહીં કરવો પડે. હવે ગ્રાહકોને તમામ વીમા કંપનીઓ એક પ્લેટફોર્મ પર લિસ્ટેડ મળશે.

IRDAI એ તૈયાર કરી બ્લૂ પ્રિન્ટ : ઉલ્લેખનીય છે કે આ પ્લેટફોર્મ પર જ કસ્ટમર્સ હવે સરળતાથી વીમા કંપનીઓના પ્લાનને કમ્પેર, ખરીદી અને બાકીની સર્વિસિંગ કરી શકે છે. આ સાથે તેમને આ પ્લેટફોર્મ પર વીમાનો દાવો કરવાની તક પણ મળશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ પ્લેટફોર્મની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને વર્ષના અંત સુધીમાં આ પ્લેટફોર્મ  (Single Insurance Platform) તૈયાર થઈ જશે. આ પ્લેટફોર્મનો લાભ લેવા માટે, વીમા એજન્ટોએ હવે આ પ્લેટફોર્મ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પ્લેટફોર્મનું સંપૂર્ણ નિયમન હવે IRDAI ના હાથમાં રહેશે.

પ્લેટફોર્મ પરથી મળશે આ લાભ : આજે પણ દેશમાં મોટી વસ્તી વીમા સેવાઓના લાભોથી વંચિત છે. ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ દેશમાં 4.2 ટકા લોકો પાસે નાણાકીય વર્ષ 2021-22માં વીમા પોલિસી (Insurance Policy) હતી, જે નાણાકીય વર્ષ 2022-2023માં 5.8 ટકા વધવાની અપેક્ષા છે.

આ સાથે લોકોએ અલગ-અલગ પ્લેટફોર્મ પર વીમા પોલિસી ચેક કરવાની જરૂર નહીં પડે. હવે એક જ પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારની વીમા પોલિસીઓ ની યોજનાઓ જોઈને પણ સરખામણી કરી શકશે. આ સાથે તેમને આ પ્લાન્સ સરળતાથી ખરીદવાની સુવિધા પણ મળશે. આ પ્લેટફોર્મ સાથે ટાયર 2 અને 3 શહેરોમાં રહેતા લોકો સરળતાથી ઈન્સ્યોરન્સ પ્લાન્સ ખરીદી શકશે.