ચીન પર સરકારનો મોટો એટેક, ચીની એપ VLC Media Playerને કરાઇ બેન, જાણો શું છે કારણ

File Image
File Image

13 Aug 22 : મીડિયા પ્લેયર અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વર VLC media player ને દેશમાં બેન કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, VideoLAN પ્રૉજેક્ટના વીએસલી મીડિયા પ્લેયર અને વેબસાઇટને સરકારે આઇટી અધિનિયમ , 2000 અંતર્ગત બેન કરી છે.

વીએલસી મીડિયા પ્લેયર અને તેની વેબસાઇટની સર્વિસીઝને લગભગ બે મહિના પહેલાથી જ બંધી કરી દેવામાં આવી ચૂકી છે. જોકે કંપની તરફથી આના પર કોઇ નિવેદન નથી આવ્યુ, પરંતુ આની વેબસાઇટ ડાઉન છે અને ડાઉનલૉડ લિન્કને પણ બ્લૉક કરી દેવામા આવી છે. વીએલસી મીડિયાની વેબસાઇટ ખોલવા પર આઇટી એક્ટ અંતર્ગત બેન કરવામાં આવેલો મેસેજ જોવા મળે છે.

વીએલસી મીડિયા પ્લેયરને કેમ કરાઇ બેન

ભારતમાં અત્યાર સુધી કોઇપણ VLC ને એક્સેસ નથી કરી શકતુ. વીએલસી મીડિયા પ્લેયર ACT ફાઇબરનેટ, વૉડાફોન-આઇડિયા અને બીજા તમામ મુખ્ય ISP પર બ્લૉક છે. સરકારે સેંકડો ચીની એપ્સને પણ બ્લૉક કરી દીધી હતી. આમાં ટિકટૉક, કેમસ્કેનર અને બીજી કેટલીય પૉપ્યૂલર એપ્સ સામેલ છે. એપ્સને બ્લૉક કરવા પાછળનુ કારણ છે કે સરકારને ઇનપુટ મળ્યા હતા કે આ પ્લેટફોર્મ ચીનના યૂઝર્સને ડેટા મોકલી રહ્યાં છે. જોકે, VLC મીડિયા પ્લેયર એક ચીની કંપની સપોર્ટેડ નથી, પરંતુ આ પેસિસ સ્થિત ફર્મ VideoLAN બનાવામાં આવી છે.

  • YouTube ટૂંક સમયમાં લોન્ચ કરશે તેનો પહેલો ઓનલાઈન સ્ટોર, આ હશે સ્ટોરનું નામ

13 Aug 22 : YouTube ટૂંક સમયમાં જ તેનો પહેલો ઓનલાઈન સ્ટોર લોન્ચ કરવા જઈ રહ્યું છે. શુક્રવારે સ્ટ્રીટ જર્નલમાં એક રિપોર્ટમાં આ દાવો કર વામાં આવ્યો છે. યુટ્યુબનો ઓનલાઈન સ્ટોર વિડીયો સેર્કીસ સ્ટ્રીમિંગ માટે હશે. રિપોર્ટ અનુસાર, YouTube આ માટે ઘણી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. YouTubeના ઓનલાઈન સ્ટોરનું નામ “ચેનલ સ્ટોર” હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, YouTube તેના ઓન લાઈન સ્ટોર માટે ગત મહિને 18 મહિનાથી કામ કરી રહ્યું છે, જોકે તેની માહિતી પહેલીવાર સામે આવી છે. YouTubeએ આ રિપોર્ટ પર હજુ સુધી સત્તા વાર રીતે કંઈ કહ્યું નથી.

YouTube સેટેલાઇટ ટીવી ધરાવતા વપરાશકર્તાઓને સબસ્ક્રિપ્શન-આધારિત વિડિયો સ્ટ્રીમિંગ સેવામાં લાવવાની યોજના ધરાવે છે. તેના ઓનલાઈન સ્ટોરના લોન્ચ બાદ YouTube Roku અને Apple જેવી કંપનીઓની યાદીમાં સામેલ થઈ જશે. Roku અને Apple પાસે પહેલેથી જ સબ્સ્ક્રિપ્શન-આધારિત વિડિઓ સ્ટ્રીમિંગ સેવાઓ છે. આ સપ્તાહની શરૂઆતમાં, New York Timesના રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોલમાર્ટ પણ વીડિયો સ્ટ્રીમિંગ સેવામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. વોલમાર્ટ આ માટે ઘણી મીડિયા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે.

ગત મહિને YouTube એ કેનેડિયન ઈ-કોમર્સ કંપની Shopify સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી હેઠળ, કન્ટેન્ટ સર્જકોને તેમના ઉત્પાદનોને YouTube પર જ વેચવાની તક મળશે. લગભગ 2 અબજ યુઝર્સને આ ભાગીદારીથી ફાયદો થશે.