13 Aug 22 : ભારત દેશ ૧૫મી ઓગસ્ટ,૨૦૨૨ના રોજ આઝાદીના ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. સમગ્ર દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે થનગની રહ્યો છે. રાજકોટ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ના અધ્યક્ષ સ્થાને પડધરી તાલુકાના તરઘડી ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં થનાર છે. જે અન્વયે આજરોજ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની ઉપ સ્થિતિમાં સ્વાતંત્ર્ય દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં કલેકટરશ્રીએ વિસ્તાર પૂર્વક સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજી હતી તેમજ સ્થળનું નિરીક્ષણ કરીને કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી વિગતો મેળવી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર બાળકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વધુમાં કલેકટરશ્રીએ સર્વે અધિકારીશ્રી ઓને આઝાદીના ૭૬માં વર્ષના મંગલ પ્રવેશને યાદગાર બની રહે તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા હતા.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી કે. બી. ઠક્કર, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવની હરણ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી B.S.કૈલા, જિલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારીશ્રીઓ, જવાહર નવોદય વિદ્યાલયનો સ્ટાફ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • સંરક્ષણદળોમાં જોડાવા માટે રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે
13 Aug 22 : ગુજરાત રાજ્યના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધારવા આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ, જામનગર દ્વારા ૨૦ ઓકટોબર થી ૧૨ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે અગ્નિપથ યોજના અન્વયે ઇન્ડિયન આર્મી માં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારો ૩ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન joinindianarmy.nic.in પર કરી શકશે. જરૂરી લાયકાત તેમજ અન્ય બાબતોની જાણકારી www.iinindianarmy.nic.in વેબ સાઇટ ઉપર મળશે.
રજીસ્ટ્રેશન કરાવેલ રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી, રાજકોટ દ્વારા ભરતી પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અન્વયે ૧ લી સપ્ટેમ્બર, ૨૦૨૨ થી પ્રથમ તબકકાના નિવાસી તાલીમ વર્ગ શરૂ થશે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારોએ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી ખાતેથી નિયત અરજીપત્રકનો નમુનો મેળવી ૨૬ ઓગસ્ટ સુધીમાં જરૂરી ડોકયુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડી મદદનીશ નિયામક
( રોજગાર)કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રાજકોટ ખાતે જમા કરાવવાનુ રહેશે. નિવાસી તાલીમમાં જોડાવવા માટે અરજી કરેલ ઉમેદવારો તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ને પ્રીસ્કુટીની માટે ૨૯ ઓગસ્ટના રોજ મવડી પોલીસ હેડકવાર્ટર, રાજકોટ ખાતે સવારે ૬:૦૦ કલાકે જરૂરી ડોકયુમેન્ટ સાથે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન http://joinindianarmy.nic.in પર કરી શકશે.