ઘર વાળા એક નહિ થવા દે – પ્રેમી પ્રેમિકાએ ટ્રેન નીચે પડતું મૂક્યું

File Image
File Image

05 Dec 22 : સમાજ અને પરિવાર સહમતી નહિ આપે તે ડરથી પ્રેમી પ્રેમિકાએ ટ્રેન નીચે પડતું મૂકી ઝીંદગી ટૂંકાવી. પ્રેમિકા પરણિત હતી અને પ્રેમી અપરણિત જેથી સમાજ તેમના લગ્નને માન્યતા નહિ આપે તેવા ડરથી આ પગલું ભર્યું. પ્રેમિકાને ૪ વર્ષનો પુત્ર હતો પ્રેમી સાથે આત્મહત્યા કરતા બલકે તેની મતા ગુમાવી પ્રાપ્ત વિગત મુજબ શાપર રહેતા જયેશ ભીખાભાઇ ભાસુર નામના ૨૨ વર્ષના યુવાન અને ગીતા ઉર્ફે આરજુ જગદીશભાઇ રાઠોડ નામની ૨૬ વર્ષની પરિણીતાની વિરપુર-કાગવડ વચ્ચેથી ટ્રેન નીચે કપાયેલી હાલત માં લાશ પડી હોવાની રેલવે સ્ટાફ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ગોહેલ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસની તપાસ દરમિયાન મૃતક બંને શાપર-વેરાવળના હોવાની ઓળખ મેળવ્યા બાદ બંનેના પરિવારને બંનેના આપઘાત અંગે જાણ કરી હતી ત્યારે જયેશ અને ગીતા એક જ કારખાનામાં સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જયેશ અને ગીતા બંને એક જ જ્ઞાતિના છે અને બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો પરંતુ ગીતા પરિણીત હોવાથી અને તેને ચાર વર્ષના પુત્ર હોવાથી જયેશ અને ગીતા વચ્ચે લગ્ન શકય ન હોવાથી બે દિવસ પહેલાં ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગયા હોવાનું બહાર આવ્યું છે.જયેશ અને ગીતાની પરિવારજનો શોધખોળ કરતા હતા તે દરિમાન બંનેના મૃતદેહ વિરપુર-કાગવડ વચ્ચે રેલવે ટ્રેક પરથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડયાની પોલીસ દ્વારા બંનેના પરિવારને જાણ કરી બંને લાશના પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા. મૃતક ગીતાબેનને ચાર વર્ષના એક પુત્ર છે તેને માતાની મમતા ગુમાવી દેતા પરિવારમાં કરૂણાંતિકા સર્જાય છે.

વધુમાં વાંચો… અધેવાડા ના પિતા-પુત્રએ ભાગીદારના રૂા.૬૫ લાખ અને જમીન પડાવી લીધી

અધેવાડાના પિતા-પુત્રએ ભાગીદારના રૂા.૬૫ લાખ અને જમીન પડાવી લીધી ભાવનગર ના સરદાનગર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનો વ્યવસાય કરતા આધેડને ભાગીદાર તેમજ તેનાપુત્રએપ્રથમપ્લોટીંગમાં ભાગીદારી રાખ્યા બાદ પોત પ્રકાશી રૂા.૬૫ લાખ રોકડ રકમ, પત્નીના ઘરેણાં વહેંચાવી રોકડ અનેજમીનના બળજબરીથી સાટાખત કરાવી લઈ મારી નાંખવાની ધમકી આપી હતી. પત્નીના દાગીના વહેંચાવી નાંખ્યા, જમીનનો દસ્તાવેજ કરવા અને ફ્લેટનો કબજો આપવા ધમકી, માલપરની જમીનના સાટાખત કરાવી લીધા બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૯માં ૮૬૬ વાર જમીન આઠ શહેરના સરદારનગર, ઉપનિષદ-૪, હજાર અને ૯૯૮ વાર જમીન પાંચમા માળે, ફ્લેટ નં.૫૦૧માં રહેતા રૂા.૧૦,૦૮૦લેખે વહેંચવાનું બાનું લીધા રૂપેશભાઈ ઘનશ્યામભાઈ જોષી બાદ ખીમજી સાચપરા અને તેના પુત્ર (ઉ.વ.૪૫)એ વર્ષ ૨૦૧૩માં અધેવાડા મહેશ ખીમજીભાઈ પટેલે આ જમીન ગામે રહેતો ખીમજી વલ્લભભાઈ સાચરા રૂા.૧૨,૦૦૦લેખે વહેંચવાનું કહી ખોટની સાથે તેની અધેવાડા સર્વે નં. ૫૯પૈકી૪ની સાડા બાર વીઘામાં પ્લોટ પાડવા જમીન રિ-ડેવલપમેન્ટ માટે રાખી હતી. જેમાં બન્ને પાર્ટનર વચ્ચે રિ-ડેવલપમેન્ટનો ખર્ચ અને જમીનનો ખર્ચ કાઢ્યા બાદ જે નફો વધે તેમાં ૩૩ ટકાનો ભાગ રૂપેશભાઈને આપવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ રકમ રૂા.૫૪ લાખ આધેડને ભોગવવા અને તે રકમ છ મહિનામાં ચુકવી આપવા જણાવ્યું હતું.

દરમિયાનમાં બન્ને પિતા- પુત્રએ ધમકાવી ખોટના રૂા.૬૫ લાખ રોકડા પડાવી લઈ રૂપેશભાઈની માલપર ગામે આવેલ જમીનનો બળજબરીથી દબાણ કરી સાટાખત કરાવી લીધો હતો. વર્ષ ૨૦૧૭માં ખીમજી સાચપરાને પૈસાની આ પછી પણ શખ્સોએ તેઓના પત્નીના જરૂરિયાત ઉભી થતાં કેટલીક જમીન ખોટ અંદાજે ૬૩ તોલા દાગીના કીરે તીનપતી કઝિયાનમાં ૨કમ પણ પડાવી લઈ ગત તા.૨૫-૧૧- ૨૨ના રોજ ફરિયાદીના ઘરે આવી જમીનનો દસ્તાવેજ કરી આપવા દબાણ કરી અને દસ્તાવેજન કરી આપે તો કબજો લઈ લેવાની તેમજ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફ્લેટનો ભાગીદાર પિતા-પુત્રોની ધમકી અને જમીન, રકમ પડાવી લેવાના ત્રાસથી કંટાળી આખરે રૂપેશભાઈ જોષીએ ગઈકાલે શનિવારે મોડી રાત્રિના સમયે સ્થાનિક ઘોઘારોડ પોલીસ મથકમાં પિતા-પુત્ર મહેશ ખીમજીભાઈ પટેલ, ખીમજી વલ્લભભાઈ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બન્ને સામે આઈપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી .

વધુમાં વાંચો… જાણો ગત વખતે બીજા તબક્કામાં કેટલા ટકા થયું હતું મતદાન, ભાજપ-કોંગ્રેસને કેટલા ટકા વોટ મળ્યા હતા.

2017માં આ 93 બેઠકો પર 70.76 ટકા મતદાન થયું હતું. ત્યારે આ વખતે વધુ મતદાનને લઈને આશા છે. ગત વખતે ભાજપ-કોંગ્રેસ એ બે મોટા પક્ષો મેદાને હતા આ વખતે પ્રથમચ વખત આપ પાર્ટી પણ મેદાને છે.

પ્રમથ તબક્કાનું મતદાન 1 ડીસેમ્બરે પૂર્ણ થયું છે પ્રથમ તબક્કામાં લોકોનો નીરસ પ્રતિસાદ જોવા મળ્યો છે. કેમ કે, 2012માં 70 ટકાથી વધુ મતદાન થયું હતું. વોટરો વધ્યા છે પરંતુ મતદાન ઓછું થયું છે. ત્યારે આજે બીજા તબક્કાનું મતદાન છે ત્યારે બીજા તબક્કામાં અત્યારે 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગત વખતે 2017માં 70 ટકાથી વધુ મતદાન થયું હતું જેથી આ વખતે વધુ મતદાનને લઈને આશા છે પરંતુ પ્રથમ તબક્કામાં વધુ મતદાન જોવા નથી મળ્યું ત્યારે ઈલેક્શન કમિશને પણ મતદાનને લઈને અવેરનેસ કાર્યક્રમો ચલાવ્યા હતા.

2017માં આ 93 બેઠકો પર 70.76 ટકા મતદાન થયું હતું જ્યારે 2017માં બંને તબક્કામાં 69 ટકા મતદાન થયું હતું. 2017માં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાજપને 46.86 ટકા અને કોંગ્રેસને 42.83 ટકા વોટ મળ્યા હતા. જો કે, આ વખતે આપ પાર્ટી સિવાય એઆઈએમઆઈએમ એ પણ 13 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે જેમાં લઘુમતી પ્રભૂત્વ ધરાવતી બેઠકો પર તેમને ઉમેદવારો મેદાને ઉતાક્યા છે. ત્યારે આ વખતે વોટ શેર છે તે વેચાઈ શકે છે.

પ્રથમ તબક્કામાં આ વખતે 2.35 કરોડમાંથી 1.61 કરોડે કર્યું મતદાન – પ્રથમ તબક્કામાં 1.51 કરોડ લોકોએ 2017માં મતદાન કર્યું હતું જ્યારે આ વખતે 2022માં પ્રથમ તબક્કામાં વોટર્સ પણ વધ્યા છે જેથી મતદારોની સંખ્યા 1.61 કરોડ જેટલી હતી જેમને મતદાન કર્યું હતું. જો કે, કુલ મતદારો પ્રથમ તબક્કામાં 2.35 કરોડ આસપાસ હતા 19 જિલ્લામાં મતદાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here