ધારાસભ્યો ૧૯ ડિસેમ્બરે શપથ લેશે , ૨૦ ડિસેમ્બરે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે

14 Dec 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે. ત્યારે ચૂંટાયેલા આ પ્રતિનિધિઓ ૧૯ ડિસેમ્બરે ધારાસભ્ય પદના શપથ લેશે. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. જે પછી ૨૦ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. એક દિવસીય સત્રમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી થશે. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી, રમણ વોરા, ગણપત વસાવાના નામ ચર્ચામાં છે. ૧૯ અને ૨૦ ડિસેમ્બરે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રહેશે. તમામ ધારાસભ્યોની શપથવિધીનું આયોજન કરવામાં આવ્યુ છે.

વિધાનસભાના હાઉસ આવેલા છે ત્યાં જ શપથવિધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રોટેમ સ્પીકર આ શપથવિધી કરાવતા હોય છે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકર એટલે કે ધારાસભ્યોમાં જે સિનીયર હોય છે,તે આ શપથવિધી કરાવે છે. ધારાસભ્યો ૧૯ ડિસેમ્બરે શપથ લેશે , ૨૦ ડિસેમ્બરે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે ૧૯ ડિસેમ્બરે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ ધારાસભ્યોની શપથવિધી કરાવશે. તો સાથે જ સ્પીકરની વરણી કરવામાં આવતી હોય છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવા પણ રેસમાં છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.

વિધાનસભા અધ્યક્ષની જા વાત કરવામાં આવે તો તેમનું મહત્વ વિધાનસભા પુરતુ હોય છે. અથવા તો જ્યારે પણ પક્ષ પલટા થતા હોય છે, એક પક્ષમાંથી કોઇ અન્ય પક્ષમાંથી જતુ હોય એટલે કે તોડ જાડની જે રાજનીતિ થાય છે તે સમયે વિધાનસભા પદના અધ્યક્ષનું મહત્વ હોય છે. બાકી સમયમાં વિધાનસભા અધ્યક્ષનું મહત્વ નથી હોતુ. એટલે બાર મહિનામાં એક મહિનો વિધાનસભા અધ્યક્ષનું મહત્વ રહેતુ હોય છે. ત્યારે આ પદ માટે સૌથી મોખર શંકર ચૌધરીનું નામ ચાલી રહ્યુ છે. શંકર ચૌધરીને જા વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવે તો કહી શકાય છે કે તેમને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા, કેમ કે તે પોતે બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. જા કે સમગ્ર ચૂંટણી દરમિયાન શંકર ચૌધરીના વિષયો આંખે ઉડીને આવેલા છે. પણ જા શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે સ્થાન મળે તો તેમને કોઇ મોટુ સ્થાન મળ્યુ તેવુ ન કહેવાય. જા તેમનો સમાવેશ કેબિનેટ કક્ષામાં થાય ત્યારે તેમને મોટુ સ્થાન મળ્યુ તેવુ કહેવાઇ શકે છે. બીજી તરફ વિધાન સભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાનું નામ પણ ચાલી રહ્યુ છે. આ બંને પહેલા વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે.તો વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.

વધુમાં વાંચો… જામનગરમાં જાહેરમાં ઘોડી પાસા ફેકી જુગાર રમતા પાંચ સખ્સો પકડાયા

જામગનરમાં ધુવાવનાકા બહાર ગઢની રાંગ પાછળ જાહેરમાં ઘોડી પાસા ફેકી જુગાર રમતા પાંચ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે તામામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૧૦ હજાર ઉપરાંતની રકમ કબજે જુગાર ધારાઓ મુજબ ફરિયાદ નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં ધુવાવનાકા બહાર ગઢની રાંગ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની સીટી એ ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે જાહેરમાં ઘોડીપાસા ફેકી જુગાર રમી રહેલ મોઇન ઇકબાલભાઇ બકાલી જાતે મેમણ ઉ.વ ૨૨ ધંધો મજુરી રહે. ધંધો મજુરી રહે. ધાંચીની ખડકી વહેવારીયા મસ્જીદ પાસે જામનગર, મકસુદભાઇ ઇબ્રાહીમભાઇ ખફી જાતે સુમરા ઉ.વ ૩૬ ધંધો મજુરી રહે. ટીટોડીવાડી શેખભાઇ વાળી ગલીમા ખોજાના નાકે જામનગર, એજાઝભાઇ અબ્દુલભાઇ મીઠવાણી જાતે ગરાણા ઉ.વ ૨૫ ધંધો રી.ડ્રા રહે. મોટાપીરનો ચોક રંગુનવાલા હોસ્પિટલ સાટીવાડ જામનગર, ફેઝલભાઇ હસનભાઇ લાઇજી જાતે આરબ ઉ.વ ૨૨ ધંધો મજુરી રહે. મોટાપીરનો ચોક ટીટાફળી જામનગર, રીયાઝભાઇ હાસમભાઇ ચૌહાણ જાતે સંધી ઉ.વ ૩૮ ધંધો ડ્રાઇવીંગ રહે. કાલાવડ નાકા બહાર મકવાણા સોસાયટી આરબજમાતખાના પાછળ જામનગર વાળા સખ્સોને આબાદ પકડી પાડ્યા હતા. તમામ આરોપીઓએ જાહેરમા ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમતા હતા. પોલીસે તમામના કબ્જા માંથી રૂપિયા ૧૦,૨૫૦ની રોકડ કબજે કરી અટકાયત કરી જુગારધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here