
10 May 23 : ઇચ્છા હોય તો કચરામાંથી પણ કંચન બનાવી શકાય છે. આ કહેવતને સાર્થક બનાવવાનું કામ નવસારી પાલિકાએ કર્યું છે. જણાવી દઈએ કે નવસારી શહેરમાં આવેલા શાકભાજી માર્કેટ અને APMCમાંથી રોજ સેંકડો કિલો કચરો ભેગો થાય છે. ત્યારે આ કચરાના નિકાલ માટે અને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પાલિકા દ્વારા 19 લાખ રૂપિયાના ખર્ચે 1 ટનનો ખાતર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ થકી 1 ટન કચરામાંથી 25 ટકા એટલે કે 250 કિલો ખાતર બનાવાશે.
નવસારીમાં આવેલા શાકભાજી માર્કેટ અને એપીએમસીમાંથી રોજ સેંકડો કિલો કચરો નીકળતો હોય છે, જેના કારણે ગંદકી થતા સ્થાનિક લોકો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ કચરાનો નિકાલ કરવો પાલિકા માટે પણ એક પડકાર હતો. પરંતુ, હવે પાલિકા દ્વારા રૂ.19 લાખના ખર્ચે 1 ટનનો ખાતર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટથી શાકભાજી માર્કેટ અને એપીએમસીમાંથી નીકળતા કચરાનો નિકાલ સરળતાથી થઈ શકશે. માહિતી મુજબ, હાલ શાકભાજી માર્કેટમાંથી રોજ અંદાજે 700થી 800 કિલો અને APMCમાંથી રોજ 300થી 400 કિલો કચરો પાલિકા દ્વારા એકત્ર કરાઈ રહ્યો છે. ત્યારે હવે ખાતર પ્લાન્ટ થકી 1 ટન કચરામાંથી 25 ટકા એટલે કે 250 કિલો ખાતર બનાવાશે. ખાતરનો ઉપયોગ પાલિકા હસ્તકના બાગ અને શાળાઓના બાગમાં કરાશે. ઉપરાંત, બચેલા ખાતરને નજવી ભાવે ખેડૂતોને આપવામાં આવશે. અગાઉ 16 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ લગાવ્યોસ, જે હાલ જર્જરિત અવસ્થામાં છે. ઉલ્લેખનીય છે કે, 19 વર્ષ પહેલા પણ કચરામાંથી કંચન બનાવવા માટે પાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં જ અંદાજે રૂ.16 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, અધિકારીઓની અણઆવડતને કારણે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થઇ શક્યો નહીં અને આજે જર્જરિત અવસ્થામાં છે. ત્યારે હવે વેપારીઓ દ્વારા આ 1 ટનના ખાતર પ્લાન્ટની સ્થિતિ પણ આવી ન થયા તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. જો કે, ખાતર પ્લાન્ટ લાગવાથી હાલ વેપારીઓમાં ખુશીનો માહોલ છે.
વધુમાં વાંચો…રાજકોટ : જેલની સજા ભોગવી આવનાર યુવકને નોકરી નહિ મળે તેમ વિચારી ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીએ મંડળીમાંથી લીધેલી લોનમાં ચેક બાઉન્સ થતા જેલવાસ ભોગવી આવેલા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બેંકમાં નોકરી કરતા યુવકે આગળ નોકરી મળશે કે કેમ તેની ચિંતામાં જીવન ટૂંકાવ્યું હોવાનુ સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા સ્લમક્વાર્ટરમાં રહેતાં રવિભાઈ ચમનભાઈ પઢીયાર (ઉ.વ.35) નામના બેંક કર્મચારી એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સરપદળ ગામમાં આવેલી દેના બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવતાં રવિભાઈ ગઈકાલે રાત્રે પોતાના ઘરે આઠ વાગ્યાની આસપાસ પરિવાર સાથે જમ્યા બાદ પોતાના રૂમમાં જઈ પંખાના હુકમાં સાફાની ચુંદડી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પડોશીએ બારીમાંથી જોતાં યુવક લટકેલી હાલતમાં જોવા મળતાં ઘર બહાર બેસેલ તેની પત્નીને જાણ કરી હતી. જેથી પરિવારે 108ને જાણ કરી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પેહલાં જ યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતકે એક મંડળીમાંથી લોન લીધી હતી. જેના હપ્તાના આપેલા ચેક બાઉન્સ થતાં મંડળીએ તેની પર પોલીસ કેસ કર્યો હતો. જે મામલે તેને 15 દિવસ જેલમાં રહ્યા બાદ ગત તા.1લી મેના જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો. જે બાદ તેને નોકરીમાં હાજર થવા માટે બેંક તરફથી કાગળીકીય માહિતી માંગતા તે ચિંતામાં રહેતો હતો. જેથી નોકરી પરત નહીં મળે તો તેની ચિંતા માં અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને તેમનાં લગ્ન સાત વર્ષ પહેલાં થયાં હતાં અને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
વધુમાં વાંચો… અમદાવાદમાં બાપુનગર ખાતે વિકાસ એસ્ટેટમાં ગઈકાલે આગ લાગ્યા બાદ પણ ફાયરની કામગિરી ચાલું

આગની ઘટનાના 16 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગિરી ચાલું રહી હતી. આગ અત્યારે સંપૂર્ણ કાબુમાં છે પરંતુ કુલિંગની કામગિરી ચાલું રખાઈ હતી. આજે ફાયરની અન્ય 4 ગાડીઓ કામે લાગી હતી. જેમાં એસ્ટેટના આગળ અને પાછળના ભાગેથી ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.ગઈકાલ સાંજે 4 જેટલી કંપની અને 20 જેટલી દુકાનોમાં આગની ઘટના બની હતી. આગની આ ઘટનામાં એડિશન ચીફ ફાયર ઓફિસર સહીત 6થી વધુ લોકો ગઈકાલે ઘાયલ પણ થયા હતા. ગઈકાલે અમદાવાદમાં બાપુનગરની આગ વિકરાળ બની હતી. 25 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ગઈકાલે આગના કારણે ફફટાડ પેઠો હતો. કેમ કે, ગઈકાલે મોટી જહેમત બાદ આગ પર કાબુ મએળવાયો હતો. અમદાવાદામાં બાપુનગર વિસ્તારના વિકાસ એસ્ટેટમાં આગની ઘટના ફટાકડાની ફેક્ટરીમાં બની હતી. ગઈકાલે 1 કિમી સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા. આગ લાગવાનું કારણ હજૂ પણ અકબંધ છે. ચારેકોર ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ડેપ્યુટી મનપા કમિશનર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમને સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગઈકાલે ફટાકડાના કારણે બ્લાસ્ટ થતા હોય તેવા અવાજો આવતા હતા. છે. આગની ઘટના બેકાબુ બનતા આજુબાજુની સોસાયટીના લોકોને ખસેડવામાં આવ્યા હતા અનેક ગોડાઉન સુધી આગના ગોટેગોટા ઉડ્યા હતા જેથી ગઈકાલ રાત સુધી પાણીનો મારો તેમજ અને કુલિંગની કામગિરી કરાઈ હતી જે આજે સવારે પણ શરૂ રખાઈ હતી. 16 કલાક બાદ પણ કામગિરી કુલિંગની શુરુ રખાઈ હતી.
વધુમાં વાંચો… પાટણમાં 1 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાટણ શહેર-1 અને 2 પેટા વિભાગીય કચેરીઓનું ઉર્જા મંત્રીના હસ્તે લોકાર્પણ

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇનાં વરદ હસ્તે પાટણમાં વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીઓ પાટણ શહેર-1 અને 2 નું 100.04 લાખનાં ખર્ચે લોકા ર્પણ કરવામાં આવ્યું હતુ. મંત્રીએ રીબીન કાપીને 600 ચો.મી.બાંધકામ એરિયા સાથેનાં આ અદ્યતન નવીન મકાનને ખુલ્લું મૂક્યું હતુ. ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. દ્વારા આયોજીત આજના લોકાર્પણ કાર્યક્રમમાં પાટણ શહેર-1 અને શહેર-2 ની પેટા વિભાગીય કચેરી દ્વારા શહેરમાં 68757 જેટલા વીજ ગ્રાહકોને 30 ફીડરો દ્વારા અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. અગાઉ વીજ સંબંધિત પ્રશ્નો માટે પાટણનાં લોકોને મહેસાણા જવું પડતું હતુ પરંતું હવે આ પેટા વિભાગીય કચેરી દ્વારા પાટણમાં જ તમામ પ્રશ્નોનું નિરાકરણ થઇ જશે. લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, દેશમાં જ્યોતિગ્રામ થી શરૂ કરીને અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કાર્બન એટલે કે રીન્યુએબલ એનર્જી વિશે વાત કરી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં ગુજરાત 50% વીજળી સૌર અને વીજળીથી મેળવશે. આજે ગુજરાત 81% રૂફટોપ સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે જે આપણાં સૌ માટે ગૌરવની વાત છે. પાટણનાં લોકોને આજે 108 મેગા વોટ સૌર વીજળીથી 5 કરોડ 78 લાખની રાહત મળી છે. આગામી સમયમાં પાટણમાં 4 નવા સબસ્ટેશન બનશે જેનાં થકી પાટણવાસીઓને ઘણો ફાયદો થશે. વીજળીનો સપ્લાય સાતત્યપુર્ણ રહે તે માટે પાટણ જિલ્લાને 345 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉર્જા વિભાગ આપ સૌ સાથે છે અને સૌના સહકારથી ઉત્તર ગુજરાત વીજકંપની સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે રહેશે.
લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજનો દિવસ આપણાં સૌ માટે આનંદનો દિવસ છે. આજના દિવસે પાટણવાસીઓને મોટી ભેટ મળી છે. પહેલા વીજળીને લગતા કેટલાક પ્રશ્નો માટે મહેસાણા જવું પડતું હતુ પરંતુ આ બે નવીન પેટાવિભાગીય કચેરીઓના લોકાર્પણથી પાટણમાંજ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. આજે રાજ્ય સરકાર દરેક માનવીને વીજળી મળી રહે તે માટે સારામાં સારું કાર્ય કરી રહી છે. ગુજરાતમાં 24 કલાક વીજળી મળી રહી છે. ખેતીકામમાં ઉદ્યોગ ક્ષેત્રે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા કાર્ય કરવામાં આવે છે. હવે દિનપ્રતિદિન વીજળી ક્ષેત્રે ગુજરાતમાં પ્રગતિ થઇ રહી છે. નવીન બાંધકામ થયેલ પાટણ શહેર-1 અને શહેર-2 સબડિવીઝન સમગ્ર પાટણ શહેરમાં 68757 જેટલા વીજ ગ્રાહકોને 30 ફીડરો દ્વારા અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. કુલ 299 કિલો મીટર એચ.ટી.લાઈન પૈકી 29 કિલો મીટર અન્ડરગ્રાઉન્ડ કેબલ. 66.88 કિ.મી. અન્ડરગ્રાઉન્ડ કેબલ કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ.યોજનામાં રૂ.10.79 કરોડના ખર્ચે સુચિત છે. 448 કિ.મી. LT લાઇન તેમજ 1434 વીજ ટ્રાન્સફોર્મરનો સમાવેશ.