26 Aug 22 : મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે ડ્રગ્સ મામલે મોટા બિઝનેસમેનનું નામ સામે આવ્યું છે. રાજધાની દિલ્હીના બિઝનેસમેન એવા કબીર તલવારનુ નામ સામે આવ્યું છે. જેથી આ મામલે  કબીર સહીત સહિત બેની ધરપકડ કરાઈ છે. કબીર તલવાર દિલ્હીમાં મોખરાની પબ ચલાવે છે. નાની ઉંમરે બિઝનેસ મેનની સફર તેણે શરૂ કરી હતી. જેથી બિઝનેસમેનની મુશ્કેલી ઓ વધી શકે છે.

ગુજરાતની સરહદો પર ડ્રગ્સ મામલે એક પછી એક મુદ્દામાલ જપ્ત કરી સુપડા સાફ કરી દેવામાં આવ્યા છે ત્યારે ગત વર્ષે મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો હેરોઈને કબ્જે કરાયું હતું જે મામલે બેની ધરપકડ થઈ છે જેમાં કબીર તલવારનું નામ સામે આવતા ચકચારી મચી ગઈ છેય હેરોઈનની મોટા પ્રમાણમાં ડિલીવરી, ખરીદીમાં કેટલાક વિદેશીઓ પણ સામેલ હતા. રીપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કબીર તલવાર અફઘાનિસ્તાની નાગરિકો દ્વારા ડ્રગ્સ ખરીદી, દુબઈના રસ્તે પૈસા મોકલી રહ્યા હતા.

કબીર તલવાર મળતી વિગતો અનુસાર રેસ્ટોરન્ટ, પબનો માલિક. એક સાથે  7  પબ ચલાવતા કબીર તલવાર સહીત અન્ય બેની ધરપકડ કરાઈ છે. NIAએ મુંદ્રા પોર્ટ ડ્રગ હેલ કેસમાં તેની ધરપકડ કરી છે. એનઆઈએ દ્વારા 20 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કબીર તલવારની આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવી શકે છે. જેમાં કેટલાક અન્ય નામો પણ ખૂલી શકે છે. ગુજરાતમાં અત્યારે સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડવું ડ્રગ્સ ડીલરોને મોંઘુ પડી રહ્યું છે ત્યારે આ પ્રકારે મોટા નામો પણ ખૂલી રહયા છે.