
મધ્યપ્રદેશ સ્થિત બાગેશ્વર ધામના વડા અને હિન્દુ આઈકોન પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હિન્દુ ધર્મનો વ્યાપ વધે તે માટે એક ધરીને નીકળ્યા છે ત્યારે આપણા સૌ હિંદુ સમાજની ફરજ છે કે તેમને પૂરું સમર્થન આપવું અને હિન્દુત્વના પ્રચાર પ્રસારને વેગવંતો બનાવવો. આ શબ્દો છે ક્ષત્રિય કરણી સેના પરિવારના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતના. ક્ષત્રિય કરણી સેના પરિવાર ના રાષ્ટ્રીય પ્રમુખ અને તેમની ટીમે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગદર્શન ખાતે આવેલા બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી. કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ઉપરાંત ખીરસરા આશ્રમ ના મહંત પૂજ્ય ભક્તિ સ્વામી,કરણી સેના રાજકોટના ચંદુભા પરમાર,ધીરુભાઈ ડોડીયા, મૌલિકભાઈ વાઢેર ,હિતુભા તેમ જ કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર ,સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા ભાજપના અગ્રણી મુરલીભાઇ દવે, રઘુભાઈ ધોળકિયા, સામાજિક અગ્રણી જયભાઈ ખારા, લેબર કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ આશિષભાઈ ટાંક સહિતના અગ્રણીઓ આવ્યા હતા અને આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું હતું. હિન્દવા સૂરજ સનાતન ધર્મરક્ષક મહાયોદ્ધા ક્ષત્રિય કુળભુષણ વીર શિરોમણી રાજાધીરાજ શ્રી મહારાણા પ્રતાપજી ની 483 મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા માં ભાગ લેવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજ શેખાવત,કરણી સેનાના સભ્યો રેસકોર્સ ખાતે મધ્યસ્થ કાર્યાલયમાં આવી પહોંચતા સમિતિના હોદ્દેદારો યોગીનભાઈ છનિયારા, ભરતભાઈ દોશી,વિજયભાઈ વાંક, કાંતિભાઈ ઘેટીયા વગેરેએ તેમને આવકાર્યા હતા. રાજ શેખાવતે આ પ્રસંગે કહ્યું હતું કે વિધર્મીઓના હુમલા સામે હિન્દુ સમાજ એ એક થવાની તાતી જરૂરિયાત છે ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિન્દુત્વનો ધ્વજ લઈને નીકળ્યા છે ત્યારે આપણા સૌની ફરજ તેમને સમર્થન આપવાની છે. કરણી સેના પહેલેથી જ તેમની સાથે છે અને ક્ષત્રિય તેમની સુરક્ષા માટે પણ કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યારે તો ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમો થઈ રહ્યા છે પરંતુ આવનારા દિવસોમાં વધુ સ્થળોએ તેમના કાર્યક્રમો યોજાય અને હિન્દુત્વનો વધુ પ્રચાર થાય તે જરૂરી છે. આ પૂર્વે કરણી સેના દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં બાગેશ્વર ધામ સમિતિના હોદ્દેદારો સર્વ યોગીન ભાઈ છનિયારા ભરતભાઈ દોશી અને કાંતિભાઈ ઘેટીયા વગેરે ગયા હતા અને કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજ શેખાવતનું અભિવાદન કર્યું હતું. બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયમાં ખીરસરા આશ્રમના મહંત પૂજ્ય ભક્તિ સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ કાર્યકરોને સંબોધન કર્યું હતું. પૂજ્ય ભક્તિ સામે કહ્યું હતું કે શ્રીલંકા જવા માટે જ્યારે ભગવાન રામ સેતુ બનાવી રહ્યા હતા ત્યારે એક નાની ખિસકોલી પણ પોતાનાથી બનતા પ્રયાસો કરતી હતી. આજે દરેક હિન્દુએ પણ ખિસકોલીની જેમ જ હિંદુત્વના પ્રચાર પ્રસાર માટે પોતાનાથી બનતા પ્રયાસો કરવાના છે. આજે હિન્દુ સમાજના આંગણે એક થવા માટેનો રૂડો અવસર આવ્યો છે ત્યારે સૌ કોઈ તન મન ધનથી આ સેવા કાર્યોમાં લાગી જાય કારણ કે હિન્દુત્વની વિરાસત ને જાળવી રાખવી આજના સમયમાં ખૂબ જ જરૂરી બની છે તેમ પણ પૂજ્ય ભક્તિ સ્વામીએ જણાવ્યું હતું. બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટના સભ્ય ગુણવંતભાઈ ડેલાવાળા એ પણ જરૂરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો ઉપસ્થિત રહે તે માટે પ્રચાર પ્રસાર ઉપર ભાર મૂક્યો હતો. રાજકોટમાં તારીખ પેલી અને બીજી જૂન એમ બે દિવસ માટે બાઘેશ્વર ધામના પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિન્દુ આઈકોન છે અને હાલમાં દેશભરમાં પ્રવાસ કરીને હિન્દુત્વનો ધ્વજ લહેરાવી રહ્યા છે. હાલમાં મધ્યપ્રદેશમાં તેમની હનુમાન કથા ચાલી રહી છે અને ત્યાંથી પણ તેઓ સમગ્ર દેશ અને દુનિયાને હિન્દુત્વનો સંદેશો પાઠવી રહ્યા છે. રાજકોટમાં યોજાનારા પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સત્સંગ માં દોઢ લાખ જેટલા લોકો ખૂંટી પડે તેવી ધારણા છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે.
વધુમાં વાંચો… ‘નગરસેવકો’ લગ્ન પ્રસંગમાં, જુનાગઢવાસીઓની સમસ્યાઓ હાંસિયામાં – મહત્વની બેઠક જ ન મળી
જુનાગઢ શહેરના વિવિધ કામો અંગે તારીખ 23 મેના મનપા ખાતે સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી સ્થાયી સમિતિની બેઠકમાં માત્ર ત્રણ સભ્યો જ હાજર રહ્યા હતા 12 સભ્યોની સ્થાયી સમિતિમાં ઓછામાં ઓછા કોરમ પૂર્ણ કરવા માટે પાંચ સભ્યો હાજર હોવા જોઈએ પરંતુ પાંચને બદલે ત્રણ જ સભ્યો હાજર હતા. 9 સભ્યો ગેરહાજર હોવાના કારણે કોરમ પૂર્ણ ન થતા બેઠક મુલતવી રાખવામાં આવી હતી? સ્થાયી સમિતિની બેઠકમાં 9 સભ્યો ગેરહાજર રહેવા અંગે મોટાભાગના સભ્યો લગ્ન પ્રસંગ અને અન્ય કામમાં હોવાથી બેઠકમાં હાજર રહ્યા ન હતા. સ્થાયી સમિતિના ચેરમેન બીમારી સબબ હજુ રજા પર છે જ્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સ્થાયી સમિતિના સભ્યોને તારીખ અંગે જાણ કરવામાં આવતી હોય છે પરંતુ હાલ લગ્નની સિઝન ચાલતી હોય મોટાભાગના સભ્યો પ્રસંગોમાં હોવાથી ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય નિયમ પ્રમાણે સ્થાયી સમિતિમાં 12 સભ્યો હોય છે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવા માટે ઓછામાં ઓછા પાંચ સભ્યોની હાજરી હોવી જરૂરી હોય છે જોકે માત્ર ત્રણ જ સભ્યો હાજર રહ્યા હતા જેના કારણે સ્થાયી સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવી હતી આમ કુલ સભ્યોના 75% સભ્યો ગેરહાજર રહ્યા હતા.
વધુમાં વાંચો… રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસે જાંબાળા ગામે લોકડાયરો યોજાયો સંતો મહંતો સહિત રાજકીય સામાજીક આગેવાનોએ શુભેચ્છા પાઠવી

રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસે જાંબાળા ગામે લોકડાયરો યોજાયો સંતો મહંતો સહિત રાજકીય સામાજીક આગેવાનોએ શુભેચ્છા પાઠવી શિહોરના જાંબાળા ગામે રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે લોકડાયરો યોજાયો. આ તકે મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરામાં કલાકાર શ્રી માયાભાઈ આહીર ઉમેશભાઈ બારોટ, બ્રીજરાજ ગઢવી, ઉર્વશીબેન રાદડીયા વગેરે કલાકારોએ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી. આ સાથોસાથ આતેશબાજી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મંત્રીશ્રી એ આ તકે જણાવ્યું હતું કે પોતાને મળેલી જવાબદારી સાથે લોકઉપયોગી કર્યો અવિરત ચાલુ રહેશે, અંતે મંત્રી એ “ઝૂંપડીએ કોક તો જાજો ” ભજનની બે પંક્તિનું ગાયન કર્યું હતું. મંત્રીશ્રી તેઓના વક્તવ્ય દરમ્યાન ભાવુક થયા હતા. આ તકે સંતો મહંતો એ ઉપસ્થિત રહીને મંત્રીશ્રીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ લોકડાયરામાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાણા, આર.સી.મકવાણા તેમજ રાજકીય સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.
વધુમાં વાંચો.. જૂનાગઢમાં ગુમ કિશોરની ક્રૂર હત્યા, ઉપરકોટની ઝાડીમાંથી મૃતદેહ મળ્યો, કિશોરના માથા અને શરીર પર ઇજાના નિશાન
જૂનાગઢના ધારાગઢ રોડ વિસ્તારમાં રહેતો માહિર ઈકબાલભાઈ કાદરી ઉંમર વર્ષ 13 નામનો કિશોર ગઈકાલે ઘરે આવ્યો ન હતો તેના પરિવારે તપાસ કરવા છતાં તેનો કોઈ પતો મળ્યો ન હતો માહિર ગુમ હોવાનો મેસેજ ગત સાંજે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો તેના પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી. આ દરમિયાન આજે સવારે જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આવેલા ઝાડી ઝાખરાઓમાંથી એક લાશ મળી આવી હતી આ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો આ લાશ ગુમ માહિરની હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેના પરિવારને જાણ કરી હતી તેના પિતા મજૂરી કામ કરે છે એસપી રવિતેજા વાસમ શેટ્ટી ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એલસીબી સહિતનો સ્ટાફ ઉપરકોટ પહોંચ્યો હતો. આ કિશોરની લાશની તપાસ કરતા તેના માથામાં તેમજ શરીરના ભાગ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા ઉપરાંત પશુઓએ ફાડી ખાતા તેનો હાથ ગાયબ હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડાયો હતો. આસપાસ સીસીટીવી કેમેરા નહીં હોવાથી પોલીસને તપાસમાં એ મદદ મળી નથી.
આ પણ વાંચો… ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીએ કહ્યું- ચટકે કી ચાટ, જયપુરની જલેબીનો કોઈ જવાબ નથી…
https://gujaratherald.in/in-australia-pm-modi-said-there-is-no-answer-to-jaipurs-jaipur-jalebi/
વધુમાં વાંચો… રાજકોટ જિલ્લામાં ૨૦૭૧ દિવ્યાંગોનો ફ્રી ટ્રાવેલ એસ.ટી. બસ પાસ મંજૂર
રાજય સરકાર દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓનું અમલીકરણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવે છે,રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થના શેરસીયાના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં તા.૧.૪.૨૨ થી તા.૨.૨.૨૩ સુધી આવેલ અરજીઓમાંથી ૨૦૭૧ દિવ્યાંગોની ફ્રી ટ્રાવેલ એસ.ટી. બસ પાસ અંગેની અરજીઓ મંજૂર કરાઇ હતી. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં આવેલ કુલ અરજીઓ ૨૩૯૩૧ છે.
૨૧ પ્રકારની ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યકિતઓ એસ.ટી.માં વિના મૂલ્યે મુસાફરી કરવાની યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા દિવ્યાંગોને આવકની કોઇ પણ મર્યાદા ધ્યાને લીધા વગર આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માગતા દિવ્યાંગોએ સરકારી તબીબનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવાતું પ્રમાણપત્ર, આધારકાર્ડની પ્રમાણિત નકલ, સ્ટેમ્પ સાઇઝનો ૧ (એક) ફોટો, રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ, ગુજરાત રાજ્યના કાયમી વસવાટના પુરાવા, બ્લડગ્રુપનો દાખલો, વગેરે દસ્તાવેજો સાથેની અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે. દિવ્યાંગ વ્યકિત સાથેનાં સહાયકને નિયમ મુજબ દિવ્યાંગતાની ટકાવારી મુજબ ટિકીટમાં રાહત મળવાપાત્ર થશે. દિવ્યાંગનું ઓળખકાર્ડ ખોવાઈ જાય તો આ અંગેની અરજી કરવાથી નવું ઓળખકાર્ડ મળી રહેશે, રદ કરવા પાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખોવાઇ ગયેલ પાસ માટે પોલીસ ફરીયાદની નકલ અથવા સોગંદનામું રજૂ કરવાનું રહેશે. એસ.ટી.માં વિના મૂલ્યે મુસાફરી કરવાની યોજનાનો લાભ મેળવવા માગતા દિવ્યાંગો પોતાની જાતે પણ ઓનલાઇન અરજી samajkalyan.gujarat.gov.in પર કરી શકશે.
વધુમાં વાંચો… દાહોદ – કુલ રૂા. ૪૪,૪૪૮ના પ્રોહી જથ્થા ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૪૪,૪૪૮નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના રાબડાળ ગામે હાઈવે રોડ પરથી પોલીસે એક ઈકો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૪૪,૪૪૮ના પ્રોહી જથ્થા ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૪૪,૪૪૮નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રાબડાળ ગામે દાહોદ અમદાવાદ ઈન્દૌર રોડ પર નાકાબંધી કરી આવતાં જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈકો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યારે પોલીસને દુરથી જાેઈ ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૪૪,૪૪૮ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૪૪,૪૪૮નો મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રાબડાળ ગામે દાહોદ અમદાવાદ ઈન્દૌર રોડ પર નાકાબંધી કરી આવતાં જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈકો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યારે પોલીસને દુરથી જાેઈ ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૪૪,૪૪૮ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૪૪,૪૪૮નો મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં વાંચો… સરકારના નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરવી ફરજીયાત બની
જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એસઓજી પી.આઈ.એમ.એમ.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા ચેકિંગનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ અંગે પીઆઇએ જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને સુરક્ષાના કારણોસર વખતોવખત જાહેરનામા બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત હાલ શહેરમાં અનેક કાયદાકીય જોગવાઈ ઓ મુજબ ચેકિંગ અંગેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં છેલ્લા બે દિવસમાં જુના વાહનોની લે વેચ કરનાર ધંધાર્થીઓને ત્યાં રજીસ્ટર નિભાવવામાં આવી રહ્યા છે કેમ કે તે અંગે તપાસ ચાલુ છે જેમાં બે દિવસમાં છ જેટલા ઓટો કન્સલ્ટન્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શનિવારે ચેકિંગ દરમિયાન ઝાંઝરડા ચોકડી પર આવેલા ચાર ઓટો કન્સલ્ટન્ટ સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. રવિવારે ચેકિંગ દરમિયાન વધુ બે ગુન્હા નોંધાયા છે જેમાં જુના વાહનોની લે વેચનું રજીસ્ટર નહીં નિભાવનારા એવા ઝાંઝરડા રોડ ઉપર દર્શન ઓટો કન્સલ્ટન્ટના સુરેશ જયંતિ આહુજા અને ઝાંઝરડા રોડ ઉપર ફર્સ્ટ ચોઇસ ઓટો અપના હિરેન રમેશ વાઘવાણી સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જુના રીપેરીંગમાં આવતા મોબાઈલ અંગે રજીસ્ટર નહીં રાખનારા ત્રણ મોબાઇલની દુકાનના સંચાલકો સામે ગુનો નોંધાયો છે