ભારતીયોની નવી પેઢીએ સરકાર પર વધાર્યું કામ કરવાનું દબાણ, મીડિયા પણ રહે સાવધાન: પૂર્વ PM મનમોહન સિંહ

09 Nov 22 : ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે મંગળવારે (8 નવેમ્બર) ના રોજ TIOL હેરિટેજ એવોર્ડ કાર્યક્રમમાં ઑનલાઇન ભાગ લીધો હતો. મનમોહન સિંહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે આર્થિક વિકાસ, સામાજિક પરિવર્તન અને રાજકીય સશક્તિકરણે ભારતીયોની નવી પેઢીની આકાંક્ષાઓને જાગૃત કરી છે, જે બદલામાં સરકારો પર દબાણ લાવી રહી છે. મીડિયાએ સતર્ક રહેવાની જરૂર છે અને શાસનની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે સરકારની ખામીઓને પ્રકાશિત કરવી જોઈએ. મનમોહન સિંહે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતીયોની એક સંપૂર્ણ નવી પેઢી ઉભરી આવી છે, જેઓ મહત્ત્વાકાંક્ષી છે અને સરકાર પર વધુ સારું કરવા અને પારદર્શક બનવાનું દબાણ વધારી રહી છે. નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતાં મનમોહન સિંહે કહ્યું કે તેઓ (આર્થિક) કટોકટી વચ્ચે રાજકારણમાં પ્રવેશ્યા હતા. વર્ષ 1991માં ભારત બાહ્ય મોરચે અનેક પડકારોનો સામનો કરી રહ્યું હતું.

‘1990-91ની કટોકટી યાદ જ હશે’

મનમોહન સિંહે કહ્યું, ‘તમારામાંથી મોટાભાગનાને 1990-91 માત્ર ચૂકવણી સંતુલનનું સંકટ યાદ હશે, પરંતુ આ કટોકટીની પૃષ્ઠભૂમિમાં એક ખૂબ મોટો પડકાર હતો અને તે હતો વૈશ્વિક બાયપોલર સિસ્ટમનું ભંગાણ.’ સિંહે જણાવ્યું હતું કે નાણામંત્રી તરીકે, તેમણે માત્ર રાજકોષીય નુકશાનમાં કમી લાવવાની હતી, આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવાની હતી, પણ રૂપિયો (ડોલર સામે મૂલ્ય) સ્થિર કરવા અને પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ લાવવાનું હતું.

‘મેં રાષ્ટ્રના હિતોનું રક્ષણ કર્યું’

મનમોહન સિંહે કહ્યું, ‘તે નાજુક સમયમાં મેં કહ્યું હતું કે આર્થિક મહાસત્તા તરીકે ભારતના ઉદભવના વિચારને આકાર આપવાનો સમય આવી ગયો છે. નાણામંત્રી તરીકે મેં સમાનતા અને ન્યાય માટે પ્રતિબદ્ધ રહીને રાષ્ટ્રના હિતોનું રક્ષણ કર્યું.’

લોકશાહીમાં મીડિયાની ભૂમિકા પર, ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું, ‘રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં મીડિયાએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે મીડિયા સતર્ક રહે અને તેના કારણે શાસનની કાર્યક્ષમતા સુધારવામાં મદદ મળે.’ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં એક કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં આવ્યા હતા.

વધુમાં વાંચો… આપ પાર્ટીના આ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચાર માટે આવશે, જાણો કોણ છે આ પ્રચારકો, 182નું લિસ્ટ પૂર્ણ થવાના આરે

આમ આદમી પાર્ટીએ 182 વિધાનસભામાં એક પછી એક ઉમેદવારોને ટિકિટ આપવાની પ્રક્રીયા પૂર્ણ થવાના આરે છે ત્યારે ચૂંટણીમાં પ્રચાર પણ બીજી તરફ આપ પાર્ટી જોર શોરથી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ મોડી રાત્રે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ, પંજાબ સરકારના બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માન, યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં પાર્ટી માટે પ્રચાર કરશે.

ગુજરાતના આ પ્રચારકો ઉતરશે મેદાનમાં

ગુજરાતના નેતાઓમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજસિંહ જાડેજા, પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઇનો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપે કુલ કુલ ઉમેદ વારોના આ નામો કર્યા જારી. 2 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધી તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 158 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 100 જેટલા દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે દર બે દિવસે ત્રણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here