
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રહેતા અને પંચાયત ચોકમાં ઓમેગા મોલ ધરાવતા વેપારીએ ઓનલાઇન પોણા કરોડનું રોકાણમાં ફ્રોડ થતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
ગઇ કાલે બપોરે ઘરે ન આવતા પત્ની મોલ પર તપાસ કરતા પત્નીએ પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઈ ગયા હતા. મૂળ માળીયા હાટીના તાલુકાના ખોરાસાગીર ગામના વતની યુવકે રાજકોટને કર્મભૂમિ બનાવી હતી અને ઓમેગા માર્ટ નામે મોલ ચલાવતા હતા. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં 150 ફીટ રીંગ રોડ પર રોયલ એલિગન એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 301માં રહેતા અને પંચાયત ચોક પાસે ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરની શેરીમાં ઓમેગા માર્ટ નામે મોલ ચલાવતા અલ્પેશભાઈ ભગવાનજીભાઈ કોરડીયા (ઉ.વ.29) નામના યુવાને પોતાના મોલની ઓફિસમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બાસલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અલ્પેશભાઈ કોરડીયા મૂળ માળીયા હાટીના તાલુકાના ખોરાસાગીર ગામના વતની હતા. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટને કર્મ ભૂમિ બનાવી ઓમેગા માર્ટ નામે મોલ શરૂ કર્યો હતો. એક સપ્તાહ પહેલા અલ્પેશભાઈએ ઓનલાઇન ઈ-બાય નામની કંપનીમાં રૂ.75 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ સમય જતાં વેપારી ને પોતાની સાથે ફ્રોડ થયાની ભીતિ સર્જાઈ હતી. જેથી તેઓએ પોતાના ભાગીદારોને રોકાણ અંગે વાત કરી હતી. ત્યારે તેમના ભાગીદાર દ્વારા પણ આવી કંપનીમાં રોકાણ ના કરાય તે અંગે વાતચીત થઈ હતી. ત્યાર બાદ અલ્પેશભાઇને ખોટી જગ્યાએ રોકાણ થઈ ગયું હોવાનું જાણ થતાં તેમના ભાગીદાર સાથે તેઓ શનિવારના રોજ સાયબર ક્રાઈમમાં એ.સી.પી. વિશાલ રબારીને મળવા ગયા હતા અને પોતાની સાથે થયેલા ફ્રોડ અંગે અરજી આપી હતી. જે અંગે પોલીસે ગુમાવેલી રકમ પરત મળી જશે તેવી સાત્વના પણ આપી હતી.તેમ છતાં પણ અલ્પેશભાઈ સતત ચિંતામાં રહેતા હતા અને પોતે પોણા કરોડ રૂપિયા ગુમાવી દીધા હોવાની દહેશત લાગતા ઓમેગા માર્ટ મોલની ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવક નિત્યક્રમ મુજબ બપોરે 1 થી 4 મોલ બંધ રાખતા હતા. પરંતુ ગઇ કાલે બપોરે અલ્પેશભાઈ ઘરે ન આવતા તેમના પત્ની રક્ષિતા બેને તેમને કોલ કર્યા હતા તેમ છતાં તેઓએ ફોન રિસિવ ન કરતા તેમના મિત્રો અને ભાગીદારો સાથે વાત કરી પતિની શોધખોળ હાથધરી હતી. તે દરમિયાન શોધખોળ કરતા કરતા તેમના પત્ની ઓમેગા માર્ટ સુપર માર્કેટ પહોંચ્યા હતા. જ્યાં પત્ની રક્ષિતા બેને ઓફિસમાં જોતા પત્ની અલ્પેશભાઈનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતક અલ્પેશભાઈ કોરડીયાએ આપઘાત પહેલા ત્રણ પેઇજની સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં પરિવારજનો અને મિત્રોની માફી માંગી હતી. લોકોમાં ઘટતા જતા ધૈર્યની ખામીના કારણે શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે.
વધુમાં વાંચો… જો તમે આ વસ્તુ કારમાં મુકો છો, તો કપાઈ શકે છે ભારે ચલણ, સાવચેત રહો
એક સમય હતો જ્યારે કાર પર ક્રેશ ગાર્ડ (બમ્પર) રાખવા એ લક્ઝરી હતી. વાહનોની સુરક્ષા માટે બમ્પર ગાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી અથડામણ દરમિયાન કારને કોઈ નુકસાન ન થાય. પરંતુ હવે તમે જોયું હશે કે અચાનક લોકોએ કારની આગળ બમ્પર લગાવવાનું બંધ કરી દીધું છે. તે જ સમયે, પાછળના ભાગમાં ઘણી કારમાં બમ્પર જોવા મળે છે. હકીકતમાં, વર્તમાન ટ્રાફિક નિયમો અનુસાર, કારના બમ્પર પર કોઈપણ પ્રકારના મેટલ ક્રેશ ગાર્ડ અથવા બુલ બાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસ બમ્પર ગાર્ડથી સજ્જ વાહનને જુએ કે તરત જ ચલણ ઇશ્યુ કરે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ, આ કરવા માટે ઓછામાં ઓછા વાહન માલિકને 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. મોટર વ્હીકલ એક્ટની કલમ 19/192 હેઠળ, કોઈપણ વાહન માલિક RTOની પરવાનગી વિના વાહનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવી શકે નહીં.
નથી ખુલી રહી એરબેગ. આગળના ભાગમાં વાહનોમાં લોખંડ કે સ્ટીલના પ્રથમ બમ્પર ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. જે બમ્પર્સને સુરક્ષિત રાખવા માટે સલામતી તરીકે ઉપયોગમાં લેવાતા હતા. લગભગ મોટાભાગના વાહન માલિકો તેને તેમના વાહનોના બમ્પરની આગળ અને વાહનના પાછળના ભાગમાં લગાવતા હતા. તેમનું માનવું હતું કે જ્યારે પણ વાહનનો અકસ્માત થાય છે ત્યારે આ રક્ષકો સૌથી પહેલા તેમની મદદ કરે છે. જો કે જ્યારથી વાહનોમાં એરબેગ ફરજિયાત કરવામાં આવી છે. ત્યારથી આ રક્ષકો રિવર્સ અકસ્માત દરમિયાન સલામતીને બદલે નુકસાન કરે છે. બમ્પર ગાર્ડના કારણે કારના એરબેગ સેન્સર યોગ્ય રીતે નીચે નથી પડતા. તેથી કારની અંદર બેઠેલા મુસાફરો માટે ખતરો વધી જાય છે. આવી સ્થિતિ માં બમ્પર ગાર્ડ લગાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
રાહદારીઓની સુરક્ષા માટે ખતરો. કાર બુલ ગાર્ડ કે ક્રેશ ગાર્ડનો સૌથી મોટો ગેરલાભ રાહદારીઓને થાય છે. તેની સાથે અથડાવાથી વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ શકે છે. તે સખત ધાતુથી બનેલું છે. જેના કારણે અથડામણની ઘટનામાં રાહદારી પર સંપૂર્ણ બળ લગાવવામાં આવે છે. જેના કારણે તેને વધુ ઈજાઓ થઈ શકે છે. પરંતુ આ સિવાય જો કોઈ વ્યક્તિ વાહનની અડફેટે આવી જાય તો તેવા સંજોગોમાં રાહદારીને આવી ગંભીર ઈજાઓ થતી નથી. તેનું કારણ એ છે કે વાહનના બમ્પરને થોડો આંચકો લાગે છે. જ્યારે પણ નવું વાહન ખરીદાય ત્યારે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન વખતે વાહન કયો કલર છે, વાહન કયું છે, કેટલા CCનું છે. આવી તમામ માહિતી રેકોર્ડ રહે છે. વાહનવ્યવહાર વિભાગના જણાવ્યા અનુસાર, જો કોઈ વાહન માલિક રજિસ્ટ્રેશન પછી વાહનમાં ફેરફાર કરે છે, તો તેણે આરટીઓ પાસેથી પરવાનગી લેવી પડશે અને તેની આરસીમાં ફેરફાર કરવો પડશે.
Read More : બી.કોમ. વિભાગમાં સૌથી વધુ માર્ક મેળવનાર નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીનીને ગોલ્ડ મેડલ એનાયત કરાયો
https://gujaratherald.in/gold-medal-was-awarded-to-the-student-of-nandakuvarba-mahila-college-who-secured-the-highest-marks-in-b-com-section/