02 Sep 22 : ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે અસામાજિક પ્રવૃતિને રોકવા માટે રાજ્યની પોલીસે કમર કસી છે. જેને પગલે પોલીસથી બચવા માટે ગેરકાયદે પ્રવૃતિ કરનાર ગુનેગારો પણ નવા-નવા રસ્તા શોધી રહ્યા છે. રાજસ્થાનથી ટ્રકમાંથી દારૂ સંતાડીને વડોદરામાંથી પસાર થઈ રહેલા ડ્રાઈવર દ્વારા પણ આવો જ રસ્તો અપનાવ્યો હતો. પરંતુ વડોદરા રૂરલ પોલીસે તેનો ખેલ બગાડી દીધો.

ગઈ કાલે કરજણ ચોકડી પાસેથી ડાયપરની આડમાં દારૂનો જથ્થો લઈ જનાર ટ્રકને કરજણ પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં રૂ.10,71,840 કિંમતની કુલ 2100 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.લોકલ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા રૂરલ પોલીસને ડાયપરના બોક્સની આડમાં પોલીસની નજર ચુકવી અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈ જતા ઈસમને ઝડપી પાડી વિશાળ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ કાલે 1 સપ્ટેમ્બરના રોજ વડોદરા રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, એક ચોક્કસ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા થઈ સુરત શહેર લઈ જવાઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનની હદમાં વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપર કરજણ ચોકડીના ઓવર બ્રિજ પાસે બાતમી મુજબના ટ્રકની વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન બાતમી અનુસારનો એક ટ્રક આવતા તેને પોલીસ દ્વારા રોકીને તપાસ હાથ ધરાઈ હતા. ટ્રકમાં આરોપી ડ્રાઈવર શ્રવણકુમાર ઉગમા પ્રજાપતી રહે. ગીરધરપુરા ગામ, ભલી વાડા જિલ્લા, રાજસ્થાન એકલો જ હતો. જેને સાથે રાખીને પોલીસે ટ્રકમાં રહેલા માલસામાનની તપાસ કરી હતી. જેમાં ડાયપરના બોક્સ મળી આવ્યા હતા. પરંતુ આ બોક્સ હટાવી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 175 પેટીઓમાં 2100 દારૂની બોટલ મળી હતી. રૂ. 10,71,840 કિંમતની 2100 વિદેશી દારૂની બોટલ પોલીસ દ્વારા કબજે કરાઈ હતી.

  • વડોદરા પાણીગેટ દરવાજા પાસેના કોમી છમકલામાં વધુ ચાર પકડાયા છે…

02 Sep 22 : વડોદરા,પાણીગેટ દરવાજા પાસે શ્રીજીની સવારી યાત્રા સમયે થયેલા કોમી તોફાન અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા કેસમાં સિટિ પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે અત્યાર સુધી કુલ ૧૮ આરોપીઓની ધરપકડ કરી છે. પાણીગેટ દરવાજા પાસેથી પસાર થતી આયુર્વેદિક કા રાજાના ગણપતિની સવારીમાં સોમવારે રાતે કાંકરીચાળા પછી કોમી અથડામણ થઇ હતી.

જે અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.આ ગુનામાં સિટિ પી.આઇ.કે એન લાઠિયાએ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં (૧) યશ ગોવિંદભાઇ કહાર (૨) ચાર્મિસ ગોવિંદભાઇ કહાર(બંને રહે.સહજાનંદ એપાર્ટમેન્ટ, પાણીગેટ) (૩) રાજપ્રિય સંજયભાઇ નાયક (રહે.વિવેકાનંદ સોસા યટી, આજવારોડ)  (૪) સૂરજ ઉર્ફે સુઇ રમણભાઇ કહાર (રહે.ગાયત્રીભુવન,આજવારોડ)ની ધરપકડ કરી છે.પોલીસે અગાઉ આ ગુનામાં ૧૪ આરોપી ઓની ધરપકડ કરી હતી.આ ગુનામાં હજી વધુ ધરપકડ થાય તેવી શક્યતા છે.કોઇ નિર્દોષ વ્યક્તિ પકડાઇ ના જાય તે માટે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી બાદ જ ધરપકડ કરવામાં આવી રહી છે.

વડોદરા,પાણીગેટ દરવાજા પાસે શ્રીજીની સવારી યાત્રા સમયે થયેલા કોમી તોફાન અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા કેસમાં સિટિ પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે અત્યાર સુધી કુલ ૧૮ આરોપીઓની ધરપકડ કરી છે. પાણીગેટ દરવાજા પાસેથી પસાર થતી આયુર્વેદિક કા રાજાના ગણપતિની સવારીમાં સોમવારે રાતે કાંકરીચાળા પછી કોમી અથડામણ થઇ હતી.જે અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.આ ગુનામાં સિટિ પી.આઇ.કે એન લાઠિયાએ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં (૧) યશ ગોવિંદભાઇ કહાર (૨) ચાર્મિસ ગોવિંદભાઇ કહાર(બંને રહે.સહજાનંદ એપાર્ટમેન્ટ, પાણીગેટ) (૩) રાજપ્રિય સંજયભાઇ નાયક (રહે.વિવેકાનંદ સોસાયટી, આજવારોડ)  (૪) સૂરજ ઉર્ફે સુઇ રમણભાઇ કહાર (રહે.ગાયત્રીભુવન, આજવારોડ)ની ધરપકડ કરી છે.પોલીસે અગાઉ આ ગુનામાં ૧૪ આરોપીઓની ધરપકડ કરી હતી.