જૂનાગઢમાં નાત જાતના ભેદભાવ વગર નિશુલ્ક નવાબી કાળથી ચાલી રહી છે વણઝારી ચોકની ગરબી

File Image
File Image

20 Sep 22 : જૂનાગઢમાં કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રીની ઉજવણી માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ શહેરના વણઝારી ચોકમાં છતી ગરબીની બાળાઓ દ્વારા ઉત્સાહભેર પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે જેમાં પ્રજ્ઞાચક્ષુ અને મુસ્લિમ બાળાઓ દ્વારા રાસ ગરબા રજૂ કરવામાં આવશે.

કોરોના કારના બે વર્ષ દરમિયાન નવરાત્રીના તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ જોવા મળતો ન હતો ત્યારે હવે બે વર્ષ બાદ વધુ બાળાઓનો સમાવેશ કરી જુનાગઢ શહેરમાં પ્રાચીન ગરબીમાં રાસ ગરબા ની રમઝટ લેવા બાળાઓ પૂર્વ તૈયારી રૂપે પ્રેક્ટિસ કરી રહી છે નવાબી કાળથી ચાલતી અને ભુવા રાસ સળગતી ઈંઢોણી સાડી પટેલ પટલાણી વિછુડા રાસ બેડા તાલી સહિતના વિવિધ રાશિઓ દ્વારા પ્રચલિત વણઝારી ચોક ખાતે વણઝારી ગરબી મંડળ દ્વારા સંચાલિત ગરબીમાં 160 થી વધુ બાળકો દ્વારા છેલ્લા બે સપ્તાહથી નવરાત્રી ઉજવણીની પૂર્વ તૈયારીરૂપે વિવિધ રાસ ની પ્રેક્ટિસ કરી રહી છે.

મુસ્લિમ બાળાઓ પણ રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરે છે સાથે જ પ્રજ્ઞાચક્ષુ બાળાઓ પણ રાસ ગરબાની રમઝટ નો લાભ લે છે પ્રાચીન બાળાઓની ગરબીમાં શહેરમાં વણઝારી ચોક ગરબી મંડળ રાસ ગરબા માં અગ્રેસર છે ત્યારે નાતજાતના ભેદભાવ વગર પ્રેક્ટિસથી લઈને નવરાત્રિના નવ દિવસ દરમિયાન લહાણી વિતરણ સહિત ની કામગીરી એક પણ પ્રકારની ફી લીધા વગર દાતાઓના સહયોગથી મંડળના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે.

  • રાજકોટમાં આપઘાતના વધુ બે બનાવ – બેકારી અને બિમારીથી કાંટાળી કર્યો આપઘાત

20 Sep 22 : આપઘાતના બનાવ દિવસેને દીવસે વધતા જઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં વધુ બે બનાવ સામે આવ્યા છે. રાજકોટમાં રહેતા એક વૃદ્ધ ભાઈએ બેકારી અને બિમારીથી કાંટાળી ગળે ફાંસો ખાઈ લીધો અને પોતાનું જીવન ટુંકાવ્યું જ્યારે એક ૬૦ વર્ષના વૃદ્ધાએ ઝેરી દાવા પી આપઘાત કર્યો. શહેરના ભરચક વિસ્તાર એવા સોરઠીયા વાડીના બસ સ્ટોપ પાસે આવેલા બગીચામાં એક વૃદ્ધે મઢુલીના હુંકમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.

ઘટનાની જાણ થતા ભક્તિ નગર પોલીસમાં કાફલો ઘટના સ્થળે દોડી જઇ વૃદ્ધના મૃતદેહનો કબજો મેળવી કાર્યવાહી હાથધરી હતી. આપઘાત કરનારનું નામ રમેશભાઈ રામાનંદી હોવાનું સામે આવ્યું છે.જેમાં મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં લખ્યા મુજબ “આમાં કોઈ જવાબદાર નથી હું બેકારીથી કંટાળી ગયો છું બીમારીથી થાકી ગયો છું.” તેવું લખેલું મળી આવતા પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં થોરાળામાં ગોકુલપરા – ૧માં રહેતા લીલાબેન મોહનભાઈ સોંદરવા નામના ૬૦ વર્ષના વૃદ્ધાએ પોતાના ઘરે ઝેર દવા પી આપઘાત કરી લીધો હતો. વૃદ્ધાની આંખનું ૧૦ દિવસ પહેલા જ ઓપરેશન કરાવ્યું હતું. જ્યારે તેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.