File Image
File Image

14 Sep 22 : સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે પાછળના આઠ વર્ષોમાં મુઠ્ઠીભર રાજનેતાઓ અને વ્યાપારીઓના હાથમાં કેન્દ્રિત થઇ ગઈ છે. આનાથી લોકતંત્ર અને સંસ્થાન નબળા પડી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ​​મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. એક ખાનગી અખબારને આપેલા નિવેદનમાં તેમણે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર ચૂંટણીલક્ષી લાભ માટે મતદારોનું ધ્રુવીકરણ કરી રહી છે અને સામાજિક સમરસતાને જાણી જોઈને ખલેલ પહોંચાડી રહી છે. મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા આઠ વર્ષમાં દેશની સત્તા મુઠ્ઠીભર રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે. તેનાથી ભારતની લોકશાહી અને સંસ્થાઓ નબળી પડી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે બંધારણીય મૂલ્યો અને સિદ્ધાંતો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

એક તરફ જુદા જુદા રાજ્યોની ચૂંટણી નજીક આવી રહી છે અને આગામી બે વર્ષ બાદ લોકસભાની ચૂંટણી છે ત્યારે રાજકીય ગરમા ગરમી વધી રહી છે અને શાબ્દિક પ્રહારો શરૂ થઇ ગયું છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢીને વ્યસ્ત છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર પર નિશાન ટાંકતા નિવેદન આપ્યું હતું.

PM મોદીએ ચીનને આપી દીધી 1000 વર્ગ કિલોમીટરની જમીન : રાહુલ ગાંધી

કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર પ્રહાર તેજ કરી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જ્યાં એક ખાનગી અખબારમાં લેખ લખીને સરકારને ઘેરી તો બીજી તરફ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ ચીન સાથે યુદ્ધ કર્યા વગર જ 1000 વર્ગ કિલોમીટર જમીન સોંપી ધીધી છે. તેમણે સરકારને પૂછ્યું કે આ જમીન ક્યારે પછી મળશે ?

રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે ચીને લદ્દાખ સરહદ પર એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે બંને દેશોએ પૂર્વ લદ્દાખના ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં સ્થિત પેટ્રોલિંગ પોઈન્ટ-15 (PP-15) પરથી તેમની સેના પાછી ખેંચી લીધી છે.

મેં 2020માં શરૂ થઇ હતી લદાખમાં ગતિરોધ

ભારત અને ચીન વચ્ચે પૈગોન્ગ ઝીલ ક્ષેત્રમાં હિંસક ઝડપ થઇ હતી ત્યારબાદ 5 મેં 2020માં પૂર્વી લડાખ સીમા પર ગતિવિધિ શરૂ થઇ ગઈ હતી. આ બાદ બંને પક્ષોએ ધીરે ધીરે પોતાના હજારો સૈનિકો અને ભારે હથિયારો સાથે ત્યાં તૈનાત કર દીધા હતા. લાંબી સૈન્ય અને કુટીનીતક વાતોની એક શ્રુંખલા બાદ બંને પક્ષોએ ગયા વર્ષે પૈગોંગ ઝીલની ઉત્તર અને દક્ષિણ તટથી ગોગરા ક્ષેત્રમાં પોતાની સેનાઓને પાછી ખેંચી લીધી હતી.