13 Sep 22 : સાવરકુંડલા શહેર માં છેલ્લા ઘણા વર્ષ થી સાવરકુંડલા થી અમરેલી નેશનલ હાઇવે તરફ અને મેઇન બજાર થી નદી તરફ જતો રસ્તો જે રસ્તા માં ઢાળ આપેલ હોવાથી વચ્ચે ખાડો હોઈ જેમાં દર ચોમાસે પાણી ભરાતા લોકો મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો અને અવાર નવાર અકસ્માતો પણ થતા. આ બાબતે સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશ નાગ્રેચા એ ઉચકક્ષા એ રજુઆત ને પગલે વહેલી તકે નિરાકરણ આવતા આ વિસ્તાર માં પેવર બ્લોક બેસાડી ને કાયમી નિવાડો લાવવા માટે સફળતા મળી હતી.

આ તકે પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઇ દોશી,શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા, શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણ ભાઈ સાવજ,નેશનલ હાઇવે ના ઓથોરિટી એસ.ઓ ટીમ સહિત ની ઉપસ્થિતી રહી હતી આ પ્રશ્નના નિરાકરણ માં સહયોહ આપનાર અમરેલી જિલ્લાના ના સાંસદ તેમજ આ કામ દરમિયાન બન્ને સાઈડ રોડ બંધ કરાવી ને શ્રી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના. પી આઈ વાઘેલા સાહેબ સહિત ટીમે સહયોગ આપ્યો હતો.

  • સુરેશ પાનસુરિયા- અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દ્વારા સાવરકુંડલામાં યોજાશે એક અનોખો યજ્ઞ અને
    વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનુ સૌથી ઉંચુ લગભગ 51 ફુટ ઉંચુ લોખંડના સ્ટ્ર્કચર સાથેનુ કટ આઉટ

13 Sep 22 : દિર્ઘાયુ યજ્ઞ- વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના દિર્ઘાયુ માટે વાલ્મીકી સમાજ સહિત સર્વ સમાજના 400 લોકો તારીખ 17 સપ્ટેમ્બરે યજ્ઞ કુંડ પર બેસી સાહેબના દિર્ઘાયુ માટે હવન કરશે.

લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામે એટલુ દેશનુ સૌથી ઉંચુ લોખંડના સ્ટ્ર્કચર સાથેનુ મોદીસાહેબનુ કટ આઉટ. યશસ્વી વડાપ્રધાન મોદીસાહેબનુ અત્યાર સુધીનુ સૌથી ઉઁચુ કટઆઉટ લગભગ 51 ફુટ નુ અનાવરણ. આ ઉપરાંત આકર્ષક મોદી પ્રદર્શની – આ પ્રદર્શનીમાં આપણાં મોદી..સૌના મોદી નામના તદ્દન નવીન કન્સેપ્ટ સાથે પ્રદર્શન. વૈશ્વીક મોદી પ્રદર્શન.

આ પ્રદર્શન કુલ 4 મહિના સુધી ચાલશે.તારીખ સત્તરના અનાવરણ બાદ આ પ્રદર્શન સૌરાષ્ટ્રના લોકો માટે  એક જોવા લાયક સ્થળ બની રહેશે.કારણ કે મોદી સાહેબનુ આટલુ ઉંચુ અને લોખંડના સ્ટ્રકચર સાથેનુ કટ આઉટ અગાઉ ક્યારેય બન્યુ નથી. લગભગ 5 માળ ઉંચી ઈમારત જેટલુ કટઆઉટ સૌરાષ્ટ્ર માટે અજાયબી રુપ રહેશે.

વૈશ્વીક મોદી અને સૌના મોદી પ્રદર્શનીમાં મોદી સાહેબના ઉત્તમ કાર્યોની ઝલક – વિવિ્ધ સરકારી યોજનાઓની જલક અને નલ સે જલ, ધરનુ ધર વગેરેનુ અદ્દભુત પ્રદર્શન.

આ કાર્યક્રમમાં અત્યાધુનિક બે વિશાળ ડોમમાં યજ્ઞ શાળા જેમાં કુલ 400 યુગલો વડાપ્રધાનના દિર્ઘાયુ માટે હવન કરશે. આ સાથે કુલ 1000 સર્વ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના સારા માર્કસે પરિક્ષામાં ઉત્તીરણ થવા બદલ સન્માનવામાં આવશે.

આર્થીક રીતે નબળા પરિવારના વૃધ્ધ લોકો માટે મોદી સાહેબના જન્મ દિવસ નીમીત્તે નેત્ર નીદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે.દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ આટલુ ઉંચુ કટ આઉટ કે જે લોખંડના મજબુત સ્ટ્રકચર સાથે ઉભુ થવા જઈ રહ્યું છે તેનાથી આપણાં ગામ સાવરકુંડલાનુ નામ સમગ્ર દેશમાં રોશન થશે.આ કટ આઉટ છ મહિના સુધી અહિયા રહેશે અને એક મોદી પ્રદર્શની કેન્દ્ર તરીકે પ્રસિધ્ધ થશે.

આ કાર્યક્રમમાં કુલ 100થી વધુ બ્રાહ્મણો દ્વારા વૈદિક પધ્ધતીથી દિર્ધાયુ યજ્ઞના મંત્રોચાર દ્વારા સમગ્ર વિસ્તારમાં શાંતી અને ખુશહાલી વધે તે માટે પ્રાર્થના કરવામાં આવશે.કુલ દસ હજાર જેટલા લોકો માટે યજ્ઞ બાદસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંપુર્ણ કાર્યક્રમ અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર :યોગેશ ઉનડકટ,સાવરકુંડલા – અમરેલી