પાર્કિંગમાં પાર્ક કરેલ હોન્ડા સિટી કારનાં કાચ તોડી તસ્કરોએ વસ્તુ અને રોકડ મળી ૭૧ હજારની ચોરી કરી

File Image
File Image

06 May 23 : રાજકોટમાં ગુના ખોરીનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો હોય તેમ દીન પ્રતિદિન અનેક ચોરીના બનાવો બનવા પામ્યા છે.ત્યારે વધુ બે ચોરીના બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં રૈયા રોડ પર રહેતા કારખાનેદાર તેમના પરિવાર સાથે કણકોટ નજીક આવેલ સમન્વય પાર્ટી પ્લોટ ખાતે પોતાની કારમાં ગયા હતા.ત્યારે તેમને પોતાની હોન્ડા સિટી કાર બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યો તસ્કર તેની કારનો કચ્છ તોડી કારમાં રહેલું લેપટોપ,હાર્ડ ડિસ્ક અને રોકડ મળી કુલ રૂ.૭૧ હજારની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.જ્યારે બીજા બનાવમાં માધાપર ચોકડી પાસે રહેતા મહિલા ગાંધીગ્રામમાં એસ.કે ચોક ખાતે ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા તસ્કરે તેમની નજર ચૂકવી તેણીએ પહેરેલો રૂપિયા એક લાખનો સોનાનો ચેન ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે.

પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર રૈયા ગામમાં આલા ગ્રીન સિટીમાં રહેતા અને મોરબી રોડ ઉપર કારખાનું ધરાવતા સત્યમભાઈ નાનજીભાઈ ભોજાણી નામના કારખાનેદારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તા.૩ ના તેમના પરિવાર સાથે સંબંધીના લગ્ન પ્રસંગમાં કણકોટ રોડ ખાતે આવેલા સમન્વય પાર્ટી પ્લોટ માં પોતાની કાર લઈને ગયા હતા ત્યારે તેમને પોતાની કાર બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી ત્યારે તે સમયે કોઈ અજાણ્યા તસ્કરે તેમની કારનો કાચ તોડી કારમાં રાખેલું ડેલ કંપનીનું સિલ્વર કલરનું લેપટોપ ,હાર્ડ ડિસ્ક અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.૭૧ હજાર ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન માં નોધાવી છે. બીજા બનાવની માહિતી અનુસાર મોરબી રોડ પર આવેલ ગોલ્ડન પોર્ટીકો ખાતે રહેતા ગીતાબેન કમલેશભાઈ ચુડાસમા નામના મહિલા ગઈકાલે કામ સબબ ગાંધીગ્રામ ખાતે આવેલા એસ કે ચોક પાસેની માર્કેટમાં ગયા હતા તે સમયે કોઈ અજાણ્યા ગઠિયાએ તેની નજર ચૂકવી તેના ગળામાં પહેરેલો કુલ રૂ.૧,૦૮,૭૩૮ નો સોનાનો ચેન શેરવી ગયા હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ ગઠીયાને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.

વધુમાં વાંચો… ભૂતકાળમાં પેપરો ફૂટવાની ઘટનાથી ફૂટેલી સરકાર અને તૂટેલા તંત્ર પર ઉમેદવારોને ભરોસો નથી : ઇન્દુભા
લોક સંસદ વિચાર મંચના મોભી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, જિલ્લા નારી સુરક્ષા સમિતિના સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની એક સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં તલાટી મંત્રીની 3437 જગ્યાઓ ભરવા માટે 17.10 લાખ લોકોએ નોંધણી કરાવી હતી જે પગલે ગુજરાતમાં નરેન્દ્ર મોદી ના રાજ્યમાં મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓના કોઈ બેરોજગાર ન હોવાના બણગાં ફૂકનારા નું આ 17.10 લાખના ઉમેદવારોની નોંધણી એ રાજ્યમાં બેરોજગાર નથી તેવા દાવાનું સુરસુરિયું થઈ જાય છે કારણ કે આજે લાખો ઉમેદવારો સરકારી નોકરી મેળવવા તલપાપડ છે.

આવતીકાલની રાજ્યમાં તલાટી મંત્રીની પસંદગી સેવા મંડળ દ્વારા લેવાનારી પરીક્ષામાં 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવા તૈયારી બતાવી છે. ત્યારે આવા ઉમેદવારો ને પરીક્ષા કેન્દ્ર 250 થી 300 કિલોમીટર દૂર સુધી અંતરિયાળ સ્થળે કેન્દ્ર આપવામાં આવેલ છે તેવું જાણવા મળે છે. જે બાબત સખત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે હાલ સરકાર આવા ઉમે દવારોને ભાડુ, રહેવા અને જમવાની કે ભોજન પેટે એક પણ જાતનું ફદીયુ ચૂકવવાની નથી. ખાસ કરીને મહિલા ઉમેદવારો હોય તેમની હાલત વધુ કફોડી અને દયનીય બને છે કારણ કે તેઓને પોતાના પિતા અથવા ભાઈને સાથે લઈ જવા પડે આગલી રાત્રે જવું પડે છે રહેવા જમવાનો સ્વ ખર્ચ કરવો પડે છે જો કે અનેક શહેરો તથા તાલુકાઓમાં જુદા જુદા સમાજ દ્વારા આવા ઉમેદવારો માટે વ્યવસ્થાઓ કરી છે જો સમાજ વ્યવસ્થા કરી શકતી હોય તો સરકારને વ્યવસ્થા કરવામાં શું વાંધો નડે છે ? ઉમેદવાર જે તે શહેરમાં રહેતો હોય ત્યાં નજીકના સ્થાનિક કેન્દ્ર એ જ પરીક્ષા લેવાવી જોઈએ કારણ કે હાલ દરેક કેન્દ્ર પર સી સી ફૂટેજ અને ચાપતો બંદોબસ્ત ગોઠવી વહીવટી તંત્ર સાબદુ બન્યું હોય તો ગેરરીતી થવાનો અવકાશ રહેતો નથી. દરેક ઉમેદવારને સરકાર ચોરી કરનારા સમજે છે કે શું ? હાલ રાજ્ય સરકારનું વહીવટી તંત્ર જ્યારે સાબદુ બન્યું છે. રેલવે, ખાનગી બસો, એસ ટી બસો દ્વારા ઉમેદવારોને અવર જવરમાં મુશ્કેલી ન પડે તે માટે સરકારી તંત્ર કમર કસી રહ્યું છે. પરંતુ ઉમેદવારોને દૂર દૂર ના કેન્દ્રો મળતા એવું લાગે છે કે સરકારનું દશેરાના દિવસે ઘોડું દોડશે કે કેમ તે એક પ્રશ્ન છે ? હાલ ઉમેદવારોને પરીક્ષા સ્થળે આવવા જવા માટે કોઈપણ જાતનું એસ ટી ભાડું કે અન્ય કોઈ ભથ્થું મળવા પાત્ર નથી જો કે સરકાર અગાઉ બેકારી ભથ્થું આપવાની વાત કરતી હતી ભૂતકાળમાં ચૂંટણી સમયે વડાપ્રધાનની સભાઓ વખતે ગામડે ગામડેથી એસ ટીની બસો ખાલી ખાલી અથવા બે પાંચ આગેવાનોને લઈને સભા સ્થળે આવતી હતી અને સરકાર એસટી ભાડું પણ ચૂકવતી હતી અને વડાપ્રધાનની કે વીઆઈપીઓની એકાદ બે કલાકની મુલાકાત સમયે કરોડો રૂપિયાનું આંધણ થતું હોય તો અમારી એવી માંગ છે કે જે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે તે તમામના ખાતામાં સરકાર બે હજાર રૂપિયા જમા કરે અને એવી દાનત ન હોય તો સરકાર દરેક ઉમેદવારોને ભૂતકાળની જેમ કોલ લેટરના આધારે એસ ટી રેલવે કે ખાનગી બસોમાં નિયમ મુજબનું ભાડું આપે એવી લોક સંસદ વિચાર મંચની મુખ્યમંત્રી સમક્ષ માંગ છે.

રાજ્ય સરકારને એમ લાગી રહ્યું છે કે પરીક્ષામાં ગેરરીતી થશે જે પગલે રાજ્ય સરકારે જો ગેરરીતિ જણાયે હેલ્પલાઇન નંબર 878804212 અને 8758804217 જાહેર કર્યા છે. પરંતુ ઉમેદવારોને ભૂતકાળના બનાવો જેમ કે વખતોવખત પેપરો ફૂટી જવા, ડમી ઉમેદવારો બેસાડવા, બેફામ ગેરરીતી કરવી, પરીક્ષામાં ભ્રષ્ટાચાર કરવો સહિતની ઘટનાઓ બનતા શાસક પક્ષના આદેશથી સત્તાધિશોની સીધી દોરવણી હેઠળ ચાલતી પરીક્ષાઓમાં ગેરરીતિને પગલે સરકારનું તંત્ર જ ફૂટેલું છે જવાબદારો જ પેપર ફોડવામાં સંડોવણી ખુલી હતી ત્યારે ઉમેદવારોને આવા હેલ્પલાઇન નંબર કે સરકારમાં આજે ભરોસો રહ્યો નથી તે અંતમાં લોક સંસદ વિચાર મંચના ઝાલા, આસવાણી રાઓલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here