05 Sep 22 : રાજકોટના વીંછિયામાં ભર બપોરે થઈ ચોરી: ૭.૫૦ લાખની મત્ત પર તસ્કરોએ હાથફેરો કર્યો રાજકોટના વીંછિયામાં બપોરે બે કલાક ઘર બંધ રહેતા તસ્કરોએ બંધ મકાનમાં હાથફેરો કરી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી. મળતી વિગત અનુસાર વિછીંયાના વાડી વિસ્તારમાં બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.૭.૫૦ લાખ ની મત્તા પર હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોય તેવી શંકા.

વિછીંયાના સમઢીયાળા રોડ પર વાડીમાં મકાન બનાવી રહેતા ભરતભાઇ મેરામભાઇ રાજપરાએ પોતાના બે કલાક બંધ રહેલા મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના ઘરેણા મળી ૭.૫૦ લાખની મત્તાની ચોરી થયાની વિછીંયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભરતભાઇ રાજપરા વિછીંયા ખાતે આવેલા ગેરેજે ગયા હતા જ્યારે પત્ની અને પુત્ર સંબંધીને ત્યાં સિમંતના પ્રસંગ અર્થે ગયા હતા તે દરમિયાન બપોરે ૧૧ થી ૧ વાગ્યા સુધી બંધ રહેલા મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.૭.૫૦ લાખની મત્તા ચોરી થઇ છે. ચોરીના ગુનામાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે વિછીંયા પોલીસે તપાસ હાથધરી છે.

  • ગોંડલનો ગેંગસ્ટર નિખિલ દોંગા સહિત ૧૩ સાગરિતોને શોધવા પોલીસ તત્પર: ૬૪.૫૦ લાખની મિલ્કત કરી સિલ

05 Sep 22 : ૧૪ જેટલા ગુનામાં ફરાર ગોંડલનો ગેંગસ્ટર નિખિલ દોંગા સહિત તેના ૧૩ સાગરિતોને શોધવા પોલીસ તત્પર થઈ છે. પોલીસે ગોંડલ શહેર માં આવેલી ૬૪ લાખની મિલ્કત પણ સિલ કરી નાખી છે. ગોંડલ જેલમાં રહી કુખ્યાત નિખીલ દોંગાએ ૧૩ જેટલા સાગરિતોની મદદથી હત્યા, હત્યાની કોશિષ અને મિલકત પડાવી લેવા અંગેના ૧૩૫ જેટલા ગુના આચર્યા હોવાથી પોલીસે ઓર્ગેનાઇજ ક્રાઇમ અટકાવવા નિખિલ દોંગાની ગેંગ સામે ગુજ સીટોક હેઠળ ગુનો નોંધી એક સાગરિતની રૂા.૬૪.૫૦ લાખની મિલકત સિલ કરી લીધા છે.

અનેક ગંભીર ગુનામાં ગોંડલ જેલમાં રહેતા નિખિલ દોંગાએ જેલમાં મહેફીલ કરી હોવાની યોજી હોવાથી ગોંડલ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. હત્યા, હત્યાની કોશિષ અને મિલકત પડાવી લેવા અંગેના ૧૪ જેટલા ગુનામાં રહેલા નિખિલ દોંગા સહિત ૧૩ સખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી નિખિલ દોંગાને ભુજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તે પોલીસને ચકનો દઇ ભાગી જતા પોલીસે તેનો પિછો કરી ઉતરાખંડ થી ઝડપી લીધો હતો.  ગેંગના સાગરિત પિયુશ કોટડીયાની રૂા.૬૪.૫૦ લાખની ગોંડલ અને શાપર ખાતેની મિલકત ટાંચમાં લીધા બાદ નિખિલ દોંગા પર ભીસ વધારવા પોલીસે વધુ એક સાગરિતનું જેસીબી ટાંચમાં લીધું છે. નિખિલ દોંગા ગેંગમાં ફફડાટ મચી ગયો છે.

  • ૬૦ વર્ષનાં નરધમ યુવતીને હેરાન કરતો – લગ્ન કરવાની ધમકીથી કંટાળી યુવતીનું કમિશનર કચેરીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

05 Sep 22 : રાજકોટમાં રહેતો ૬૦ વર્ષનો નરાધમ તેની પુત્રીની ઉંમરની યુવતીની છેડતી કરતો અને પજવણી કરતો. યુવતીને પોતાની સાથે લગ્ન કરવા હેરાન કરતો. આ વાતથી કંટાળી યુવતીએ પોલીસ કમિશનર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી અનુસાર રાજકોટમાં રૈયા રોડ પર રહેતી યુવતીને ૬૦ વર્ષનો નરાધમ એક તરફી પ્રેમી પજવણી કરતો હોવાથી તેને કંટાળી જઇ પોલીસ કમિશનર કચેરીમાં ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કરતાં ગાંધીગ્રામ પોલીસે એક તરફી પ્રેમી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ વૃદ્ધે અગાઉ પણ બે વખત યુવતિની પંજવણી કરી હતી ત્યારે તેને ફરિયાદ નોધાવી પરંતુ વૃદ્ધ સુધર્યો ન હતો અને વારંવાર યુવતિની પંજવણી કરતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તેના ઘર નજીક આવેલા વિસ્તારમાં રહેતો રહીમ સુલેમાન શેખ નામનો પરિણીત મારી સાથે લગ્ન કરી લે તેમ કહી પજવણી કરતો હોય જેથી તેના પરિવારજનો સાથે યુવતી પોલીસ કમિશનર કચેરીએ એક તરફી પ્રેમીની ફરિયાદ લખવી બાદ કચેરીના કમ્પાઉન્ડ માં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવા માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા કેટલાક સમયથી એક તરફી પ્રેમી રહિમ શેખ તેની પુત્રીની ઉંમરની યુવતી સાથે પજવણી કરતો હોય જેથી યુવતીના પરિવારજનોએ અગાઉ પણ બબ્બે વખત ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની સામે અટકાયતી પગલા પણ લીધા હતા તેમ છતાં નરાધમ ન સુધરતાં કાંટાળી યુવતીએ આ પગલું ભર્યું.

  • મોરબીના લીલાપર રોડ પર રહેણાંક મકાનમાં જુગારધામ પર દરોડો, લાખોની મત્તા સાથે સાત ઝડપાયા

05 Sep 22 : પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થઇ ગયો છે જોકે જુગારની મોસમ હજુ યથાવત જોવા મળે છે જેમાં મોરબીના લીલાપર રોડ પર રહેણાંક મકાન માં ધમધમતા જુગારધામ પર દરોડો કરી એલસીબી ટીમે સાત જુગારીઓને ઝડપી લીધા હતા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી LCB ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર લીલાપર કેનાલ રોડ પર વિજયનગર ગજાનંદ પાર્કમાં રહેતા સુજીત છગનભાઈ દેત્રોજાના રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા સુજીતભાઈ છગનભાઈ પટેલ રહે મોરબી રવા પર રોડ, હસમુખભાઈ મોહનભાઈ પટેલ રહે નવાગામ તા. મોરબી, ગોરધનભાઈ મોહનભાઈ પટેલ રહે મેટોડા ગામ તા. પડધરી રાજકોટ, કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલ રહે મેટોડા ગામ તા. પડધરી રાજકોટ, શાંતિલાલ દામજીભાઈ પટેલ રહે પડધરી રાજકોટ, જીતેશ બાલુભાઈ પટેલ રહે મોરબી ૨ શ્રીમદ સોસાયટી અને જયેશ પરષોતમભાઈ પટેલ રહે મોરબી ૨ ઉમા ટાઉનશીપ એમ સાત ઇસમોને ઝડપી લીધા હતા. અને સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ ૭,૧૩, ૫૦૦ /-જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી પંથકમાં જુગાર ધમધમી રહ્યો છે ત્યારે પોલીસ સતત દરોડા કરી જુગારીઓ ને કાયદાનું ભાન કરાવી રહી છે