અમદાવાદમાં ગાંધીનગર જેવું રેલ્વે સ્ટેશન બનાવવાની વિચારણ, આવતી કાલે કેન્દ્રીય રેલ્વે મંત્રી થશે બેઠક

12 Sep 22 : ગાંધીનગરમાં હોટલ લીલાની નીચે અત્યાધુનિક સુવિધા સાથેનું રેલ્વે સ્ટેશન આવેલું છે તેવી જ રીતે અમદાવાદમાં પણ આ પ્રકારે રેલ્વે સ્ટેશન બને તેવી શક્યતાઓ છે. ગુજરાતના સૌથી મોટા રેલ્વે સ્ટેશનમાંનું એક કાલુપુરનું આ રેલ્વેસ્ટેશન અત્યાધુનિક સુવિધા સાથેનું બને તેને લઈને વિચારણા કરવામાં આવી રહી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે.

આવતી કાલે સીએમ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તેમની સીએમ સાથે બેઠક યોજાય તેવી પણ શક્યતાઓ છે. કેમ કે, રેલ્વે બજેટમાં જંગી રકમ ફાળવવામાં આવી છે ત્યારે આ મામલે ચર્ચા થઈ શકશે. ગાંધીનગરનું રેલ્વે સ્ટેશન એક મોડલ સમાન છે ત્યારે આ પાયલોટ પ્રોજેક્ટ અહીં બનાવી દેશમાં પણ અન્ય રાજ્યોના શહેરમાં તૈયાર થાય તેવી શક્યતા છે.

ગાંધીનગર ખાતેનું હોટલ સાથેનું નવું રેલ્વે ટ્રેક હોટલ સહીતની સુવિધા આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે કાલુપુર એ સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે. મોટી સંખ્યામાં ટ્રેનો અહીંથી પસાર થાય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતી કાલે અમદાવાદમાં કાળુપુર રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન સાબરમતી ખાતે થઈ રહેલી કામગિરીનું નિરીક્ષણ પણ કરશે.

આ ઉપરાંત મહત્વની ખાસ કીરને 2000 કરોડની રકમ આ વખતે બજેટમાં ફાળવવામાં આવી છે તેમાં મુખ્યમંત્રી સાથે આ મામલે ચર્ચા બેઠેકમાં કરવામાં આવશે. ત્યારે ખાસ કરીને કયા પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ કરવો, કયા પ્રોજેક્ટ ઝડપી અમલી બની શકે છે, અન્ય પ્રકારની કામગિરી વગેરેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતનું આ હોટેલ અને રેલ્વે સ્ટેશનનું મોડલ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં થાય તેને લઈને પણ વિચારણા થાય તો નવાઈ નહીં.

ખાસ કરીને આવતી કાલે મહત્વની બેઠકમાં આગામી સમયમાં પીએમના પ્રવાસના લઈને પણ થઈ શકે છે. ગાંધીનગરનું રેલ્વે સ્ટેશન અને તેની પરની લીલા હોટલ અત્યારે આકર્ષણનું કેન્દ્ર છે.

  • ત્રણેય સેવાઓના એકીકરણની દિશામાં આગળ વધી રહી છે સરકાર : રાજનાથ સિંહ

12 Sep 22 : ભારતની સુરક્ષાના પડકારથી પ્રભાવી ઢંગથી નિપટવા માટે સરકાર મજૂબત, સુરક્ષિત અને આત્મનિર્ભર લોજેસ્ટીક સિસ્ટમ બનવામા માટે પ્રતિબંધ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે આ વાત કહી હતી. આર્મી લોજિસ્ટિક પર આયોજીત એક સેમિનારને સંબોધિત કરતા રક્ષામંત્રીએ કહ્યું કે ત્રણેય સેવાઓની જરૂરતોને જોતા સરકાર એક કોમન લોજિસ્ટિક નોડ્સ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી એક સેવાથી સંસાધનોને અન્ય સેવામાટે કોઈ પણ બાધા વગર જ ઉપલબ્ધ કરાવી શકાય.

દિલ્હીના માણેકશૉ સેંટરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે સરકાર ભવિષ્યની સુરક્ષા પડકારથી પ્રભાવી ઢંગથી નિપટવા દેશ અને વધુ ઉંચાઈઓ પર લઇ જવા માટે એક મજબૂત, સુરક્ષિત અને આત્મનીર્ભર લોજિસ્ટિક સિસ્ટમ બનાવમાં માટે પ્રતિબંધ છે. તેમણે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી આર્કિટેકચર પર પણ પોતાના વિચાર વ્યક્ત કર્યાં અને એનાથી લોજિસ્ટિક સિસ્ટમને એક મહત્વપૂર્ણ હિસ્સો બતાવ્યો હતો.

સંરક્ષણ મંત્રીએ નાગરિક અને સૈન્ય હિતધારકો વચ્ચે જરૂરી સંકલન અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે બંને પક્ષોના અનેક પ્રતિનિધિઓની હાજરી એ લક્ષ્ય હાંસલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે કારણ કે ભારત અમરત્વના ઉંબરે છે.

  • ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે વિકાસની દિશામાં દોટ લગાવી છે જેની પ્રતિતી પ્રત્યેક વ્યક્તિને થઇ રહી છે.

12 Sep 22 : ગુજરાત સરકાર દ્વારા તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ “વિશ્વાસથી વિકાસ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત પ્રાંતકક્ષાના વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિને લીધે ભારતે એક આગવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ વિકાસયાત્રાને આગળ ધપાવવાનું કામ કરી રહ્યાં છે. વિશ્વાસથી વિકાસ યાત્રા દ્વારા બરવાળા પ્રાંતકક્ષાએ રાજ્યની વિવિધ વિભાગોની યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહર્ત કરાયાં છે ત્યારે આગામી સમયમાં વિકાસલક્ષી કામો થકી નાગરિકોની જન સુખાકારીમાં વધારો થશે તેવો દ્રઢ વિશ્વાસ મંત્રી પરમારે વ્યક્ત કર્યો હતો. ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે વિકાસની દિશામાં દોટ લગાવી છે જેની પ્રતિતી પ્રત્યેક વ્યક્તિને થઇ રહી છે.

સરકારએ જરૂરિયાત મંદ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસો પુરા પાડ્યાં છે તેમજ માં અમૃતમ કાર્ડ દ્વારા રૂ. ૫ લાખ સુધીનું વિનામુલ્યે આરોગ્ય સુરક્ષા ક્વચ પુરૂં પાડીને આરોગ્યક્ષેત્રે વિકાસ સાધવાની સાથે ખેડૂતોના ખેતરો સુધી માં નર્મદાના નીર પહોચાડીને સિંચાઇની સુવિધા સુદ્રઢ બનાવી છે. સરકારે ખેડૂતોને ટેકાના ભાવો પણ પુરતા પ્રમાણમાં આપીને ખેડૂતોની આવકમાં વધારો કર્યો હોવાનું મંત્રી પરમારે જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી પ્રદિપભાઈ પરમારના વરદહસ્તે બરવાળા પ્રાંત વિસ્તારના રૂ. ૭.૯૧ કરોડના ખર્ચે કુલ-૨૮૮ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં રૂ.૫.૭૮ કરોડના ખર્ચે ૧૯૩ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૨.૧૩ કરોડના ખર્ચે ૯૫ કામોનું લોકાર્પણ કરાયું હતું.

મંત્રી પ્રદિપભાઈ પરમારે ખેલમહાકુંભ ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી કરનાર ભીમનાથ ગામની શાળાના શિક્ષક અમૃતભાઇ સલાંટનું સન્માન કર્યું હતું. આ વેળાએ બરવાળા શહેર સંગઠન ટીમ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક તરફથી મંત્રી પરમારને શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં.પ્રારંભમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી.ડી.પલસાણાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં બરવાળાના મામલતદાર પ્રજાપતિએ આભારદર્શન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલીયા, જિલ્લા આયોજન અધિકારી જોષી, જિલ્લા પંચાયતના સભ્યઓ, બરવાળા નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન બાવળીયા, બરવાળા નગરપાલિકાના સભ્યઓ, જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ સહિત બરવાળા અને રાણપુરના શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.