
03 May 23 : નવસારી જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન ખેડૂતો કેરી અને ચીકુની વધુ ખેતી કરતા હોય છે. જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો કેરી અને ચીકુ પકવતા હોય છે. દર વર્ષે ઉનાળા દરમિયાન નવસારી જિલ્લામાંથી કેરી અને ચીકુની આવક મોટા પ્રમાણમાં થતી હોય છે. પરંતુ, આ વર્ષે ઉનાળામાં માવઠું પડતા કેરી અને ચીકુના પાકને 70 ટકા નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. આથી ખેડૂતો દ્વારા ઉનાળા પાકનું વાવેતર કરતા હોય છે. પરંતુ, છેલ્લા ઘણા દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ છે. નવસારીમાં પણ કમોસમી વરસાદ થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે. આથી ખેડૂતોએ સરકારને સહાય કરવા માગ કરી છે. એક ખેડૂતે જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે આ વર્ષે કેરી, ચીકુ, શાકભાજી સહિતના ઊભા પાકને નુકસાન થયું છે. જિલ્લમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આથી કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે.
કેરી અને ચીકુના પાકમાં જીવાત થવાની શક્યતા. ખેડૂતે આગળ જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે કેરીના પાકમાં જીવાત સહિત ફળ માખી ઉતપન્ન થયા છે. સાથે જ ચીકુના પાક માં પણ ઇયળ સહિતની જીવાત પૈદા થાય છે. આથી હવે માવઠું પડતા કેરી અને ચીકુમાં જીવાત અને માખી ઉત્પન્ન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુની શરૂઆતથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કરાં સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ વધી છે.
વધુમાં વાંચો… રાજકોટ જીલ્લામાં પીજીવીસીએલની ટીમ દ્વારા દરોડા, ૫ દિવસમાં પકડી કરોડોની વીજ ચોરી
રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજચોરોએ માથું ઉચક્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આમાટે પીજીવીસીએલ તંત્ર દ્વારા પણ વીજચોરીને ડામવા માટે સતત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં તબક્કાવાર તેમજ આયોજનબધ્ધ સૌરાષ્ટ્રના હાર્દ સમા વિસ્તારોમાં તેમજ નિગમિત કચેરીની વિવિધ ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે જસદણ, ગોંડલ અને રાજકોટ તાલુકા હેઠળના વિસ્તારોમાં સઘન વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું.
રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની કુલ 46 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 3179જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 690 વીજ જોડાણો માં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં 05 દિવસમાં કુલ રૂ. 175.12 લાખની માતબર રકમની દંડનીય આકારણીના બીલો ફટકારવામાં આવ્યાં હતા. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પીજીવીસીએલ કંપની કે જેના સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં તમામ પ્રકારના વીજ ગ્રાહકોને અવિરત અને સાતત્યપૂર્ણ વીજળી પહોચાડવામાં આવી રહ્યો છે તેમજ સાચા / પ્રમાણિક ગ્રાહકોને ન્યાય મળી રહે તે માટે વીજ લોસ ઘટાડવા અને વીજ ચોરીના સામાજિક દુષણને ડામવા માટે વિજીલન્સ વિભાગ દ્વારા તેમજ સ્થાનિક પેટા વિભાગીય કચેરીઓ અને વિભાગીય કચેરીઓના અધિકારીઓ દિવસ-રાત કામગીરી કરીને કરોડો રૂપિયાની પાવર ચોરી પકડી પાડે છે. જેથી પીજીવીસીએલ દ્વારા પણ તેમના માનવંતા ગ્રાહકોને વિનમ્ર અપીલ કરવામાં આવી છે કે ઉપરોક્ત કામગીરીને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તંત્ર સાથે હાથથી હાથ મિલાવીને ધંધારોજગારની આસપાસ અથવા તો નજીકના રહેણાક વિસ્તારોમાં જ્યાં પણ વીજ ચોરી થતી હોય તેની માહિતી વીજ કચેરીમાં ખાનગી રાહે પહોચાડવી અને આવા વીજચોરોને પકડવા માટે તંત્રની મદદ કરવી. વીજચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં: 9925214022 (રાજકોટ) અને 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત પીજીવીસીએલની પેટા વિભાગીય, વિભાગીય કે વર્તુળ કચેરીમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી કે બાતમી આપનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે.
વધુમાં વાંચો… હાથ ઉછીના દીધેલા પૈસા પાછા માંગી બે શખ્સોએ દંપતીને માર માર્યો, દંપતીએ નોંધાવી પોલીસમાં ફરિયાદ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઘંટેશ્વર નજીક દંપતી પર બે શખ્સોએ પૈસાની ઉઘરાણીના પ્રશ્ન ધોકા અને પાઇપ વડે માર મારતા યુવકને ઈજા પહોંચી હતી.જ્યારે આ મામલે પોલીસે દંપતીની ફરિયાદ પરથી બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર પર રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા સંજયભાઈ ભીખાભાઈ શિયાળએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં વિજય ભીખુ કેશવાલા અને વનરાજભાઈ ભગુભાઈ રાઠોડના નામ આપ્યા હતા. જેમાં તેને જણાવ્યું હતું કે, તેને વિજય પાસેથી રૂપિયા 30,000 હાથ ઉછીના લીધા હતા જેમાંથી તેને 22,000 પરત આપી દીધા હતા પરંતુ બાકીના રૂ.8,000 ની ઉઘરાણી કરવા માટે વિજય તેના ઘરે જઈ ઝગડો કર્યો હતો. જેથી સંજયભાઈ તેમના પત્ની દિવ્યાબેન સાથે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને જતા હતા ત્યારે ઘંટેશ્વર નજીક વિજય અને વનરાજે તેમને રોકી ફરિયાદ બાબતે ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેમાં સંજયભાઈ ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી પોલીસે વિજય અને વનરાજ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
મોટું અપડેટ… હવે મહિલાઓ ટિકિટ વગર પણ ટ્રેનમાં કરી શકે છે મુસાફરી, નિયમોમાં થયો મહત્ત્વપૂર્ણ ફેરફાર
ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા મુસાફરો માટે સારા સમાચાર છે. કારણ કે રેલવેએ કેટલાક જૂના નિયમોને પુનઃસ્થાપિત કરીને મહિલાઓને રાહત આપી છે. હવે જો મહિલા કોઈપણ કારણોસર ટિકિટ મેળવી શકતી નથી, તો TTE તેને ટિકિટ વિના પણ મુસાફરી કરવાની મંજૂરી આપશે. આટલું જ નહીં જો રાતનો સમય હશે તો તેને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની જવાબદારી પણ રેલવેની રહેશે. આપને જણાવી દઈએ કે, આ નિયમ 1989માં એકલી મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. 1989 માં બનાવવામાં આવ્યો હતો કાયદો. હકીકતમાં 1989માં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાયદો બનાવવામાં આવ્યો હતો. જેમાં જો મહિલા ટ્રેનમાં એકલી મુસાફરી કરતી હોય તો તેને ટ્રેનમાંથી ઉતારી શકાતી નથી. તેની સાથે મહિલાને ટિકિટ વિના પણ સંપૂર્ણ સુરક્ષા આપવાની જવાબદારી પણ રેલવે પ્રશાસનની હતી. તેમ છતાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું ન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે રેલવેએ ફરીથી નિયમોમાં સુધારો કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ કારણોસર મહિલા ટિકિટ લેવામાં કોઈ મજબૂરી હતી. તેથી તેની યાત્રાને કાયદાકીય રીતે પણ માન્ય ગણવી જોઈએ. તેમજ જો રાત્રિનો સમય હશે તો તેને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની જવાબદારી રેલવેની રહેશે.
આ પણ નિયમ કરવામાં આવ્યો હતો લાગૂ. લગભગ એક વર્ષ પહેલા રેલવેએ આ નિયમ પણ લાગૂ કર્યો હતો કે, જો કોઈ કારણોસર યાત્રી ટિકિટ લેવાનું ભૂલી જાય. સાથે જ જો ટીટીઈ દ્વારા તેને ટિકિટ વિના પકડવામાં આવે છે, તો તેની મુસાફરી કાયદેસર રીતે માન્ય ગણવામાં આવશે. પરંતુ તેના માટે સંબંધિત પેસેન્જર પાસે પ્લેટફોર્મ ટિકિટ હોવી જરૂરી છે. પેસેન્જર કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના TTE મારફતે તેના ગંતવ્ય સ્થાનની ટિકિટ બુક કરી શકે છે. આપને જણાવી દઈએ કે આ સ્થિતિમાં આ શક્ય હતું, જો તમારે અચાનક ક્યાંક જવું પડે છે અને તમે રિઝર્વેશન ન કરાવ્યું હોય, તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો.
વધુમાં વાંચો… શુક્રવારથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં થશે ગણતરી, દીપડાની સંખ્યામાં હવે ખૂબ મોટો વધારો નોંધાવા સંભવ
દર પાંચ વર્ષે દીપડાની ગણતરી કરવામાં આવે છે છેલ્લી ગણતરી 2016 માં કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કારણે દીપડાની વસ્તી ગણતરી અંદાજ શક્ય બની ન હતી હવે 2023 માં સાત વર્ષ બાદ સમગ્ર ગુજરાતભરમાં વન વિભાગ દ્વારા ત્રણ પદ્ધતિથી દીપડાની ગણતરીનો તારીખ પાંચ મે થી પ્રારંભ કરવામાં આવશે જેમાં પગમાર્ક અવાજ અને જોવામાં દેખાય તો અને તેના મળના આધારે આ ઉપરાંત કેમેરા ટ્રેપની પણ ઘણી જગ્યાએ મદદ લઈ દીપડાની ગણતરી કરવામાં આવશે ત્રણ દિવસની ગણતરી દરમિયાન દિવસે પગમાર્ક જોવા મળે તો તેના ઉપર પીઓપી નાખી તેના નમૂના લેવામાં આવશે રાત્રિના સમયે પાણીના પોઇન્ટ કે અન્ય સ્થળો પર દીપડા જોવામાં આવે તો તેની નોંધ કરવામાં આવશે દીપડાના વસ વાટવાળા તમામ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ખેડૂતો ખેત મજૂરો અને સ્થાનિક લોકોને પણ જાણ કરવામાં આવી છે કે દીપડો ધ્યાને આવે તો જાણ કરવી દીપડો મોટા ભાગે ભૂંડ અને કુતરા પર નિર્ભર છે દીપડા સિંહની જેમ બે ચાર દિવસ એકને એક વિસ્તારમાં રહેતા નથી દીપડાઓ ખૂબ ચાલાક અને ચપળ પ્રાણી માનવામાં આવે છે તે સામાન્ય રીતે માણસની સામે આવતા પણ નથી અને આવે તો તુરંત જ તે છુપાઈ જાય છે ખૂબ જ શરમાળ પ્રાણીની સંખ્યામાં દીપડાને ગણવામાં આવે છે દીપડાની ગણતરીમાં અમુક જગ્યાઓ પર એનજીઓની મદદ લેવામાં આવી રહી છે અમુક ડિવિઝનમાં ખુદ વનકર્મીઓ અને અધિકારીઓ દ્વારા જ ગણતરી હાથ ધરવામાં આવશે