
03 May 23 : ગાંધીનગરના માણસા તાલુકામાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. ઈટાદરા ગામના એક મંદિરમાં ચોરી કરવા ઘૂસેલા ત્રણ બુકાનીધારી તસ્કરો મંદિરના CCTV કેમેરામાં કેદ થતા મંદિરના માલિકના મોબાઇલમાં સાયરન વાગ્યું હતું. આથી માલિકે પોતાના ભાઈઓને તાત્કાલિક મંદિરે પહોંચવાનું કહ્યું હતું. જો કે, તસ્કરો મંદિરમાંથી આભૂષણોની ચોરી કરી ભાગી ગયા હતા. જ્યારે રસ્તામાં વહેલી પરોઢિયે દૂધ ભરવા જતાં દંપતીને ચપ્પુ બતાવીને સોનાની ચેઇન-બુટ્ટીની લૂંટ કરી બાઇક પર ફરાર થયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, માણસા તાલુકાના ઈટાદરા ગામમાં ગોગાજી મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભરતભાઈ પટેલે અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જેનું લાઈવ ફૂટેજ મોબાઇલમાં જોઈ શકાય છે. તેમ જ સીસીટીવી સાથે જો કોઈ છેડછાડ કરે તો તરત જ તેમના મોબાઈલમાં એલર્ટ સાયરન વાગે છે. ગઈકાલે ભરતભાઈ ગાંધીનગરના કુડાસણમાં પોતાના ઘરે હતા. ત્યારે મોડી રાતે તેમના મોબાઈલમાં અચાનક સાયરન વાગ્યું હતું. આથી ચેક કરતા ઈટાદરા ગામના ગોગાજી મહારાજ મંદિરમાં 3 બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાની જાણ થઈ હતી. આથી ભરતભાઈએ પોતાના કુટુંબી ભાઈઓને આ અંગે જાણ કરી તરત જ મંદિરે જવા કહ્યું હતું. મંદિરમાંથી 11.40 લાખનાં આભૂષણોની ચોરી. જો કે, બધા મંદિરે પહોંચે તે પહેલા જ તસ્કરો મંદિરમાંથી 11.40 લાખનાં આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન રસ્તામાં વહેલી પરોઢિયે દૂધ ભરવા જતા એક દંપતીને ચપ્પુ બતાવી તસ્કરોએ તેમની સોનાની ચેઈન અને બુટ્ટી પણ લૂંટી લીધી હતી અને બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં વાંચો.. પીએમ કિસાન નિધિને લઈ મોટું અપડેટ, આ મહિનામાં ખાતામાં જમા થઈ શકે છે 14 હપ્તાના રૂપિયા
જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. કારણ કે 14મા હપ્તાને લઈને સરકાર તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોનો દાવો છે કે 14મો હપ્તો મેના છેલ્લા મહિનામાં જ પાત્ર ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે, આ હપ્તો ટ્રાન્સફર કરવાનો સમય જુલાઈ સુધીનો છે. પરંતુ 13મા હપ્તામાં વિલંબને કારણે તેને થોડો વહેલો આપવાની યોજના છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અધિકારીઓનું માનવું છે કે મેના છેલ્લા સપ્તાહમાં કોઈપણ તારીખે 14મા હપ્તાના રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે.
2 કરોડ ખેડૂતો વંચિત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, 17 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ કર્ણાટકની મુલાકાત દરમિયાન 13મો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. પરંતુ કેટલીક ખામીઓને કારણે 13મા હપ્તાનો લાભ લગભગ 2 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચ્યો ના હતો. ત્યારથી તે ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે. બેંક કર્મચારીઓ પણ ખેડૂતોને કોઈ નક્કર જવાબ આપી શકતા નથી. તેથી, અમે તમને જણાવી દઈએ કે જો તમે સરકાર દ્વારા બનાવેલા નિયમોનું પાલન નથી કર્યું, તો આ વખતે પણ 14મો હપ્તો તમારા ખાતામાં નહીં પહોંચે.સમય પહેલાં પતાવી લો આ ત્રણ કામ. હકીકતમાં સરકારે યોજનામાં પારદર્શિતા લાવવા માટે ઈ-કેવાયસી શરૂ કર્યું હતું. પરંતુ અત્યાર સુધી એવા કરોડો ખેડૂતો છે જેમણે ઈ-કેવાયસી નથી કર્યું. બીજું કામ ભુલેખ વેરિફિકેશનનું છે. કારણ કે કેટલાક લોકો પાત્ર ન હોવા છતાં યોજના હેઠળ રૂપિયા લઈ રહ્યા હતા. આ બધાને રોકવા માટે સરકારે ભુલેખ વેરિફિકેશનની કામગીરી ફરજિયાત બનાવી હતી. કારણ કે, ઘણી વખત વ્યક્તિ જમીન વેચી દે છે. પરંતુ પીએમ સન્માન નિધિનો લાભ તે લેતો રહે છે. ત્રીજું કામ, રજિસ્ટ્રેશન સમયે રેશનકાર્ડ અપડેટ કરવાનું પણ હવે ફરજિયાત કરવામાં આવ્યું છે.
વધુમાં વાંચો… તલાટી પરીક્ષાને બેઠક રાજ્યના મુખ્ય સચિવની તમામ જિલ્લાના કલેક્ટર, એસપી સાથે બેઠક
આજે મહત્વની બેઠક આગામી સમયમાં યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને યોજાવા જઈ રહી છે. આ બેઠક રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બેઠકમાં તેઓ પરીક્ષાનું સુચારું આયોજન થાય તે માટે તમામ જિલ્લાના કલેક્ટરો અને જિલ્લાના એસપી સાથે બેઠક કરી કેટલાક જરૂરી આદેશો પણ આપશે. આ ઉપરાંત ખાસ કરીને મુખ્ય સચિવની પંચાયત સેવા પસંદગી મંડળ સાથે પણ બેઠક યોજવામાં આવશે. તમામ જિલ્લામાં 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને આ પરીક્ષાને લઈને સમીક્ષા બેઠકમાં ચર્ચા કરશે. આગામી પરીક્ષાને લઈે સમગ્ર તૈયારીઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ પણ આ વખતે પરીક્ષાની અંદર કોઈ ગેરરિતી ના થાય તે માટે પરીક્ષા સમી પાર પડે તેવી આશા સાથે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે. મોટી સંખ્યામાં તલાટીની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પંચાયત વિભાગ તરફથી આખરી સમીક્ષાની તૈયારીઓને લઈને મુખ્ય સચિવ બેઠકમાં ચર્ચા કરશે. અગાઉ કાયદો બની ગયા બાદ પરીક્ષાઓમાં થતી ગેરરીતીને રોકવા પ્રબળ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અગાઉ લેવાયેલી ક્વાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાની જેમ તલાટીની પરીક્ષામાં પણ આયોજન થશે.
વધુમાં વાંચો… 2023ના પહેલા વાવાઝોડા તોળાતો ખતરો ! જાણો શું હશે વાવાઝોડાનું નામ
યુએસ-યુરોપિયન હવામાન પ્રણાલીએ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાઈ રહેલ છે એ આગાહી કર્યા પછી ભારતીય હવામાન વિભાગે પણ પ્રતિક્રિયા આપી છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ને મંગળવાર (2 જી મે) એ કહ્યું કે છ મેની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર એક ચક્રવાત બને છે અને તેના પરિણામ પછીના 48 કલાક માં ઓછા દબાણ વાળા વાયુ ક્ષેત્રનો વિકાસ થવાની સંભાવના છે.
અમેરિકી હવામાન સિસ્ટમ નેટવર્ક ફોરકાસ્ટ સિસ્ટમ (GFS) ને યુરોપીયન સેનટર ફોર મેડિયમ વેદર ફોરકાસ્ટ્સ (ECMWF) ની બાજુએ બંગાળની ખાડી ઉપર એક ચક્રવાત બનવાના પૂર્વાનુમાન બાદ ભારત હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આઇએમડી ના મહાનિદેશક દ્વારા જણાવાયું હતું કે કેટલીક ફોરકાસ્ટ સિસ્ટમ દ્વારા શક્યતા ઓ વ્યક્ત કરવામાં આવી છે જેના પર અમે નજર રાખીએ છીએ. નિયમિતપણે અપડેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.” હવામાન વિષે જાણકારી આપતી ખાનગી વ્યક્તિ સ્કાઈમેટ વેદરે જણાવ્યું હતું કે, ” મે 2023 પહેલા અઠવાડિયામાં કોઈ ચક્રવાતી તોફાન આવવાની સંભાવના ઘણી ઓછી છે.” ઉલ્લેખનીય છે કે, ગત મહિને કોઈ ચક્રવાતી તોફાન. જો અધિકારીક રીતે પુષ્ટિ કરવામાં આવે તો હવામાન સંસ્થા વિજ્ઞાન (WMO) અને એશિયા અને પ્રશાંત માટે સંયુક્ત રાષ્ટ્ર માટે આર્થિક અને વિશ્વ સામાજિક (ESCAP) ના સભ્ય દેશોની તરફેણમાં તમારી નામકરણ પદ્ધતિ હેઠળ ચક્રવાતનું નામ ‘મોચા’ ‘ (મોચા) થશે. યમનમાં સમુદ્ર તટ પર એક પોર્ટ શહેર ‘મોચા’ ના નામ પર આ ચક્રવાતનું નામ સૂચવેલ.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગઈકાલે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવેલ. જો કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રાદેશિક હવામાન કેન્દ્ર, ભુવનેશ્વરના એક અધિકારી એ જણાવ્યું કે IMD એ હજુ સુધી ચક્રવાત અંગે કોઈ આગાહી કરી નથી. તેમણે કહ્યું કે નીચા દબાણવાળા વિસ્તારને ચક્રવાત બનતા પહેલા ઊંડા દબાણવાળા વિસ્તારમાં રૂપાંતરિત થવું પડશે.
વધુમાં વાંચો… સુરત શહેરના સિવિલ ચાર રસ્તા પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડતી સિટી બસના અડફેટે એક સાઇકલચાલક આવી જતા તેનું કમકમાટી ફર્યું મોત નીપજ્યું હતું. આ મામલે સ્થાનિક પોલીસે સિટી બસના ફરાર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ઉદયમંગલ સોસાયટીમાં 53 વર્ષીય કલ્પેશ ભેડા રહેતા હતા. કલ્પેશભાઈ શ્રમજીવી હોવાથી તેઓ સોમવારે કામ અર્થે સાઇકલ લઈને નવી સિવિલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક બેફામ આવતી એક સિટી બસના ડ્રાઇવરે કલ્પેશભાઈની સાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આથી કલ્પેશ ભાઈ હવામાં ફંગોળાઈ નીચે પટકાયા હતા. તે જ સમયે બસનું ટાયર કલ્પેશભાઈના માથા પરથી પસાર થઈ જતા કલ્પેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કરી બસ ડ્રાઇવર ફરાર. આ અકસ્માત બાદ સિટી બસ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે કલ્પેશભાઈના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમના ભાઈ જયેશભાઈ પણ આવ્યા હતા. જયેશભાઈએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં સિટી બસના ફરાર ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી અને ફરાર સિટી બસ ડ્રાઇવરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.