RSS અને બજરંગ દળ વિરુદ્ધ પેમ્ફલેટનું વિતરણ, મુસ્લિમ છોકરીઓને કરવામાં આવી આ અપીલ

મધ્યપ્રદેશના ઈન્દોરના મુસ્લિમ વિસ્તારોમાં આરએસએસ અને બજરંગ દળને લઈને પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા છે. આ પેમ્ફલેટમાં લખવામાં આવ્યું છે કે બે સંગઠનો દ્વારા મુસ્લિમ યુવતીઓને ફસાવવામાં આવી રહી છે. મુસ્લિમ યુવતીઓને આ જાળમાં ન ફસાવાની અપીલ કરવામાં આવી છે. આ મામલો સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનના કેટલાક લોકો દ્વારા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પેમ્ફલેટમાં ‘ભગવા લવ ટ્રેપ’ વિશે વાત કરવામાં આવી છે, જેના નામે મેરઠ અને પટનામાં મુસ્લિમ છોકરીઓને પરેશાન કરવામાં આવી અને તેમની સાથે ફરી રહેલા હિન્દુ છોકરાને પણ માર મારવામાં આવ્યો.
પેમ્ફલેટમાં શું લખ્યું છે…આ પેમ્ફલેટમાં લખવામાં આવ્યું છે, મારી બહેન, તારી ઈજ્જતની કિંમત 7 જમીન અને 7 આસમાન કરતાં વધારે છે. તારી ઈજ્જત આખી દુનિયાના મુસલમાનો ની જાન કરતાં વધુ કિંમતી છે. તું તારા પિતાનું ગૌરવ છે, તું તારા ભાઈનું ગૌરવ છે. તું તારા પરિવારનું સન્માન છે. તું કોઈ સામાન્ય છોકરી નથી પરંતુ ઈસ્લામની રાજકુમારી છે. કાફિરો (બજરંગ દળ અને આરએસએસ) દર વર્ષે 10 લાખ મુસ્લિમ છોકરીઓને મુર્તદ (કાફિર) બનાવીને તેમના સન્માનને કલંકિત કરવા માગે છે. અમરાવતી શહેરની 800થી વધુ મુસ્લિમ યુવતીઓ ધર્મત્યાગી બની ચુકી છે. સોશિયલ મીડિયા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) દ્વારા શાળા-કોલેજોમાં મિત્રતાના બહાને ફસાવવામાં આવે છે. બહેન, તું પોતાનો શિકાર ન બનતી. હિન્દુ સંગઠને કરી કાર્યવાહીની માંગ. આ પેમ્ફલેટમાં આગળ લખવામાં આવ્યું છે કે તું ભગવા લવ ટ્રેપમાં ન ફસાતી, થોડા દિવસોના ખોટા સુખ, ભેટ, પૈસાના લોભમાં આવીને પોતાની દુનિયા ન બગડતી. જો તારાથી કોઈ ભૂલ થઈ હોય તો પાછી આવી જજે, તારો ભાઈ તારી મદદ કરવા તૈયાર છે. અલ્લાહ તારા વિશ્વાસ, સન્માન અને ગૌરવની રક્ષા કરે. આ મામલો સામે આવ્યા બાદ જ્યારે હિંદુ સંગઠનોને તેની જાણ થઈ તો તેઓએ રાવજી બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 8-10 લોકો વિરુદ્ધ કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

વધુમાં વાંચો… સંસદની નવી બિલ્ડીંગના ઉદઘાટનને લઈને હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી જેમાં એ નિર્દેશની માંગ કરવામાં આવી છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. અરજીકર્તાનું કહેવું છે કે લોકસભા સચિવાલયે ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી કરશે કે નહીં.તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ કર્યો છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવાની માંગ કરી છે.
નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં કહ્યું છે કે “વ્યક્તિના અહંકાર અને સ્વ-પ્રોત્સાહન”એ દેશના પ્રથમ આદિવાસી મહિલા પ્રમુખને ભવનનું ઉદ્ઘાટન કરવાનો બંધારણીય વિશેષાધિકાર નકાર્યો છે. કોંગ્રેસના આ નિવેદનના એક દિવસ પહેલા જ કોંગ્રેસ, ડાબેરી, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિત 19 વિપક્ષી દળોએ મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. વિપક્ષી દળોનો આરોપ છે કે કેન્દ્રમાં વર્તમાન સરકાર હેઠળ સંસદમાંથી લોકશાહીની ભાવનાને દૂર કરી દેવામાં આવી છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હાથે થવું જોઈએ અને જો આમ નહીં થાય તો તેમની પાર્ટી ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કર્યા પછી, ભાજપની આગેવાની હેઠળના NDAએ તેમની નિંદા કરી અને તેમના પગલાને ભારતના લોકશાહી નીતિ અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન ગણાવ્યું. એનડીએએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓનું આ કૃત્ય માત્ર અપમાનજનક નથી પરંતુ મહાન રાષ્ટ્રની લોકતાંત્રિક નીતિ અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે.

વધુમાં વાંચો… ‘…તો શું પાકિસ્તાનના પીએમ ભારતની સંસદનું ઉદ્ઘાટન કરશે’, આચાર્ય પ્રમોદે વિપક્ષ પર ઉઠાવ્યા સવાલ
સંસદ ભવનની નવી ઇમારત પર રાજનીતિ ચાલી રહી છે અને મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ રવિવારે યોજાનાર તેના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષો આ ઈમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરાવવાની માંગ કરી રહ્યા છે, જ્યારે ભાજપ આ અંગે પોતાની દલીલો આપી રહી છે. દરમિયાન કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદનું ઉદ્ઘાટન કરવામાં કંઈ ખોટું નથી અને વિરોધ પક્ષોએ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.
‘…તો પાકિસ્તાનના વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન’
આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે વિપક્ષના વિરોધ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો ભારતના વડાપ્રધાન દેશની સંસદનું ઉદ્ઘાટન નહીં કરે તો શું પાકિસ્તાનના પીએમ કરશે? તેમણે કહ્યું, ‘ભારતની સંસદ દેશની ધરોહર છે,ભાજપની નહીં. દેશના વડાપ્રધાન દેશની સંસદનું ઉદ્ઘાટન નહીં કરે તો કોણ કરશે? જો ભારતના વડાપ્રધાન ભારતની સંસદનું ઉદ્ઘાટન નહીં કરે તો શું પાકિ સ્તાન ના વડાપ્રધાન કરશે? સંસદ, રાષ્ટ્રપતિ ભવન, આ એવી ઇમારતો છે જે કોઈ પાર્ટીની નથી, આખા દેશની હોય છે. આપણને મોદીનો વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ દેશનો વિરોધ કરવો યોગ્ય નથી.’
‘…તમામ વિપક્ષ અસદુદ્દીન ઓવૈસીના માર્ગે ન ચાલે’
આચાર્ય પ્રમોદે વધુમાં કહ્યું, ‘આપણે વડાપ્રધાનની નીતિઓનો વિરોધ કરીએ. આપણે કરવો જોઈએ, આપણે કરીશું, આપણે રસ્તા પર કરીશું, આપણે દરેક જગ્યાએ કરીશું. લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. હું વિપક્ષને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરવા માંગુ છું. ભારતની સંસદને ભાજપની માનવું ખોટું છે, તેથી જ હું વિનંતી કરું છું કે તમામ વિપક્ષોએ ઓવૈસીના માર્ગ પર ન ચાલવું જોઈએ.’ આ પહેલા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવે પણ પીએમ મોદી દ્વારા સંસદના ઉદ્ઘાટનનો વિરોધ કરવાના વિપક્ષના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો, જોકે બાદમાં તેમણે યુ-ટર્ન લઈ લીધો હતો.

વધુમાં વાંચો… છોટુ વસાવા દેશની નવી સંસદના ઉદ્ઘાટનને લઈને ટ્વીટ કરતા સમગ્ર વિવાદને આપ્યો નવો રંગ

નવી સંસદનું ઉદ્ઘાટન 28 મેના રોજ થવાનું છે. ત્યારે એ પહેલા જ છોટુ વસાવા દેશની નવી સંસદના ઉદ્ઘાટનને લઈને એક ટ્વીટ કર્યું છે. સંસદના ઉદઘાટનના વિવાદમાં છોટુ વસાવાએ પણ ટ્વીટ કરી એક તસીવર શેર કરી છે. ગુજરાતના આદિવાસી નેતા છોટુ વસાવાએ હવે આદિવાસીઓ હિન્દુ નથી એમ કહીને આ સમગ્ર વિવાદને નવો રંગ આપ્યો છે. આથી તેનું ઉદ્ઘાટન આદિવાસી પ્રમુખ દ્વારા કરવામાં આવી રહ્યું નથી. નવી સંસદનું ઉદઘાટન રાષ્ટ્રપતિને યોગ્ય રીતે ન કરવા અને આમંત્રણ ન આપવા સામે વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. ત્યારે દેશની નવી સંસદના ઉદ્ઘાટનના વિવાદમાં ગુજરાતના પીઢ આદિવાસી નેતા છોટુ વસાવાએ ટ્વિટ કર્યું છે કે આદિવાસીઓ હિંદુ નથી અને હિંદુ વર્ણ પ્રણાલીનો હિસ્સો નથી. એટલે સંસદ નું ઉદ્ઘાટન આદિવાસી પ્રમુખના હસ્તે થતું નથી. ફોટો પણ ટ્વીટ કર્યો છે. જેમાં એક આદિવાસી પૂજા કરતા બતાવવામાં આવ્યા છે. ગુજરાતના ભરૂચ જિલ્લાની ઝગડિયા બેઠક પરથી સાત વખત જીતીને ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાએ આ વિવાદમાં નવો એંગલ મૂક્યો છે. તેમણે દાવો કર્યો છે કે આદિવાસીઓ હિંદુ નથી. આથી આદિવાસી પ્રમુખને બોલાવવા માં આવ્યા નથી. નવી સંસદનું ઉદ્ઘાટન 28 મેના રોજ થવાનું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. તો ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઝારખંડના પ્રવાસે છે.
છોટુ વસાવાએ પોતાના ટ્વિટમાં આ વાતનો કર્યો ઉલ્લેખ
આદિવાસી હિંદુ નથી અને હિંદુ વર્ણ પ્રણાલીનો હિસ્સો નથી.આદિવાસીઓ ક્યારેય મંદિરોમાં પ્રવેશવા માટે લડ્યા નથી.નવી સંસદનું ઉદઘાટન વર્ણ વ્યવસ્થાની સંસ્કૃતિ સાથે કરવામાં આવી રહ્યું છે. તેથી આદિવાસી પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન નથી થતું!
દેશની નવી સંસદના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સંસદના ઉદ્ઘાટનમાં દેશની 20 પાર્ટીઓ ભાગ લઈ રહી છે, જ્યારે 19 પાર્ટીઓએ બહિષ્કારની વાત કરી છે. કોંગ્રેસ સહિત તમામ પક્ષો માંગ કરી રહ્યા છે કે સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here