ચાંપતી નજર – કોંગ્રેસના આ નેતાએ રાજકોટમાં સ્ટ્રોંગરુમ બહાર CCTV લગાવ્યા, મોબાઈલથી રખેવાળી કરે છે

03 Dec 22 : કોંગ્રેસે હંમેશા ઈવીએમને લઈને સતત સવાલો ઉઠાવ્યા છે ત્યારે આ વખતે ચાંપતની નજર ઈવીએમ જ્યાં સ્ટ્રોંગ રુમમાં રાખવામાં આવ્યા છે. ત્યાં બહાર CCTV કેમેરા લગાવી દીધા છે. રાજકોટમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટ્રોંગરૂમની બહાર CCTV લગાવ્યા છે. તેઓ મોબાઈલ સાથે લિંકઅપ કરીને સતત રખેવાળી કરી રહ્યા છે. બીજા તબક્કાનું મતદાન 5 ડીસેમ્બરે છે ત્યારે ભાજપ, કોંગ્રેસ, AAP આજે છેલ્લી ઘડીએ પ્રચાર કરી રહ્યા છે. રાજકોટમાં સીસીટીવી લગાવવાની કદાચ આ વખતે પ્રથમ ઘટના છે.

કરીને સ્ટ્રોંગ રૂમની બહાર મુખ્ય ગેટની સામે સીસીટીવી – ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને હવે બે દિવસ બાકી છે. ત્યારે 8 તારીખે મતદાન પણ થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર સહીતના વિવિધ જિલ્લાઓમાં પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ઈવીએમ કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે અને આ ગણતરી જે જગ્યા પર થઈ રહી છે. રાજકોટ વિધાનસભા 68ના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રોંગ રૂમની બહાર મુખ્ય ગેટની સામે CCTV થી સજ્જ કર્યા છે.

આ વિધાનસભાની બેઠકોના સ્ટ્રોંગ રુમમાં રખેવાળી – મોબાઈલ ફોન પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ સ્ટ્રોંગ રૂમના તમામ ઈવીએમ સીલ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના દાણકોટ ગામે આવેલી સરકારી ઈજનેરી કોલેજના સ્ટ્રોંગ રૂમમાં તમામ 8 સીટના ઈવીએમ સીલ કરીને રાખવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જો કે તેની સાથે કોંગ્રેસે કોલેજની બહાર સીસીટીવીથી લગાવી ને સ્ટ્રોંગરૂમ પર ચાંપતી નજર રાખી રહી છે.

62 ટકા મતદાન થયું છે – આ વખતે વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 62 ટકા આસપાસ થયું છે ત્યારે સૌરાષ્ટ્ર માં લોકોએ મતદાન કરવાને લઈને નિરસતા બતાવી છે. સૌરાષ્ટ્રમાં ત્રણેય પાર્ટીઓ દ્વારા મહેનત કરવામાં આવી હતી.

વધુમાં વાંચો… ભાજપની વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાની તૈયારીઓ, 5મીએ રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 5 ડીસેમ્બરે પૂર્ણ થઈ રહી છે અને 8 ડીસેમ્બરે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મતદાનના દિવસે જ રાષ્ટ્રીય પદાધિકારીઓને બેઠક લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ભાગરુપે થઈ રહી છે.

ભાજપે અત્યારથી જ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 5 ડિસેમ્બરે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આ બેઠકની અધ્યક્ષતા કરશે. જેમાં તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે તેવી માહિતી પણ મળી રહી છે. ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે આજે સાંજ સુધીમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે બીજા તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને પણ ભાગે કમર કસી લીધી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. જ્યાં ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવી રહ્યા છે. ચૂંટણીના પરીણામ પહેલા આગોતરી તૈયારીઓ માટે જાણીતું ભાજપ તેના પ્લાનિંગ સાથે આગળ વધી રહી છે. કેમ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જીત બાદ તેઓ મોટી જીત નોંધાવીને લોકસભાની ચૂંટણીનો પાયો નાખવા માંગે છે. વિધાનસભાની ચૂંટણીઓથી ભાજપ 2024 સુધી જીતનું વાતાવારણ બરકરાર રાખવા માંગે છે.

આ બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા – બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે. ભાજપે લોકસભાની પ્રથમ 144 બેઠકો માટે ખાસ તૈયારીઓ કરી છે. જેના માટે કેન્દ્રીય મંત્રીઓને આ 144 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકમાં આગામી રાષ્ટ્રીય કાર્યકારિણી પહેલાની યોજનાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાવા જઈ રહી હોવા છતાં વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ વર્ચ્યુઅલ રીતે એક થઈને કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here