આ રહી હે પુલીસ 5 નવેમ્બર ‘સૂર્યવંશી’ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે

1 Nov 2021 : લાંબા સમય થી રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીને રિલીઝ કરવા માટે રાહ જોવાઈ રહી હતી. કોવિડ19 અને થિયેટરો બંધ થવાને કારણે રોહિત શેટ્ટીએ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખી હતી. વર્ષ 2021માં પણ સૂર્યવંશીને એપ્રિલમાં રિલીઝ કરવાની વાત થઈ હતી. ત્યારબાદ આખરે દિવાળી પર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.આગામી 5 મી નવેમ્બરે રિલીઝ થશે સૂર્યવંશી.

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર ‘સૂર્યવંશી’ની પોસ્ટ શેર કરી છે. કેટરીનાની પોસ્ટમાં સૂર્યવંશીની નવી રિલીઝ ડેટ સાથેનો ધમાકેદાર વીડિયો પણ છે.શેર કરેલી પોસ્ટ માં અભિનેતા અક્ષય કુમાર ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે. સૂર્યવંશીના આ નવા મોશન પોસ્ટરમાં બાઇક પરથી હેલિકોપ્ટર પર લટકતો અક્ષય કુમાર ધમાકેદાર સ્ટંટ સાથેના ખાસ અંદાજમાં જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ પોસ્ટમાં કેટરીના કૈફે કેપ્શનમાં લખ્યું કે ફટાકડાથી ભરેલી દિવાળી માટે તૈયાર થઈ જાઓ. સૂર્યવંશી 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

કેટરિનાએ બે હેશટેગ પણ આપ્યા છે જેમાંથી એક સૂર્યવંશીને ચાર દિવસનો છે તેમજ બીજું હેશટેગ બેક ટુ સિનેમા છે. કેટરિના કૈફ આ પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા યુઝર્સને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે કે સૂર્યવંશી માટે માત્ર ચાર દિવસ બાકી છે. આ વખતે દિવાળી એક્શન અને થ્રિલ થી ભરપૂર સૂર્યવંશી સાથે હશે.

આમ તો રોહિત શેટ્ટી એ જમીન,ગોલમાલ,ચેન્નાઇ એક્સપ્રેસ જેવી સુપરહિટ ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકે ખુબ સરસ મનોરંજન આયુ છે પરંતુ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર તરીકે દિલવાલે , સિંઘમ ,સિંઘમ રિટર્ન્સ, સિમ્બા જેવી હિટ ફિલ્મો આપી છે સૂર્યવંશી માં પ્રોડ્યૂસર તરીકે રોહિત શેટ્ટી અને કર્ણ જોહર છે. આતુરતા નો અંત કેમકે આ રહી હે પુલીસ , 5 નવેમ્બર – ‘સૂર્યવંશી’  સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.