મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ફોરેન્સિક લેબોરેટરીના પ્રાથમિક તપાસ રિપોર્ટ માં આ બાબત આવી સામે

02 Nov 22 : મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ મામલે સીટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી ઝુલતા બ્રિજના કેબલ પર કાટમાળ જોવા મળ્યો હતો. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ફોરેન્સિક લેબોરેટરીના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં આ બાબત સામે આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

પુલનું રીનોવેશન નામનું થયું હોય તેવો અંદાજ પણ લગાવી શકાય છે જ્યારે પુનઃસ્થાપનના કામમાં ઘણી બેદરકારી પણ સામે આવી છે. ઓરેવાએ પુલના સમારકામના બેદરકારી દાખવી છે. જો કે, ઓરેવાના માલિકનું ક્યાંય નામ હજુ સુધી પોલીસ એફઆઈઆરમાં સામે નથી આવ્યું. નવીનીકરણ છતાં, ઝુલતા પુલના કેબલ પર કાટમાળ હતો. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. છેલ્લા સાત મહિનાના સમારકામ અને નવીનીકરણ દરમિયાન માત્રને માત્ર ફેબ્રિકેશનની કામગીરી જ હાથ ધરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અત્યારે નવ પૈકી ચાર આરોપીઓને આ મામલે ગંભીરતાથી તપાસ માટે કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. સમારકામ બાદ પણ ગુણવત્તા ધ્યાને કેમ નથી લેવામાં આવી તે પણ મોટો સવાલ છે. સમારકામ બાદ બ્રિજની સ્ટેબિલિટી તપાસવાની જવાબદારી પાલિકાની હોય છે. પરંતુ તેઓ બ્રિજ શરુ થયો છે તે વાતથી જ અજાણ હતા.

વધુમાં વાંચો… રાજકોટ માં “તું મને બાપુ કેમ નથી કહેતો?” તેમ કહી પાંચ શખ્શો આધેડને મારમાર્યો

રાજકોટ શહેરમાં આવારા તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં રહેતા એક વ્યક્તિએ “તું મને બાપુ કેમ નથી કહેતો?” તેમ કહી એક વેપારીને પાંચ શખ્શો ભેગા મળી મારમાર્યો શહેરના શેઠનગર વિસ્તારમાં રહેતા એગ્રો વેપારીને પિતા-પુત્ર સહિત પાચ શખ્સોએ માર મારતા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના શેઠનગર વિસ્તારમાં રહેતા અને બાલાજી એગ્રો સેન્ટર તરીકે દુકાન ધરાવતા આશુતોષભાઈ ઉમેશચંદ્ર ઠાકર નામના 45 વર્ષના આધેડને બાબુ પરમાર, તેના પુત્ર જયરાજ ઉર્ફે જયેશ પરમાર, તેમના ભાણેજ સિદ્ધરાજ ગોહેલ અને જયરાજના બે મિત્રો સહિત પાચ શખ્સોએ આધેડનું બાઈક આંતરી પાઇપ અને છરી વડે હુમલો કરતા આશુતોષભાઈ ઠાકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે આધેડ આશુતોષભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ કાલે પોતે રાત્રીના સમયે દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે બાબુ પરમાર બાઈક આડે આવી ” ઠાકરડા, તું મને બાપુ કેમ નથી કહેતો?” તેમ કહી માથાકૂટ કરવા લાગ્યો હતો.આધેડ અને બાબુ પરમાર વચ્ચે બોલાચાલી બાદ બાબુના પુત્ર જયરાજ, ભાણેજ સિદ્ધરાજ અને બે મિત્રો સહિત પાચ શખ્સોએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.

વધુમાં વાંચો… રાજકોટ ના ભગવતીપરામાં દિયર ભાભી વચ્ચે બઘડાટી બોલી

રાજકોટ ભાભીએ ગાળો બોલવાની ના પાડતાં દિયરે ઈંટનો ઘા ઝીંકી દીધો રાજકોટ શહેરનો એક કિસ્સો સામે આવ્યો જેમાં ગાળો બોલવાની ના પાડતાં દિયરે ભાભીને ઈંટનો ઘા ઝીંકી દીધી સામા પક્ષે ભાભી અને ભાઈએ કુહાડીનો ઘા ઝીંકતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં સુખાસાગર રોડ પર રહેતા મંજુલાબેન સંજયભાઈ પરમાર નામની 25 વર્ષની પરિણીતા પર તેના જ દિયર સાવન પરમારે ઈટ મારી દેતા પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાં હોસ્પિટલના બિછાને રહેલા મંજુલાબેનએ જણાવ્યું હતું કે તેમનો દિયર સાવન દારૂના નશામા ધૂત થઈ ઘરમાં ગાળો બોલતો હોય જે બાબતે ટપારતા ઉશ્કેરાયેલા સાવને ભાભી મંજુલા બેનને ઈટ મારી દેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો બીજી તરફ સાવન પરમારને તેના જ ભાભી અને સગા ભાઈએ કુહાડીથી હુમલો કરતા ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here