આ વખતે ચૂંટણીમાં ક્રિકેટરો પણ પ્રચાર મેદાનમાં જડ્ડુ બાદ ભજ્જુ આજે ઉતરશે પ્રચાર મેદાને

File Image
File Image

23 Nov 22 : AAP આજે તેમના સ્ટાર પ્રચારક હરભજન સિંહને ચૂંટણી પ્રચારમાં ઉતારશે ગઈકાલથી રવિન્દ્ર જાડેજા પ્રચાર મેદાને ઉતર્યા છે ત્યારે નેતાની સાથે ક્રિકેટરો પણ પ્રચારમાં ઉતરી રહ્યા છે. ગુજરાતમાં સ્ટાર પ્રચારકોમાં આ વખતે ક્રિકેટરો પણ ખરાખરીના મેદાને ઉતરી રહ્યા છે. ગઈકાલે રવીન્દ્ર જાડેજાએ ભાજપમાં તેમના પત્ની રીવાબા માટે પ્રચાર કર્યો હતો ત્યારે આજે પૂર્વ ઈન્ડીયન ક્રિકેટર અને આપ નેતા હરભજનસિંહ મેદાને ઉતરશે.

હરભજન સિંહે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી માટે પ્રચાર શરૂ કરશે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને અનુભવી સ્પિનર ​​હરભજન સિંહ આજે બાયડમાં AAP ઉમેદવાર ચિનુભાઈ પટેલ માટે રોડ શો કરશે અને બાદમાં જાહેર સભાને સંબોધશે. તેમનો કાર્યક્રમ આજે બપોરે 2 કલાકે યોજાશે. દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે 7 કલાકે ગોધરા ખાતે જાહેરસભાને સંબોધશે. આમ એક પછી એક પ્રચરકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અભિયાનમાં ઉતરી રહ્યા છે. આ વખતે ગુજરાતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે કેમ કે, આપ પાર્ટી, એઆઈએમઆઈએમ જોડાતા તેઓ પ્રચાર મેદાનમાં ઉતરી રહ્યા છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્નીનું દિલ જીતવા મેદાનમાં ઉતર્યા – પત્નીના જામનગર બેઠકમાં નામાંકન સમયે રવિન્દ્ર જાડેજા હાજર રહ્યા હતા. ત્યારબાદ તેઓ ગઈકાલે પત્ની સાથે જામનગરમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ જામનગરમાં રીવાબાના સમર્થનમાં ભવ્ય રોડ શો કર્યો હતો. ત્યારે તેઓ પ્રચાર અભિયાનમાં સક્રીય બન્યા છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ જામનગરની બજારમાં ખુલ્લી જીપમાં પ્રચાર કર્યો હતો. દિગ્ગજ ક્રિકેટરે તેમના પત્ની રીવાબાને વોટ આપવાની અપીલ કરી હતી. રોડ શો દરમિયાન જાડેજા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

આ વખતે ક્રિકેટરો આ પ્રકારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરતા પ્રથમ વખત જોવા મળી રહ્યો છે. એક સાથે એક ટીમમાં રમતા ક્રિકેટરો અલગ અલગ પાર્ટી માટે પ્રચાર કરશે.

વધુમાં વાંચો… ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધીનું નિવેદન: “ભાજપ પહેલા ડર ફેલાવે છે, પછી તેને હિંસામાં ફેરવી નાખે છે”

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’ મહારાષ્ટ્રમાંથી પસાર થયા બાદ ‘દક્ષિણના દ્વાર’ તરીકે ઓળખાતા બુરહાનપુર જિલ્લાના બોદરલી ગામ માંથી નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી મધ્યપ્રદેશમાં પ્રવેશી હતી. આગામી 11 દિવસમાં આ યાત્રા મધ્યપ્રદેશના 7 જિલ્લામાંથી પસાર થશે. બુરહાનપુરના મોટા ભાગમાં કેળાની ખેતી થાય છે અને તે પાવરલૂમ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર પણ છે. આજે બપોરે રાહુલ ગાંધી કેળાના ખેડૂતો અને પાવરલૂમ કામદારો સાથે વાતચીત કરશે. બુધવારે સવારે મધ્ય પ્રદેશમાં ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ પહેલા યુવાનો, ખેડૂતો અને મજૂરોના દિલમાં ડર ફેલાવે છે અને પછી તેને હિંસામાં ફેરવી નાખે છે.

રાહુલે ગામના સભાસ્થળ પર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કોંગ્રેસ યુનિટો વચ્ચે ત્રિરંગો સોંપ્યા બાદ મધ્યપ્રદેશમાં 12 દિવસીય યાત્રાનો ઔપચારિક પ્રારંભ કર્યો. આ પ્રસંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહ અને પક્ષના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. રાહુલે સભામાં કહ્યું કે તેમની યાત્રા દેશમાં ફેલાવવામાં આવતી નફરત, હિંસા અને ડરની વિરુદ્ધ છે. સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે બેરોજગારી અને મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી. તેમણે કહ્યું, “ભાજપ સૌથી પહેલા યુવાનો, ખેડૂતો અને મજૂરોના હૃદયમાં ડર ફેલાવે છે અને જ્યારે આ ડર સારી રીતે ફેલાઈ જાય છે, ત્યારે તે આને હિંસામાં ફેરવી નાખે છે.”

ભાજપને એક રીતે પડકારતાં રાહુલે કહ્યું, “અમે કન્યાકુમારીથી હાથમાં ત્રિરંગો લઈને ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી હતી. આ ત્રિરંગાને શ્રીનગર પહોંચતા કોઈ રોકી શકશે નહીં. ” તેમણે દાવો કર્યો હતો કે દેશના ઉદ્યોગ, એરપોર્ટ અને બંદરો માત્ર ત્રણ-ચાર ઉદ્યોગપતિઓના હાથમાં છે અને હવે રેલવે પણ તેમના હાથમાં જવાનું છે. રાહુલે કહ્યું, “આ અન્યાયનું ભારત છે. અમને એવું ભારત નથી જોઈતું. ગરીબોને ન્યાય જોઈએ છે.”

તેમણે એમ પણ કહ્યું કે મોંઘા પેટ્રોલ અને રાંધણગેસ માટે સામાન્ય માણસના ખિસ્સામાંથી જે પૈસા નીકળે છે તે આ ત્રણ-ચાર ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જાય છે. રાહુલે રૂદ્ર નામના પાંચ વર્ષના છોકરાને સભાના સ્ટેજ પર બોલાવ્યો, જેણે કહ્યું કે તે મોટો થઈને ડોક્ટર બનવા માંગે છે. સરકાર પર શિક્ષણનું ખાનગીકરણ કરવાનો આરોપ લગાવતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “આજના ભારતમાં રુદ્રના ડોક્ટર બનવાનું સપનું પૂરું થઈ શકે તેમ નથી કારણ કે તેના માતા-પિતાને ખાનગી મેડિકલ કોલેજમાં ભણવા માટે કરોડો રૂપિયા ચૂકવવા પડશે. ફી ન ભરી શકવાને કારણે તેણે મજૂરી કરવી પડશે.”

રાહુલની આગેવાની હેઠળની આ પદયાત્રા 4 ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા 12 દિવસમાં પશ્ચિમ મધ્ય પ્રદેશના માલવા-નિમાર વિસ્તારમાંથી પસાર થશે. નોંધપાત્ર વાત એ છે કે, આ ખેડૂત પ્રભુત્વવાળા વિસ્તારમાં 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ભાજપ પર નોંધપાત્ર લીડ મેળવી હતી અને કમલનાથના નેતૃત્વમાં રાજ્યમાં પાર્ટીની સરકાર રચાઈ હતી. જો કે, જ્યોતિરાદિત્ય સિંધિયાના આશ્રય હેઠળ વિધાનસભામાંથી કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અને ભાજપમાં જોડાવાના કારણે 20 માર્ચ, 2020ના રોજ તત્કાલીન કમલનાથ સરકાર પડી ભાંગી હતી. કમલનાથ સરકારના પતન પછી, ભાજપ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં 23 માર્ચ, 2020 ના રોજ રાજ્યમાં સત્તામાં પાછા ફર્યા હતા.

દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બોદરલી ગામે પ્રભાતફેરી સ્વરૂપે ત્રિરંગા ઝંડા લહેરાવી યાત્રામાં જોડાયા હતા. આશરે 6,000 ની વસ્તી ધરાવતા આ ગામમાં યાત્રાના સ્વાગત સભાસ્થળને કેળાના પાનથી ખાસ શણગારવામાં આવ્યું હતું, કારણ કે આ વિસ્તાર કેળાની ખેતીનો ગઢ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here