આ વખતે બન્ને તબક્કાની ચૂંટણીમાં નોંધાયેલા 1621 ઉમેદવારોમાંથી જાણો કઈ પાર્ટીના ઉમેદવારો દાગી

24 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના કુલ 1621 ઉમેદવારો નોંધાયા છે તેમાંથી 313 ઉમેદવારો વિવિધ ગુનાહીત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ ફોર્મ પરત ખેંચ્યા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં દાગી ઉમેદ વારોની સંખ્યામાં વધારો થયો છે.182 વિધાનસભા બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે. 1 ડિસેમ્બરે મતદાન થઈ રહ્યું જેમાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ ભૂતકાળામાં નોંધાયા છે.

આ 313 ઉમેદવારોમાંથી ભાજપના 28, કોંગ્રેસના 30 અને આમ આદમી પાર્ટીના 15 ઉમેદવારો છે કે જેમની સામે ભૂતકાળમાં ગુનો નોંધાયો છે. આ સિવાય અન્ય ઘણા સ્થાનિક પક્ષોના ઉમેદવારો છે અને તેમાંથી મોટાભાગના અપક્ષ ઉમેદવારો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની વિગતવાર વાત કરીએ તો છેલ્લી ચૂંટણીમાં કુલ 1,815 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 253 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. ગત વખતની સરખામણીએ આ વખતે ઉમેદવારો ઘટ્યા છે પરંતુ ગુનાહીત ઈતિહાસ ધરાવતા દાગી ઉમેદવારોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે કુલ ઉમેદવારોમાંથી 19 ટકા વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો છે.

ગત વખતે કુલ ઉમેદવારોમાંથી અંદાજિત 14 ટકા ગુનાથી ખરડાયેલા ઉમેદવારો હતા જ્યારે 2012માં કુલ 1283 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 222 ગુનાથી ખરડાયેલા ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે આ ચૂંટણીમાં ગુનાહીત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં 5 ટકાનો વધારો થયો છે.

વધુમાં વાંચો… પાલનપુરમાં મારું ધ્યાન 5 પ પર જાય છે, પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ – પીએમ મોદી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો બીજા દિવસનો પ્રવાસ છે ત્યારે આજે તેઓ 4 જિલ્લાની સભાઓને સંબોધન કરશે. પ્રથમ સભાની શરુઆત તેમણે પાલનપુરથી કરી હતી. પાલનપુરમાં સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, સમય ચૂંટણીનો છે એટલે તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. બનાસકાંઠાને પસ્તાવો થતો હશે કે, જિલ્લાના બધા રકમડા રમી રાજ્યના લાભો ગુવાવી દઈએ છીએ એટલે આ વખતે બધા કમળ ઉગાડવા છે એ નક્કી કર્યું છે. સદનસીબે બનાસકાંઠા આવવાનું બહું થયું છે. આ વખતે વાતાવરણ વાવાઝોડાના છે એટલે ચમકારો દેખાય.

વિકાસના કામો એટલા બધા થયા છે જે તમે ગણ્યા જ કરો ખૂટે નહીં. કોઈ અઠવાડીયું એવું નથી ગયું જ્યારે ગુજરાતના વિકાસનું નવું ડગલું ના માંડ્યું હોય. આજે પાલનપુરમાં મારું ધ્યાન 5 પ પર જાય છે. પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ.. હું વિકસિત ગુજરાતની વાત કરવા આવ્યો છું ત્યારે 5 મુદ્દાઓ ચૂંટણીની ચર્ચામાં જ નહીં આવ્યા હોય. પર્યટન એ તેજ ગતિથી ફલતો ફૂલતો ઉદ્યોગ છે. બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતમાં જ્યાં રણને તોરણ બનાવી દીધું ત્યાં વિકાસની કેટલી સંભાવનાઓ છે. 2004માં અબ્દુલ કલામ આવેલા અને તેમને ચિંતા વ્યક્ત કરી. ભારત પાસે આટલી વિરાસત હોય અને 30માં નંબરે ઉભા હોય ત્યારે આ સ્થિતિની ચિંતા કરી હતી.

ગુજરાતની અંદર વિકાસની તકો શોધી છે. માં અંબા, નળેશ્વરી, રણ અને પેલી બાજું કચ્છનું રેગિસ્તાન શું નથી આપણી પાસે. માં અંબાનું ધામ બદલાઈ રહી છે. જ્યાં યાત્રીઓ આવે છે ત્યાં રોજગારના અવસરો ઉભા થઈ રહ્યા છે. નર્મદા, સરદાર સરોવર ટુરીસ્ટો આવતા હોય તો ધરોઈમાં કેમ ના આવે.

બદ્રીનાથ ગયો ત્યાં માણાંગામ ગયો ત્યાં લોકોને ભેગા કરી નળાબેટમાં શું વ્યવસ્થા છે તેના વિશે વાત કરી હતી. સરહદી વિસ્તારના વિકાસ માટે કામ અને જહેમત ઉપાડ્યું છે. કચ્છનો રણોત્સવ જેનો લાભ આપણને મળી રહ્યો છે. પાટણની રાણની વાવની ગૂંજ છે. પર્યાવરણની વાત કરીએ તો ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે. સોલાર એનર્જીનું અભિયાન અહીં ચલાવવા માંગીએ છીએ. ગોબરધનના પ્લાન થકી આગળ વધી રહ્યા છે. પશુધનની વાત કરીએ તો છાણ મૂત્ર અને બાયોગેસમાંથી આવક થાય તેમાંથી કમાણી થાય તેના માટે કામ થઈ રહ્યું છે. પાણી માટે 75 અમૃત સરોવર, તળાવો બનાવવી નેમ પણ મૂકવામાં આવી છે. પર્યાવરણનું ઈકોસિસ્ટમ અહીં ઉભું થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here