ભેસાણ ગામ પાસે બાઇક પર ત્રણ સવારી જતા મિત્રોને નડ્યો અકસ્માત, બાઇક ચાલકનું મોત, બેને ગંભીર ઇજા

10 May 23 : સુરતના ભેસાણ ગામ પાસે એક ટવેરા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાન ના 35 વર્ષીય રમેશ મિસ્ત્રી પરિવાર સાથે છેલ્લા 27 વર્ષથી સુરતમાં પાલનપોર જકતનાકા ખાતે રહેતા હતા. રમેશભાઈ મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બુધવાર સવારે કામ અર્થે રમેશભાઈ મિત્રો સાથે બાઇક પર વસવા ગામ જવા નીકળ્યા હતા. દરમિયાન ભેસાણ ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી એક ટવેરાએ રમેશભાઈની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આથી રમેશભાઈ અને તેમના મિત્રો હવામાં ફંગોળાઈ નીચે પટકાયા હતા.

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી.આ અકસ્માતમાં રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના બે મિત્રોને ઇજા થતા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારના મોભીનું મોત થતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. જ્યારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

વધુમાં વાંચો… ભરૂચ દહેજના મની એક્સચેન્જર પર હુમલો કરી રૂ.9 લાખની લૂંટથી ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ
ભરૂચના દહેજના મની એક્સચેન્જર પર હુમલો કરી લૂંટારું રૂપિયા 9 લાખ રોકડા લૂંટી ચલાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ અમદાવાદના શાહીબાગ અને હાલ દહેજ જૂની પંચાયત ખાતે રહેતા અશોકકુમાર ગૌતમભાઈ મોહતા મની એકસેન્જરનો ધંધો કરે છે. સોમવારે રાતે તેઓ બાઇક ઉપર જોલવાથી દહેજ તરફ આવી રહ્યાં હતાં.તેમની પાસે ઉઘરાણીના રોકડા 9 લાખ હતા. કાળી બેગમાં રોકડા ભરી પીઠ પર બેગ ભેરવી તેઓ બાઇક લઈને રાતે 9 થી સવા નવ વાગ્યાના અરસામાં સેઝ વનના ગેટ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં.ત્યારે પાછળથી હુમલાખોરો આવ્યા હતા. બાઇક પર જઈ રહેલા યુવાન પર કોઈ હથિયાર વડે માથા અને ગરદનના ભાગે હુમલો કરાયો હતો. જેમાં બાઇક સાથે યુવાન રોડની સાઈડમાં આવેલ બાવળની ઝાડીમાં પડી જવા સાથે બેભાન થઈ ગયો હતો.હુમલાખોર લૂંટારુઓ રોકડા 9 લાખ ભરેલ કાળું બેગ લઈ ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં વાંચો… વડોદરા : વ્યાજખોરો ના ત્રાસ થી ગરીબ પેપર વિતરક નો આપઘાત અંતિમ શબ્દો સાંભળી તમારા રુવાડા ઊંચા થઈ જશે…. અંતિમ શબ્દો : પુલીસવાલો સે વિનંતી હૈ કી ઇન સબ કો એસી સજા મિલની ચાહિએ કી દુબારા કિસી કી જાન ના જાએ
વ્યાજખોર ના ત્રાસ થી મોત ને કર્યું વ્હાલું ગુજરાતમાં વ્યાજખોર ના ત્રાસને ડામવા લાલ આંખ કરી પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે અને ઊંચા વ્યાજે પૈસા આપી મસમોટી રકમ વસુલાતા લોકો સામે કાર્યવાહી પણ થાય છે પરંતુ હજી પણ કેટલીક જગ્યાએ વ્યાજખોરો ત્રાસ યથાવત જોવા મળે છે જેને કારણે વડોદરા માં એક પેપર વિતરકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું સામે આવ્યું છે.

વડોદરા માં વ્યાજખોરો ના ત્રાસ થી પેપર વિતરકે આત્મહત્યા કરી મોત ને વ્હાલું કર્યું છે વડોદરા શહેર માં રહેતો યોગેશ પવાર નામનો યુવક સિક્યુરિટી ગાર્ડ સાથે પેપર વિતરક નું કામ પણ કરતો હતો યોગેશ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી કેટલાક લોકો જોડે થી 10 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા ત્યારે તેને પૈસા ચૂકવવામાં મોડું થતા વ્યાજે પૈસા આપનાર ધમકી આપતા હતા અને યોગેશ પાસે પૈસા ન હોવાથી નિયત સમયે પૈસા આપવા સક્ષમ નહોતો જેથી વ્યાજે આપનાર લોકો દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હતી અને માનસિક તણાવ ને લીધે તે હંમેશા ચિંતા માં રહેતો હતો નોકરીમાંથી પૂરતી કમાણી ન થતા તે વ્યાજે લીધેલ પૈસા આપી શકતો નહોતો ત્યારે બીજી તરફ વ્યાજખોરો ની ધાક ધમકી થી ત્રાસી જઇ ને યોગેશે મોત ને વ્હાલું કર્યું હતું તે સમયે તે ઘરમાં એકલો હતો અને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું ત્યારે આ ઘટના થી પરિવાર જનો પર આભ તૂટી પડ્યું હતું અને ઘટના ની જાણ પોલીસ ને થતા તરત ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે આત્મહત્યા કરતા પહેલા યોગેશે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

યોગેશે પવારે આત્મ હત્યા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું હતું કે‘પ્રિય સોનલ આણી અંકિતા મુઝે માફ કરના, મેં આપકો છોડ કે જા રહા હું, બહુત દિનો સે મરને કી કોશિશ કર રહા થા. લેકિન આપ દોનો કો છોડ કે જાને કી ઇચ્છા નહીં હો રહી થી. ક્યુકી આપ મેરે સે બહુત પ્યાર કરતે થે. લેકિન મૈં ઇસ કાબિલ નહીં, મેરે જાને કે બાદ આપ દોનો કા ખ્યાલ કોન રખેગા, આપ દોનો કા ક્યા હોગા, બહુત હી સુખી સંસાર થા મેરા, લેકીન કંપની કે 3-4 લોગ મેરે પાસ 10 ટકા વ્યાજ સે પૈસા માગ રહે થે. મૈંને હર મહિને ઉનકો વ્યાજ દિયા, સિર્ફ એક મહિને વ્યાજ નહીં દીયા તો ઘર આને કી ઔર મારને કી ધમકી દે રહે થે. ઉસમે એક સુપરવાઇઝર પ્રકાશ હૈ ઔર દુસરે ભરવાડ હૈ. સબસે જ્યાદા કાલુ તો લકુલેશ મેં રહેતા હૈ, વો ભી બહુત પરેશાન કર રહા થા. ઔર ઉજ્જ્વલ પટેલ ભી હૈ, ઇન સબ કા નંબર મોબાઇલ મેં હૈ, પુલીસવાલો સે વિનંતી હૈ કી ઇન સબ કો એસી સજા મિલની ચાહિએ કી દુબારા કિસી કી જાન ના જાએ. બહુત પરેશાન કર રહે થે મુઝે, મુઝે યે સબ લોગ.સોનલ-અંકિતા મુઝે માફ કરના. આપ દોનો કો છોડ કે જા રહા હૂં, લેકીન મેરે જાને કે બાદ ઇનકો છોડના મત, પૈસા માંગનેવાલે કો છોડના મત.’ મૃતકની સુસાઈટ નોટને આધારે હાલ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ અંગે વધુ તપાસ હાથધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here