22 Aug 22 : આજે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયા બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ખાસ કરીને મનિષ સિસોદીયા ને ત્યાં સીબીઆઈની રેડ પડવાનો મામલો સામે આવ્યો છે. તેવામાં તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે. જેથી આ મામલે પણ તેમણે પ્રેસ કોન્ફ રન્સ કરી હતી ત્યારે ફરીથી તેઓ કેટલીક મહત્વની વાત મીડિયા સમક્ષ કહી શકે છે. આ સિવાય અરવિંદ કેજરીવાલ કે જેઓના એક પછી એક ચૂંટણીલક્ષી પ્રવાસો ગુજરાતમાં થઈ રહ્યા છે, ત્યારે તેઓ મનીષ સિસોદીયા, દિલ્હીના શિક્ષણ મંત્રી સાથે આવી રહ્યા હોવાથી નવી ગેરન્ટી આપી શકે છે.

આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો આજથી ગુજરાત પ્રવાસે અમદાવાદ અને હિંમતનગરમાં રહેશે.  મનીષ સિસોદિયા 23 તારીખ સુધી ગુજરાતમાં રોકાણ કરશે આ દરમિયાન તેઓ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે. અગાઉ પણ તેમણે ભાવ નગરની શાળાની મુલાકાત લીધી હતી ત્યારે ફરી તેઓ શિક્ષણ મુદ્દે ગુજરાત આવી રહ્યા છે.

અગાઉ કેજરીવાલે મહત્વની કેટલીક ગેરન્ટી કચ્છ પ્રવાસમાં એજ્યુકેશનને લઈને આપી હતી. જેમાં પ્રાઇવેટ સ્કૂલને ફી વધારવી હશે તો સરકારની પરમીશન લેવી પડશે. સરકારી સ્કૂલો નવી મોટા પ્રમાણમાં ખોલવા માટેની ગેરન્ટી આપી હતી.  બધી પ્રાઈવેટ સ્કૂલોનું ઓડિટ કરાવવા માટે પણ ગેરન્ટી આપી હતી  વિદ્યાસહાયકોના પ્રશ્નોને લઈને કહ્યું કે, હંગામી શિક્ષકોને કાયમી કરાશે. શિક્ષકોને અન્ય કોઈ ડ્યુટી માં નહીં જોડવામાં આવે. સ્કૂલો કે જે પુસ્તકો તેમની પાસેથી જ લેવાની ફરજ પાડે છે તે પાડી શકશે નહીં તે પ્રકારની ગેરન્ટી આપી હતી.

  • રામજી મંદિર ગુજરડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ફિલ્મ પ્રદર્શિત કરાયુ

22 Aug 22 : રામજી મંદિર ગુજરડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ફિલ્મ પ્રદર્શિત કરાયુ ગારીયાધાર આમ આદમી પાર્ટી દ્વારા શ્રી રામજી મંદિરે ખાતે આમ આદમી પાર્ટી તેમજ સુધીરભાઈ વાઘાણીએ કરેલા કાર્યોની ડોકયુમેટ્રી ફિલ્મ દેખાડવામાં આવી હતી. ત્યારે આ ફિલ્મ જોવા માટે બહોળા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ તેમજ કાર્યકરો હાજરી આપી હતી.

આમ આમ આદમી પાર્ટી ના સુધીરભાઈ વાઘણીએ કરેલા કાર્યોની ફિલ્મ બનાવીને બતાવાઈ હતી . આ તકે આમ આદમી પાર્ટી આગેવાનો ગુજરડા ખાતે હાજર રહ્યા હતા. ગારીયાધાર ના ગુજરડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગ યોજાઈ હતી.આ મિટિંગ માં આપના  કાર્ય કરોએ હાજરી આપી હતી . આમ ગારીયાધાર તાલુકા ના ગોદડા ખાતે બેઠકના આયોજન કરાયું હતું . આ બેઠક માં ગારીયાધાર તાલુકાના અને ગુંદડા ગામ ના કાર્યકરો એ તેમજ લોકોએ ખાસ હાજરી આપી હતી . આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી સરકારના કાર્યો અને સુધીરભાઈ વાઘાણી દ્વારા જનતા માટે કરેલા કાર્યોની વિડિયો ફિલ્મ બતાવાઈ હતી . આમ આ મિટિંગ ગુજરડા ખાતે યોજાઈ હતી