આજે CM ભૂપેન્દ્ર પટેલનો જન્મ દિવસ, દાદા ભગવાનના લીધા આશીર્વાદ, આજના દિવસે થશે સેવાના કાર્યો

File Image
File Image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના જન્મદિવસ નિમિત્તે અડાલજ મંદિર પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા. સીએમએ જન્મ દિવસ નિમીત્તે રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, અડાલજ ત્રિમંદિર ખાતે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન તથા અન્ય દેવી દેવતાઓની પૂજા-અર્ચના કરીને આજે જન્મદિવસની દિનચર્યાનો પ્રારંભ કર્યો. સૌ જીવોનું મંગલ કલ્યાણ થાય તેમજ ગુજરાત પર ઈશ્વર કૃપા સદૈવ વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી પ્રાર્થના પ્રભુ ચરણોમાં કરી. મુખ્યમંત્રીના જન્મદિવસે રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં મેડિકલ કેમ્પ, દર્દી ઓને ફળોનું વિતરણ, ગરીબ બાળકો સાથે ભોજન, કેટલીક શાળાઓમાં મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી, રાજ્ય સરકારની યોજનાઓને લગતા કેમ્પની સાથે નોટબુક વિતરણ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીને તેમના જન્મદિવસ પર બંને તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાદગી માટે જાણીતા છે. 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલ ગયા વર્ષે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દરેક મોટા પ્રસંગે અડાલજ ખાતે ત્રિમંદિરની મુલાકાત લે છે. શપથ લેતા પહેલા અને પછી તેમણે ત્રિમંદિરની મુલાકાત પણ લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દાદા ભગવાનમાં ઊંડી શ્રદ્ધા છે. તેમના જીવન પર દાદા ભગવાનનો ઊંડો પ્રભાવ છે.

વલસાડ – પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર
પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા નિકળવાના દ્રશ્યો ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યા છે. બારપુરા ગામમાં કોઝવે ન બનતા ઘૂંટણ સુધી પાણીમાં ગ્રામજનોએ નદીની વચ્ચેથી મૃતદેહને લઈ જવો પડ્યો, મોતનો મલાજો નથી જળવાતો તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે છતાં તંત્ર આ બાબતે કામગિરી કરવામાં પાછી પાની કરી રહ્યું છે.

વારંવાર ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલીઓ પડે છે તેમાં પણ ખાસ કરીને વલસાડ જિલ્લામાં પણ આ સ્થિતિ જોવા મળી હતી. રસ્તો અને કોઝ વે ન બનતા લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. પાણીના વહેણની વચ્ચે નદીમાં સ્મશાન યાત્રા કાઢવી પડી હતી.. કોઝ વે બનાવવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં કોઝવે નથી બન્યો. દર વખતે આ સમસ્યા જોવા મળી રહી છે. કપરાડાના બારપુરા ગામમાં મોતનો પણ મલાજો ન જળવાયો તે પ્રકારની સ્થિતિ આ ચોમાસા દરમિયાન સામે આવી હતી. નદીમાંથી સ્મશાન યાત્રા કાઢીને નદીને પેલે પાર લઈ જવા માટે લોકો મજબૂર બની રહ્યા છે. અંતિમ યાત્રામાં વારંવાર આ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોઝ વે બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

Read More : દિલ્હીના આહલાદક હવામાનમાં આ સુંદર સ્થાનો પર સાંજનો આનંદ માણો…

ભાવનગર – હું બહાર આવીશ એટલે ખુલાસાઓ કરીશ, યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અત્યારે જેલમાં છે. તોડકાંડ મામલે ફસાયેલા યુવરાજસિંહને ભાવનગર કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, હું બહાર આવી એટલે ખુલાસાઓ થશે. બીજું ઘણું બધુ બહાર આવશે આ સાથે એમ પણ કહ્યું હતું કે, મજબુતાઈથી જવાબ આપીશ.
ભાવનગર કોર્ટમાં અગાઉ તોડકાંડ મામલે લાગેલા આક્ષેપ બાદ તેમના રીમાન્ડ પણ મંજૂર કરાયા હતા અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી પણ કરી હતી ત્યારે આજે કોર્ટમાં રજૂ કરતા મહત્વનું નિવેદન વિદ્યાર્થી નેતાએ આપ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં. રુપિયાની લેવડદેવડમાં મારે કોઈ લેવા દેવા નથી તેવો દાવો તેમણે કર્યો છે. આ સાથે કહ્યું કે, અમને ન્યાયતંત્ર પર ભરોસો છે ચોક્કસથી ન્યાય થશે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે મજબૂત પુરાવા મુક્યા અમે પણ મજબૂત જવા આપીશું. અમારી પાસે ઘણુ બધુ છે. ક્યાંય પણ આર્થિક લેતી દેતીમાં મારું ઈનવોલમેન્ટ નથી. વન સાઈડમાં દેખાયું છે. પડદા પાછળનું પિક્ચર આવ્યું નથી. ટ્રેલર તો આવી ગયું છે. હું બહાર આવીશ એટલે ઘણું બધું નવું જાણવા મળશે.

રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ: ૨૫ કેસ પૈકી ૪ કેસમાં FIR નોંધવાનો લેવાયો નિર્ણય
રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ: ૨૫ કેસ પૈકી ૪ કેસમાં FIR નોંધવાનો લેવાયો નિર્ણય જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર પ્રભવ જોશી ના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ કમિટીમાં ૨૫ કેસ પૈકી ૪ કેસમાં એFIR નોંધવાનો લેવાયેલો નિર્ણય જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.
બેઠકમાં કુલ ૨૫ કેસ પર સુનાવણી હાથ ધરાઈ હતી. લેન્ડ ગ્રેબિંગ કેસમાં રાજકોટ શહેરના બે તેમજ ગ્રામ્ય વિસ્તારના બે કેસ મળી કુલ ચાર કેસમાં સંબંધિતો સામે FIR નોંધવાનો સર્વા નુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ મુકાયેલા કુલ કેસો પૈકી ૨૦ કેસો દફતરે કરવામાં આવ્યા હતા તથા ૧ કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં રેવન્યુ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે જણાવ્યું છે.

મોરબીના બેલા નજીક કાર રીવર્સ લેતા દોઢ વર્ષની બાળકી કચડાઈ જતા મોત
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ કારખાના પાસેની દુકાન પાસે શ્રમિક યુવાન તેની દીકરીને લઇને ગયો હતો. અને દુકાનેથી વસ્તુ લેતો હતો ત્યારે કારખાનાના શેઠ કાર રીવર્સ લેતા હોય જે કારની ઠોકરે દોઢ વર્ષની બાળકી ચડી જતા માસૂમનું મોત થયું હતું. પોલીસે અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મૂળ MP ના વતની અને હાલ બેલા ગામની સીમમાં કર્મ મિનરલ કારખાનામાં રહીને મજુરી કરતા પ્રકાશ રૂખડુભાઈ ચૌહાણ નામના શ્રમિકે આરોપી યતીન કાંતિલાલ ઉધરેજા રહે બેલા રંગપર ગામ વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા. ૧૪ જુલાઈના રોજ બપોરના સુમારે ફરિયાદી પોતાની રૂમ પરથી જમીને દીકરી જ્યોતિ (ઉ.વ.૧.૫) વાળીને લઈને કારખાના બહાર આવેલ દુકાને ગયો હતો જ્યાં દીકરીને દુકાન નજીક ઉભી રાખી દીકરી માટે દુકાનેથી ભાગ લેવા ગયો હતો ત્યારે કારખાનાના શેઠ યતિન ભાઈ કાંતિલાલ ઉધરેજા પોતાની કાર GJ 36 F 3310 વાળી પાછળ જોય વગર બેદરકારી અને ગફલતભરી રીતે રીવર્સમાં ચલાવતા ફરીયાદીની દોઢ વર્ષની દીકરી જ્યોતિ પર કાર ચડાવી દઈને માસૂમ ને કચડી નાખતા શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી દીકરીને બેભાન જેવી સ્થિતિમાં મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં, ફરજ પરના ડોકટરે દીકરીને મૃત જાહેર કરી હતી. આમ કારખાનાના શેઠ યતિનભાઈ ઉધરેજા પોતાની કાર રીવર્સ લેતી વેળાએ બેદરકારી દાખવી ફરિયાદીની દીકરી પર કાર ચડાવી દેતા દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here