તિરુપતિ ડેરીવાળા વેપારી અગ્રણી જયસુખભાઇ ઉનડકટ નો આજે જન્મદિવસ

25 Nov 2021 : મૂળ વતન ખોરાસા (તાલુકો વંથલી) હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર તિરુપતિ ડેરી ફાર્મ વાળા, રઘુવંશી સમાજના આગેવાન, સીનીયર સીટીઝન જયસુખભાઈ ઉનડકટ નો આજે જન્મદિવસ છે. માનનીય શ્રી રણછોડદાસબાપુ ના શિષ્ય, ગોંડલ વાળા હરિચરણ દાસ બાપુ ના સેવક જયસુખભાઇ ને આજે ૬૮ વર્ષ પૂર્ણ થઇ ૬૯ વર્ષમાં પ્રવેશ સમયે તેઓને તેમના મોબાઈલ નંબર :- ૯૮૨૪૪ ૧૬૦૧૯ પર આજે સવારથી જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

આજે તેમના જન્મદિવસ નિમિત્તે કોઠારીયા કોલોની ખાતે રાજકીય સામાજિક આગેવાનો અને લતાવાસીઓએ મુલાકાત લઇ બુકે અને ગુલાબો આપી હેપી બર્થ ડે ના ગીત સાથે શુભેચ્છા પાઠવી હતી. જેમાં કોઠારીયા કોલોની યુવા ગૃપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ), ભારત સેવક સમાજ ના પ્રવીણભાઈ ગોસ્વામી, કોઠારીયા કોલોની ના લતાવાસીઓ જિતુભા જાડેજા (મૂંગા વાવડી વાળા), ગલાલબેન વાઘેલા, રતનસિંહ જરીવાલા (માયા સાડીઝ), શાંતુબેન ડાંગર, લાલભાઈ વાઘેલા, મીનાબા ઝાલા, મહેશભાઈ મુંગપરા, નીતાબેન ચોટલીયા, રામભાઈ વારડે (ભરત કિરાણા), ભાવનાબેન ચોટલીયા, સી. બી. જાડેજા, મધુબેન મોરી, ભરતભાઈ પરમાર, પારૂલબેન ગોહેલ, મહેન્દ્રસિંહ ઝાલા, રમાબેન વસાણી, જયેશભાઈ કથરેચા (નાજુક પાન), જયશ્રીબેન વસાણી સહિતના લતાવાસીઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.