03 Sep 22 : ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર દરમિયાન રમાનારી ૩૬મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે.

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રવિવારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ભવ્ય સમા રોહમાં ૩૬ મી નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ કરશે.

અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે રવિવારે, તા. ૪થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર દરમિયાન રમાનારી ૩૬મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. આ ઉપરાંત અમિત શાહના અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવશે. જેઓ તેમના મત ક્ષેત્રમાં પણ હાજરી આપશે. અમિત શાહનો તાજેતરમાં જ પ્રવાસ યોજાયો હતો ત્યારે ફરી એકવાર શાહ ગુજરાતમાં આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.

નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના મંત્રી હર્ષભાઈ સંઘવી તથા ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમા રોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે.

૨૦,૦૦૦ જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. – રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬ મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવ નગર ખાતે વિવિધ પ્રકારની ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦,૦૦૦ જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારી ઓ ભાગ લેશે. ૩૬મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ – એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદ ના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે ૬.૦૦ કલાકે યોજાશે.

આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉત્સુકતા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે. ગુજરાતના પેરા-ઍથ્લેટ્સનું સન્માન કરાશે : ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિતિ રહીને પ્રોત્સાહન પુરૂ પાડશે.