આડા સંબંધનો કરૂણ અંજામ ,લીલીયાના લોકા ગામે પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હોવાની શંકા

File Image
File Image

03 Oct 22 : આડા સંબંધમાં કરુંણ અંજામની વધુ એક ઘટના સામે આવી છે.પતિના આડા સંબંધની પત્નીને જાણ થઇ જતા અવાર-નવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીનું કાટુ કાઢી નાખવાના હેતુથી સુરતની પત્નીને લીલીયા ખાતે બહાનું બનાવી લાવી તેને ગળે ટૂંપો આપી પતિએ જ મોતને ઘાટ ઉતારી નાખી હોવાની શંકાના આધારે સાળાએ બનેવી સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.સાવરકુંડલા પોલીસે સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

લીલીયાના લોક ગામની સીમમા અવાવરું વિસ્તારમાંથી શોભા નામની એક મહિલાન લાશ મળી આવી હતી.આ બાબતે તેના ભાઈ રમેશભાઈ ઘોહાભાઈ દાણાવાડિયા (ઉ.વ.35) રહે.બાબરાએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી બનેવી સુરેશભાઈ રાજાભાઈ સોલંકી,રહે.સાવરકુંડલાને આરતીબેન જેરામભાઈ પરમાર સાથે આડા સંબંધ હોઈ જે બાબતે તેમના બહેન શોભા કે જે આરોપીના પત્ની છે તેની સાથે અવાર-નવાર ઝઘડો થતો હોઈ અને આર્ટ સાથે આડા સંબધમાં તેમના પત્ની નડતર રૂપ થતા હોય જેથી પ્લાન બનાવી સુરધનદાદાના દર્શન કરવાનું બહાનું બનાવી સુરતથી લીલીયા તાલુકાના લોક ગામની સીમમાં અવાવરું જગ્યા પર લઈ જઈ રૂમાલ વડે ગળેટૂંપો આપી શોભાબેનનું મોત નિપજાવ્યું હતું અને તેની લાશને ત્યાં ખાડામાં જ રહેવા દીધી હતી.

આ બનાવને પગલે સાવરકુંડલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા આરોપી બનેવીને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં મહારાણા મીલમાં છેલ્લા પાંચ દિવસથી મોડી રાત્રીના કરાય છે પથ્થરમારો

03 Oct 22 : પોરબંદરના મહારાણા મીલની ચાલીમાં છેલ્લા પાંચ દિવસની મકાનો ઉપર મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે જેનાથી અનેક મકાનના કાચ અને નળીયામાં નુકશાન થયું છે. પોલીસને લેખિત જાણ કરવામાં આવતા ડીવાયએસપી સહિત ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મહારાણા મીલની ચાલીમાં છેલ્લા પાંચ દિવસથી અમુક મકાનો ઉપર પથ્થરમારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાત્રે સાડા અગિયાર આસપાસ અને પોણા ત્રણ વાગ્યે આસપાસ આ સમયગાળામાં પથ્થરમારો થઈ રહ્યો છે. તેથી આ વિસ્તારના યુવાનોએ પણ રાત્રી જાગરણ કરીને તપાસ હાથ ધરી હતી પરંતુ જયારે યુવાનો જાગે છે ત્યારે પથ્થરમારો થતો નથી. આથી આ વિસ્તાર વિપુલ જેન્તીભાઈ એરડાએ જીલ્લા પોલીસવડાને લેખિત જાણ કરતા ડી.વાય.એસ.પી. નીલમબેન ગોસ્વામી સહિત પોલીસ કાફલો અહીયા બે વખત દોડી ગયો હતો. પરંતુ પોલીસ આવે ત્યારે પથ્થરમારો થતો નથી. આ વિસ્તારના સુધરાઈ સભ્ય ભલાભાઇ મ્ દિલીપભાઈ ઓેડેદરા, પ્રશાંતભાઈ (પપ્પુભાઈ) સીસોદીયા વગેરે પણ સતત સાથે રહીને પથ્થરમારો કરનારા શખ્સોને શોધવા મદદરૂપ બન્યા છે. રાત્રીના સમયે બારીના કાચ સહિત નળીયા વગેરેને તોડફોડ કરવામાં આવી છે. મોટા મોટા પથ્થરના છુટા ઘા કરીને આ રીતે લોકોને હેરાન કરતા શખ્સોને તાત્કાલીક પકડી પાડવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here