લતાજીના નિધન ને શ્રદ્ધાંજલિ

06 Feb 22 : લોક સંસદ વિચાર મંચના અને પ્રિયદર્શની નારી શક્તિના હિતાક્ષીબેન વાડોદરિયા, ગજેન્દ્ર સિંહ ઝાલા (પ્રવક્તા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ), પારૂલબેન સિધ્ધપુરા, હિંમતભાઈ લાબડીયા (એડવોકેટ), સરલાબેન પાટડીયા ધીરુભાઈ ભરવાડ, ભાવનાબેન જોગીયા, રમેશભાઈ તલાટીયા, જાગૃતીબેન ટંકારીયા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, ચંદ્રેશ રાઠોડ (યુથ કોંગ્રેસ), ઉર્મિલાબેન યાદવ, હંસા બેન સાપરિયા એ જણાવ્યું હતું કે ભારત રત્ન સ્વર કોકિલા લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ ના રોજ થયો હતો.

સવારે ૮-૧૨ કલાકે તેમનું દુઃખદ અવસાન થતા સમગ્ર ભારત દુઃખની લાગણી અનુભવે છે. ભારતમાં સૌથી વધુ ગીતો ગાવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે છે. ‘ઓ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની’ સહિત અનેક યાદગાર અને ભૂલી ન શકાય તેવા ગીતો સ્વર કોકિલા ગણાતા લતા મંગેશકરના કંઠે ગવાયેલા છે. ભારત રત્ન એવોર્ડ થી સન્માનિત સરસ્વતી નો અવતાર લતાજીને માનવામાં આવે છે. આજે પણ લોકો કહે છે એક ચંદ્ર એક સૂરજ છે અને એક લતા મંગેશકર પણ છે એટલે કે તેઓને યાદ હર હંમેશ રહેવાની છે. દેશની કલા સંસ્કૃતિને મોટી ખોટ પડી છે. લતા મંગેશકર કદી મરી જ ના શકે સ્વર કોકિલા લતાજી નો અવાજ આજે પણ બુલંદ છે- કાયમ માટે રહેશે ભારતીય સંગીતના એક યુગનો અંત આવેલ છે. ભારતની બુલબુલ ને પ્રિયદર્શની નારી શક્તિ, લોક સંસદ વિચાર મંચ વંદન કરીએ છીએ.