16 Aug 22 : જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે સીટી એ ડિવિઝન પોલીસે એક શખ્સને ચાર બોટલ વિદેશી દારૂ સાથે તેમજ સીટી સી ડિવિઝન પોલીસે પાયલોટ બંગલા પાછળ મોટર સાયકલના શોરૂમ પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે આંતરી લીધા છે. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહીબિશન ધારા મુજબ કાર્યવાહી કરી છે.

જામનગરમાં પંચાસર ટાવર પાસે જાહેર રોડ પરથી પસાર થતાં જયકિશન રમેશભાઈ મોહનભાઈ રાઠોડ નામના સુભાષ શાક માર્કેટ પાસે રાધા કૃષ્ણ મંદિરની બાજુમાં રહેતા શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે આંતરી લીધો હતો આ શખ્સની તલાસી લેતા તેના કબજા માંથી રૂપિયા 2000 ની કિંમત નો ચાર બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આ શખસની સામે પ્રોહીબિશન તારા મુજબ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે સીટી સી ડિવિઝન પોલીસે પાયલોટ બંગલા પાછળ આવતો હોન્ડા ના શોરૂમ પાસે જાહેર માર્ગ પરથી સ્કૂટર લઈ પસાર થતા શેરી નંબર બેમાં રહેતા રાજેશ ચંદુભાઈ વાઘેલા નામના શખ્સને આંતરિક તલાસી લીધી હતી. જેમાં મોટર સાયકલની ડીકીમાંથી રૂપિયા 2500 ની કિંમતનો સેલ બંધ પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો જેને લઇને પોલીસે રાજેશ ની સામે પ્રોહીબિશન ધરાવ મુજબ ફરિયાદ નોંધ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે દરોડો પાડે પોલીસે પાંચ શખ્સોને પકડી પાડ્યા

16 Aug 22 : જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે રામાપીરના મંદિરની સામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ તત્વોને પોલીસે પકડી પાડ્યા છે આ તમામ શખ્સોના કબજા માંથી પોલીસે રૂપિયા 6,000 ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

જામનગર જીલ્લામાં જુગારની મોષમ ચારે તરફ ખીલી ઉઠી છે. છેલ્લા અઠવાડિયામાં જામનગર શહેર સહિત જીલ્લાભરમાં પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડી અનેક શખ્સોને પકડી પડ્યા છે.  જુગાર માટે બદનામ થયેલ જામ જોધપુર પોલીસે વધુ એક દરોડો પાડ્યો હતો.

જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે રામાપીરના મંદિરના ઓટે અમુક શકશો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની સ્થાનિક પોલીસને ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો આ દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમી પૈસાની હાર જીત કરી રહેલા છગનભાઇ વીરા ભાઇ મકવાણા,મહેશભાઇ ઉર્ફે મહેલો દેવાભાઇ ખાણીયા, અજીતભાઇ કાનાભાઇ મકવાણા, નરેન્દ્રભાઇ ઉર્ફે વીપુલભાઇ ચંદુભાઇ મકવાણા જાતે રહે. ચારેય વણકરવાશ વસંતપુર તા.જામજોધપુર જી.જામનગર, રવજીભાઇ ઉર્ફે ઘેલો પલાભાઇ વાઘ રહે.નવરંગ સોસાયટી મોટાવડીયા તા.જામજોધપુર જી. જામનગર વાળા સખસો આબાદ પકડાઈ ગયા હતા પોલીસે આ તમામ શખ્સોના કબજા માંથી 6000ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.