‘ઉમરાનને T20 કરતાં વન્ડે વધુ અનુકૂળ છે’, વસીમ જાફરે આપ્યું મોટું નિવેદન

27 Nov 22 : ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર ઉમરાન મલિક આ દિવસોમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. અહીં તેણે વનડે ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. ટી-20 ઇન્ટરનેશનલમાં તે ડેબ્યૂ કરી ચૂક્યો છે. ઉમરાન ડેબ્યૂ વનડેમાં પોતાની ઝડપી બોલિંગથી સૌને પ્રભાવિત કરી દિધા છે અને બે મોટી વિકેટ પણ લીધી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝ ની બીજી વનડે આજે રમાશે.

ઉમરાન મલિકને તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં જગ્યા મળી ન હતી. જ્યારે ઘણા ભૂતપૂર્વ દિગ્ગજજો એ તેને ટીમમાં લેવાની વાત કરી હતી. ઉમરાન ને ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને મેચ રમવાની તક મળી ન હતી. જોકે તેણે ડેબ્યૂ વનડેમાં 66 રન આપી ને 2 વિકેટ લીધી હતી.

આ દરમિયાન ઉમરાનને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જાફરે કહ્યું છે કે વન્ડે ફોર્મેટ T20 કરતાં ઉમરાનને વધુ અનુકૂળ છે. તેણે તો ત્યાં સુધી કહ્યું છે કે ઉમરાનમાં ટી-20ની દ્રષ્ટિએ બોલિંગમાં બહુ ભિન્નતા નથી. આ સાથે જાફરે અર્શદીપને પણ સપોર્ટ કર્યો છે.

વસીમ જાફરે કહ્યું કે, ‘જેમ જેમ રમત મોટી થતી જાય છે તેમ તેમ તમે વધુ કુશળતા મેળવતા રહો છો. તમને ઘણું શીખવા મળશે. વન્ડે ફોર્મેટ T20 ફોર્મેટ કરતાં ઉમરાન મલિકને વધુ અનુકૂળ છે. અર્શદીપ ટૂંક સમયમાં જ અનુકૂળ થઈ જશે. ઉમરાન મલિકની બોલિંગમાં આવેલા વૈવિધ્ય અંગે જાફરે કહ્યું, ‘અમે આઈપીએલમાં પણ જોયું છે કે આ ફોર્મેટમાં બોલિંગની સરખામણીમાં તેની પાસે બહુ વૈવિધ્ય નથી. ખાસ કરીને જ્યારે તેને યોગ્ય લાઇન અને લેન્થ સિવાય ટૂંકા બોલ નાખવાની જરૂર હોય.અર્શદીપે પણ ન્યૂઝીલેન્ડ સામે 8.1 ઓવરમાં 68 રન બનાવ્યા હતા. તેના વિશે જાફરે કહ્યું, ‘અર્શદીપ ગુણવત્તાયુક્ત બોલર છે. તેને જલ્દીથી તેની આદત પડી જશે. તેની પાસે ક્ષમતા છે, તે ટૂંક સમયમાં વસ્તુઓને અનુકૂળ થઈ જશે.

વધુમાં વાંચો… “પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય ”: PCBના ચેરમેન રમીઝ રાજાએ આપ્યું મોટું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચેના પરસ્પર સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. આ દરમિયાન, બંને દેશો છેલ્લા કેટલાક સમયથી એકબીજાની મુલાકાત લેતા નથી. બીજી તરફ, તાજેતરમાં જ BCCI સેક્રેટરી જય શાહે નિવેદન આપ્યું હતું કે, “ભારતીય ટીમ વર્ષ 2023માં પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય અને એશિયા કપનું સ્થળ બદલીને UAE કરી શકાય છે. કારણ કે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો નિર્ણય ભારત સરકારના હાથ માં છે તે BCCIના હાથ માં નથી.” જે બાદ PCB ચેરમેન રમીઝ રાજા નું નિવેદન આવ્યું કે આ નિવેદનને હળવાશથી લેવામાં આવશે નહીં અને ICCની બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવશે. હવે જ્યારે વર્લ્ડ કપ પૂરો થઈ ગયો છે, ત્યારે પૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને PCB અધ્યક્ષ રમીઝ રાજાએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે અને મોટું નિવેદન આપ્યું છે. ઉર્દૂ ન્યૂઝ સાથે વાત કરતાં રમીઝ રાજાએ BCCI અને રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને લઈને કડક નિવેદન આપ્યું છે. રાજાએ કહ્યું કે જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ પણ વર્ષ 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.

રમીઝ રાજાએ વધુમાં કહ્યું કે “જો પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ નહીં લે તો ભારતમાં વર્લ્ડ કપ કોણ જોશે? અમારો ઈરાદો સાફ છે, જો ભારતીય ટીમ અહીં આવશે તો જ પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારત જશે.” જો તેઓ નહીં આવે તો અમારા વિના વર્લ્ડ કપ રમવો પડશે. અમે પણ હવે કડક વલણ અપનાવીશું. અમારી ટીમ સારું પ્રદર્શન આપી રહી છે. મેં હંમેશા કહ્યું છે કે અમારે અમારી આર્થિક સ્થિતિ સુધારવાની જરૂર છે અને તે ત્યારે જ થશે જ્યારે પાકિસ્તાનની ટીમ સારો દેખાવ કરશે. અમે 2021 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું, અમે એશિયા કપ 2022માં ભારતને હરાવ્યું. એક વર્ષના ગાળામાં, અમે એક અબજ ડોલરની ટીમને બે વાર હરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here