મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર મંદિરમાં હોબાળો, મુસ્લિમ યુવકોએ બળજબરીથી લીલી ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યો

16 May 23 : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં મોટો હોબાળો થયો છે. અહીં કેટલાક મુસ્લિમ યુવકોએ લીલી ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યો છે. બ્રાહ્મણ મહા સભાએ આ મામલાની તપાસની માંગ કરી છે, ત્યારબાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમએ SIT તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકોએ બળજબરીથી મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે વિગત એવી છે કે, 13 મેના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે ત્ર્યંબકેશ્વર મંદિરના ગર્ભગૃહને બંધ કર્યા પછી, મોટી સંખ્યામાં લોકો બળજબરીથી મંદિર માં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેને મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસે કોઈક રીતે અટકાવ્યા. મંદિર પ્રશાસને પોલીસ અને રાજ્ય સરકારને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. SIT માત્ર આ વર્ષની ઘટનાની જ નહીં પરંતુ ગત વર્ષની ઘટનાની પણ તપાસ કરશે. ગયા વર્ષે પણ મે મહિનામાં આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે એક ચોક્કસ સમુદાયનું ટોળું કથિત રીતે મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં પ્રવેશ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ શું આદેશ આપ્યો? : મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે 13 મેના રોજ નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર ભીડ એકત્ર થવા ની કથિત ઘટના પર એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ફડણવીસે આ ઘટનાની તપાસ માટે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રેન્કના અધિકારી ઓની આગેવાનીમાં એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનું નિવેદન સામે આવ્યું. NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું, ‘હવે માત્ર ત્ર્યંબકેશ્વર જ નહીં, ભીમાશંકરના શિખર પર પણ કોઈને ચઢાવવામાં આવશે. તમે સમજો છો કે કોની બેદરકારી છે. આપણા મોઢેથી કેમ સાંભળવું. મેં તો પહેલા જ કહ્યું હતું, ત્યારે લોકોએ કહ્યું આ આવ્હાડ શું કહી રહ્યો છે? તમે સમજો કે અમે ગાંડા નથી. આવું માત્ર 2 જિલ્લામાં જ બન્યું છે. જીતવાનો કોઈ અવકાશ નથી ને, જીતવાનો એક જ રસ્તો છે, તે છે રમખાણો.’

વધુમાં વાંચો… પશ્ચિમ બંગાળ: પૂર્વ મિદનીપુર એગરામાં બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 મૃતદેહ મળ્યા, વધી શકે છે મૃત્યુઆંક
પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનીપુર એગરામાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં સહારા ગ્રામ પંચાયત વિસ્તારના ખાડીકુલ ગામમાં બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થઈ ગયો છે, જેના કારણે ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 2 મૃતદેહ મળી આવ્યા છે અને હજુ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. એગરા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે આખું ગામ હચમચી ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બોમ્બ વિસ્ફોટ TMC નેતા ભાનુ બાગના ઘરે થયો છે. વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે બાજી ફેક્ટરીની પાછળ દેશી બોમ્બ લગાવવામાં આવ્યો હતો. ઘાયલોને સારવાર માટે એગરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ બોમ્બ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકોને તેનો જોરદાર અવાજ સંભળાયો અને લોકો ઘટના સ્થળે પહોંચી ગયા. ઘટના સ્થળે જમીન પર બળેલા લોકોના મૃતદેહો પણ પડ્યા હતા. જેને જોઈને લોકો ડરી ગયા અને આ ઘણા અંગે પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવા માં આવી રહ્યું છે કે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે આ ઘટના બની છે, પરંતુ તેની પાછળ અન્ય કોઈ રહસ્ય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

માહિતી અનુસાર ફટાકડાની ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ વિસ્ફોટ ફટાકડા બનાવવા માટે વપરાતા મસાલાના વિશાળ જથ્થાને કારણે થયો અને આ વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પંચાયતની ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે ગેરકાયદેસર રીતે બોમ્બ બનાવવામાં આવી રહ્યા છે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે, જોકે વહીવટી તંત્ર આ અંગે મૌન સેવી રહ્યું છે. અહીંના ધારાસભ્ય તરુણ મૈતીએ કહ્યું, હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. હું અત્યારે કહી શકતો નથી કે કેટલા મૃત્યુ પામ્યા છે. હું ધારાસભ્ય બન્યા પછી આવું પહેલીવાર બન્યું છે. મેં પહેલેથી જ સૂચનાઓ આપી દીધી છે. પોલીસે પેટ્રોલિંગ પણ કર્યું છે, પરંતુ તે છૂપી રીતે ચાલી રહ્યું હોઈ શકે છે.

વધુમાં વાંચો… કોંગ્રેસ અધ્યક્ષના ઘરે પહોંચ્યા ડીકે શિવકુમાર; સીએમ પદને લઈને સિદ્ધારમૈયા અને શિવકુમાર જૂથે કરી આ દલીલો
કર્ણાટકના સીએમ નક્કી કરવા માટે દિલ્હીમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. ડીકે શિવકુમાર હાઈકમાન્ડના કોલ પર દિલ્હી પહોંચી ગયા છે અને તેઓ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ઘરે આયોજિત બેઠકમાં હાજરી આપશે. મોટી વાત એ છે કે ખડગેના ઘરે જતા પહેલા શિવકુમારે દિલ્હી એરપોર્ટ પર તેમના ભાઈ સાંસદ ડીકે સુરેશ સાથે મુલાકાત કરી હતી. પોતાના ભાઈ સાથે મુલાકાત કર્યા બાદ ડીકે શિવકુમાર ખડગેના ઘરે જવા રવાના થયા હતા. ડીકે શિવકુમાર દિલ્હી એરપોર્ટથી બહાર નીકળતા પહેલા તેમના ભાઈ અને સાંસદ ડીકે સુરેશ સાથે મુલાકાત કરી. માહિતી અનુસાર, ડીકે શિવકુમાર પહેલા સોનિયા ગાંધીને મળવા માંગે છે. પરંતુ સોનિયા દિલ્હીમાં નથી તેથી આ બેઠક શક્ય નથી. ડીકે શિવકુમાર વતી એવું કહેવામાં આવ્યું છે કે સીએલપીની બેઠક બાદ જ્યારે એક લીટીનો નિર્ણય લેવામાં આવ્યો કે પાર્ટી હાઈકમાન્ડ સીએમ પદ પર અંતિમ નિર્ણય લેશે તો ધારાસભ્યોના વોટિંગનો કોઈ અર્થ રહેતો નથી. ડીકે શિવકુમાર જૂથનું કહેવું છે કે ડીકે શિવકુમારના કારણે કોંગ્રેસની ઐતિહાસિક જીત શક્ય બની છે, તેમના યોગદાનનું સન્માન કરવું જોઈએ. ડીકે કેમ્પનું કહેવું છે કે સિદ્ધારમૈયા ને પહેલા પણ એક વખત મુખ્યમંત્રી બનવાની તક મળી હતી, તેથી આ વખતે ડીકે શિવકુમારને તક આપવી જોઈએ.

સિદ્ધારમૈયા જૂથે કહ્યું- ધારાસભ્યોના અભિપ્રાય પર નિર્ણય લેવો જોઈએ. બીજી તરફ, ડીકે શિવકુમારથી વિપરીત, સિદ્ધારમૈયા જૂથનું કહેવું છે કે કોઈપણ પ્રકારની મીટિંગ શરૂ થાય તે પહેલાં, ગુપ્ત મતપેટી ખોલવી જોઈએ અને મતોની ગણતરી કરવી જોઈએ. આમ વધુ ધારાસભ્યનું સમર્થન મેળવનાર વ્યક્તિના નામ પર મહોર લગાવવી જોઈએ. જો સૂત્રોનું માનીએ તો, સિદ્ધારમૈયા કેમ્પે કહ્યું કે મુખ્ય મંત્રીના નામનો અંતિમ નિર્ણય હાઈકમાન્ડને સોંપવો માત્ર એક ઔપચારિકતા છે, નિર્ણય ધારાસભ્યોના અભિપ્રાય પર આધારિત હોવો જોઈએ. કર્ણાટક ના તમામ વરિષ્ઠ નેતાઓને મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here