વડોદરા – પોલીસે બે કારમાંથી 4 લાખ 63 હજારનો મુદ્દામાલ ઝડપ્યો

28 Aug 22 : શહેરના મકરપુરા વિસ્તારમાંથી પોલીસે કારમાંથી દારૂની બોટલો અને બે ગાડી મળી કુલ 4 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં હરણી વિસ્તારમાં ટેમ્પોમાંથી દારૂ મળ્યા બાદ હવે મકરપુરામાંથી દારૂની હેરાફેરી સમયે જ પોલીસે દરોડો પાડી દારૂ સહિત બે કાર અને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.

મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે તરસાલી બાયપાસ વડદલા રોડ પર કાન્હા રેસીડેન્સી પાસે સ્કોર્પિયો કારમાંથી ઇન્ડિકા વીસ્ટા કારમાં દારૂની ફેરફેર કરવામાં આવી રહી છે. જેથી પોલીસે દરોડો પાડતા બંને કારમાંથી 528 બોટલ દારૂ તેમજ બે કાર મળી કુલ 4 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા અંકિતસિંહ શેખાવત (રહે. રેવાપાર્ક સોસાયટી, તરસાલી, વડોદરા), ગૌરાંગ ઉર્ફે પીન્ટુ સોલંકી (રહે. રેવા પાર્ક, તરસાલી, વડોદરા) અને લવકેશ ઉર્ફે સરદાર સુખદેવભાઇ દિવાકર (રહે. વૈકુંઠ રેસીડેન્સી, કલાલી, માંજલપુર, વડોદરા)ની ધરપકડ કરી છે.

જ્યારે આ મામલે સરફરાઝ અહેમદ (રહે. નાગરવાડા, વડોદરા) – યુવરાજ રાજપૂત (રહે. દંતેશ્વર,વડોદરા)ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેર એલસીબી ઝોન-3ને બાતમી મળી હતી કે લક્ષ્મીનગર ખાતે રહેતા રાજકુમાર વારકે તેના ઘરની નજીક ખુલ્લા મેદાનમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. જેથી દરોડો પોડી શખ્સ પાસેથી થેલામાંથી 6 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

  • બ્રાન્ડના નામે તમે છેતરાઈ તો રહ્યા નથી ને ? બ્રાન્ડેડ કપડા ખરીદતા પહેલા આ સમાચાર વાંચવા જરૂરી. બ્રાન્ડેડ કંપનીનો લોગો ચિપકાવેલા 245 જીન્સ, ટી શર્ટ અને શર્ટ મળી કુલ ₹2.78 લાખના કપડાં કબ્જે

28 Aug 22 : અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર આવેલી ગારમેન્ટની દુકાનમાં લેવીસ કંપનીના એક્ઝિક્યુટિવ, સ્ટાફે પોલીસને સાથે રાખી કર્યું ચેકીંગ. કલેશ્વરની વાલિયા ચોકડી ઉપર આવેલા ઝોડીઆક કોમ્પ્લેક્ષમાં આવેલી હરિ ગારમેન્ટમાં પોલીસની રેડ. બ્રાન્ડના નામે તમે છેતરાઈ તો રહ્યા નથી ને મોંઘી અને નામી બ્રાન્ડેડ કંપનીના નકલી લોગો લગાવી ડુપ્લિકેટ કપડાં વેચાતા હોવાનો કારોબાર અંકલેશ્વરની એક દુકાનમાંથી પકડાયો છે.

લેવીસ કંપનીના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી પડાવેલા દરોડામાં ₹2.78 લાખના ડુપ્લિકેટ બ્રાન્ડેડ કપડાં મળી આવતા કોપી રાઈટ અને ટ્રેડમાર્ક ના ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે. અંકલેશ્વરની હરિ ગારમેન્ટ દુકાનમાં લેવીસ કંપનીના ડુપ્લિકેટ કપડાં વેચતા વેપારી સામે ₹2.78 લાખનો ડી માલ કબ્જે કરી ગુનો દાખલ કરાવાયો હતો.

અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર આવેલા ઝોડીઆક કોમ્પ્લેક્ષમાં આવેલી હરિ ગારમેન્ટનો માલિક લેવીસ કંપનીના ડુપ્લિકેટ કપડાં વેંચતા કંપની ના અધિકારીઓ અને પોલીસની રેડમાં પકડાયો છે.

મુંબઈના દાદર ખાતે રહેતાં એક્ઝિક્યુટિવ મેહુલ ધોલે લેવીસ કંપનીના ટ્રેડમાર્ક પ્રોટેક્શન તેમજ કોપી રાઈટ અંગેનું કામ કરે છે. તેઓએ પોતાની કંપની ના અન્ય સ્ટાફ અને અંકલેશ્વર શહેર પોલીસને સાથે રાખી હરિ ગારમેન્ટ કંપનીમાં તપાસ કરાવી હતી.

દુકાનમાંથી લેવીસ કંપનીના ડુપ્લિકેટ 147 જીન્સ, 32 શર્ટ અને 15 ટી શર્ટ મળી કુલ 245 કપડાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વેંચતા વેપારી ધર્મેશ ચૌહાણ ઝડપાઇ ગયો હતો. આ વેપારી ડુપ્લિકેટ લોગો લગાવી તે બ્રાન્ડનું જીન્સ રૂપિયા 1400 માં જ્યારે ટ્રેક, ટી શર્ટ અને શર્ટ રૂપિયા 800 થી 600 માં વેચાણ કરતો હતો.

અંકલેશ્વર શહેર પોલીસ મથકે લેવીસ કંપનીના એક્ઝિક્યુટિવે વેપારી સામે ટ્રેડમાર્ક – કોપી રાઈટના ભંગ બદલ લેવીસ કંપનીનો ડુપ્લિકેટ લોગો લગાડી કપડાં વેચવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડુપ્લિકેટ લોગો વાળા રૂપિયા 2 લાખ 78 હજારના કપડાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.