File Image
File Image

26 Aug 22 : વલસાડ પોલીસની SOGની ટીમે નકલી નોટનું કૌભાંડ ચલાવતા 3 ઇસમોને 1094 નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. SOG ની ટીમને નાસિકના કેટલાક ઈસમો કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટને અસલી ચલણી નોટ તરીકે વટાવતા હોય આ એક મોટું કૌભાંડ હોવાની બાતમી મળી હતી.

જે આધારે વલસાડ SOGની ટીમે વાપી ધરમપુર રોડ પર નાના પોન્ઢા નજીક આમ્ર વન ગાર્ડન પાસે બાતમી આધારે વાહનોનું ચેકીંગ હાથ 3 ઇસમોને બાઇક સાથે કુલ 5.47 લાખની નકલી ચલણી નોટ 60,500ની કિંમતનું બાઇક-મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. જ્યારે આ નોટ આપનાર નાસિકના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવી ભારતના અર્થ તંત્રને નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર નાસિકથી ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં SOG PI સીબી ચૌધરી SOGના PSI એલ જી રાઠોડ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.

જે અનુસાર બાતમી આધારે વાપી ધરમપુર રોડ પર નાના પોન્ઢા નજીક આમ્ર વન ગાર્ડન પાસે વાહનોનું ચેકીંગ હાથ ધરી MH15-ES-3937 નંબરની મોટર સાયકલ પર વાપી તરફ નીકળેલા 3 ઇસમો ઈશ્વર ધાકલ રાબડ, યુવરાજ અમૃત વળવી,મોહન જૈતરે વરઠાને પકડી પાડી તેમની પાસે રહેલ થેલીમાં ચકાસણી કરતા તેમાંથી 1094 જેટલી 500ના દરની ચલણી નોટ મળી આવી હતી. કુલ 5.47 લાખની આ ચલણી નોટની ફોરેન્સિક ખરાઇ કરતા તમામ નોટ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આ નોટ અંગે પકડાયેલ ઇસમોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના આર્થિક ફાયદા માટે તેઓએ મહારાષ્ટ્રના નાસિક માં ત્ર્યંબકના સારસ્તા ગામે રહેતા બાબુ ઉર્ફે બાલા ચૌધરી પાસેથી મેળવી છે. આ નકલી નોટને વાપી અને કપરાડા, ધરમપુર જેવા વિસ્તારો માં વટાવવાનો પ્લાન ઘડયો હતો. હાલ વલસાડ પોલીસે પકડાયેલ 3 ઇસમોની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા સાથે નહિ પકડાયેલ માસ્ટરમાઇન્ડ બાલા ચૌધરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.