Viral News – માથુ ફેરવી નાંખશે શતરંજનું આ મેદાન, આ તમારી આંખોનો ભ્રમ નહીં પરંતું સત્ય છે!

20 July 22 : તમે ઓપ્ટિકલ એલ્યુઝન (Optical Illusion Video) વિશે જોયું, સાંભળ્યું કે પછી વાંચ્યું હશે. તમે આવા તમામ તસવીરો અને વીડિયો તો ક્યાંકને ક્યાંક જોયા જ હશે, જે આંખોને એવી ચતુરાઈથી છેતરે છે કે તેને જોનારા માત્ર માથું ખંજવાળતા રહે છે. જો કે આ સમયે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સત્ય છે પરંતુ ભ્રમણા જેવો લાગે છે. શતરંજના શોખીનો માટે ચેન્નઈના નેપિયર બ્રિજનો આ વીડિયો કોઈ ટ્રીટથી ઓછો નથી. આ વીડિયો જોઈને તમને એવું લાગશે કે જાણે તેના પર ચેસનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ખેલાડીઓ રાહ જોઈ રહ્યા છે. વીડિયોમાં આ પુલને ચેસબોર્ડની જેમ સજાવવામાં આવ્યો છે. શું થઈ રહ્યું છે તે જોઈને તમે પહેલા તો મૂંઝવણમાં મુકાઈ જશો.

https://twitter.com/supriyasahuias/status/1548236845263097856?s=20&t=VXb3dXnszy6EU8OB491wHQ
ચેસ બોર્ડની જેમ પેઈન્ટ કરાયો છે પુલ
આ તૈયારી તમિલનાડુના મામલ્લાપુરમમાં ચેસ ઓલિમ્પિયાડની શરૂઆત પહેલા કરવામાં આવી છે. વીડિયોમાં દેખાતા રાજધાની ચેન્નાઈના નેપિયર બ્રિજને ચેસબોર્ડની જેમ રંગવામાં આવ્યો છે અને સજાવવામાં આવ્યો છે. બ્લેક એન્ડ વ્હાઇટ ચેસ બોર્ડ જેવો દેખાતો આ પુલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ચેન્નાઈને ભારતની ચેસ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ વીડિયો તેને સાબિત કરવા માટે પૂરતો છે. આ રસપ્રદ વીડિયો પછી કોઈપણ ચેન્નાઈ જોવાનું મન બનાવી લેશે.
લોકોએ ખુબ વખાણ કર્યા
આ ઈન્ટ્રેસ્ટિંગ વીડિયો IAS ઓફિસર સુપ્રિયા સાહુએ તેના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે, જેને જોયા પછી તમે પહેલીવાર મૂંઝવણમાં મુકાઈ જશો. વીડિયોને શેર કરતા કેપ્શન આપવામાં આવ્યું છે કે, ‘ભારતની ચેસ રાજધાની ચેન્નઈ ગ્રાન્ડ ચેસ ઓલિમ્પિયાડ 2022નું આયોજન કરવા માટે તૈયાર છે. આઇકોનિક નેપિયર બ્રિજને ચેસ બોર્ડની જેમ સજાવવામાં આવ્યો છે.’ 21 સેકન્ડનો આ ટ્રેન્ડિંગ વીડિયો 8 લાખથી વધુ લોકોએ જોયો છે અને તેને 17 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે.