File Image
File Image

14 Sep 22 : એશિયા કપ 2022માં શાનદાર પ્રદર્શનનું ઇનામ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા શ્રીલંકન બોલિંગ ઓલ રાઉન્ડર વનિંદુ હસરંગાને મળ્યો છે. બન્નેને T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં તેનો ફાયદો મળ્યો છે. વિરાટ કોહલીએ આશરે ત્રણ વર્ષમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી, આ T20 ઇન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી પણ હતી. ટી-20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેનોની રેન્કિંગમાં વિરાટ કોહલીએ 14 અંકની છલાંગ લગાવી અને 15માં અંક પર પહોચી ગયો છે. બીજી તરફ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા વનિંદુ હસરંગા ટી-20 બોલરોની રેન્કિંગમાં ત્રણ અંકની છલાંગ સાથે છઠ્ઠા નંબર પર પહોચી ગયો છે.

T20 બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતના સૂર્ય કુમાર યાદવ ચોથા સ્થાન પર છે જ્યારે કેપ્ટન રોહિત શર્મા 14માં સ્થાન પર છે. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન T20 રેન્કિંગમાં ટોપ પર છે જ્યારે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ત્રીજા સ્થાન પર ખસકી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરમ બીજા સ્થાન પર પહોચી ગયો છે. બોલરોના રેન્કિંગની વાત કરવામાં આવે તો ભૂવનેશ્વર કુમારને એક અંકનું નુકસાન થયુ છે અને તે સાતમા નંબર પર જતો રહ્યો છે.

જોશ હેઝલવુડ નંબર-1 T20 બોલર બની ગયો છે. ટી-20 ઓલ રાઉન્ડર્સની રેન્કિંગમાં શાકિબ અલ હસન નંબર-1 છે. હાર્દિક પંડ્યાને એક અંકનું નુકસાન થયુ છે અને તે સાતમા સ્થાન પર ખસકી ગયો છે. અફઘાનિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ નબી ઓલ રાઉન્ડર્સની રેન્કિંગમાં બીજા નંબર પર છે.

T20 બેટિંગ રેન્કિંગ

1. મોહમ્મદ રિઝવાન (પાકિસ્તા) – 810 રેટિંગ પોઇન્ટ
2. એડન માર્કરમ (દક્ષિણ આફ્રિકા)- 792 રેટિંગ પોઇન્ટ
3. બાબર આઝમ (પાકિસ્તાન)- 771 રેટિંગ પોઇન્ટ
4. સૂર્યકુમાર યાદવ (ભારત)- 775 રેટિંગ પોઇન્ટ
5. ડેવિડ માલન (ઇંગ્લેન્ડ)- 731 રેટિંગ પોઇન્ટ
6. એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)- 716 રેટિંગ પોઇન્ટ
7. ડેવોન કોનવે (ન્યૂઝીલેન્ડ)- 683 રેટિંગ પોઇન્ટ
8. પથુમ નીશાંકા (શ્રીલંકા)- 677 રેટિંગ પોઇન્ટ
9. મુહમ્મદ વસીમ (યૂએઇ)- 671 રેટિંગ પોઇન્ટ
10. રીઝા હેન્ડરિક્સ (દક્ષિણ આફ્રિકા)- 628 રેટિંગ પોઇન્ટ