વિરાટ કોહલીએ પહેલા હવામાં કુદીને ફેક્યો થ્રો, પછી બાઉન્ડ્રી પર એક હાથથી કેચ પણ પકડ્યો

File Image

17 Oct 22 : T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વૉર્મ અપ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કમાલની ફિલ્ડિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગની અંતિમ ઓવરમાં લોન્ગ ઓન બાઉન્ડ્રી પર શાનદાર અવિશ્વસનીય કેચ પણ પકડ્યો હતો. આ વાતથી વિરાટ કોહલી ખુદ પર વિશ્વાસ કરી શક્યો નહતો. આ પહેલા તેને 19મી ઓવરમાં શાનદાર રન આઉટ કર્યો હતો. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટને આ મેચમાં બે કેચ પકડ્યા અને એક રન આઉટ કર્યો હતો.

વિરાટ કોહલીનો કેચ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો – રોહિત શર્માએ અંતિમ ઓવર મોહમ્મદ શમીને આપી હતી અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 11 રનની જરૂરત હતી. પેટ કમિન્સ અને જોશ ઇંગલિસ ક્રીઝ પર હતા. પ્રથમ બે બોલમાં 2-2 રન આવ્યા હતા. ટીમને જીતવા માટે 4 બોલમાં 7 રનની જરૂર હતી. તે બાદ કમિન્સે લોન્ગ ઓન તરફ બોલને ઉઠાવ્યો હતો. એવુ લાગ્યુ કે બોલ આરામથી બાઉન્ડ્રીની પાર જતી રહેશે પરંતુ વિરાટ કોહલીએ કુદકો માર્યો હતો અને એક હાથથી શાનદાર કેચ પકડ્યો હતો. જો આ કેચ ના હોત તો છ રન બનતા અને ટીમ ઇન્ડિયા આ મેચ હારી જતુ. તે બાદ ત્રણ બોલમાં 3 વિકેટ પડી હતી. 

19મી ઓવરમાં વિરાટ કોહલીએ શાનદાર રન આઉટ કર્યો – હર્ષલ પટેલે 19મી ઓવરના પ્રથમ બોલ પર શાનદાર બેટિંગ કરી રહેલા એરોન ફિંચને આઉટ કર્યો હતો. આગળના બોલ પર કોહલીએ ડાયરેક્ટ થ્રો મારીને ટીમ ડેવિડને રન આઉટ કર્યો હતો. તે 2 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. જોસ ઇંગલિસે બોલને લેગ સાઇડમાં રમીને ઝડપથી રન લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિરાટ કોહલીએ બોલને પકડીને હવામાં ઉછળતા થ્રો મારી દીધો હતો. મેદાન પરના અમ્પાયર થર્ડ અમ્પાયર પાસે ગયા હતા પરંતુ ડેવિડને ખબર હતી કે તે આઉટ છે અને તેને રીપ્લેની રાહ જોયા પહેલા જ પેવેલિયન પરત ફર્યો હતો.

વધુમાં વાંચો… મોહમ્મદ શમીને વૉર્મઅપ મેચમાં માત્ર એક ઓવર બોલિંગ કેમ આપી, કેપ્ટન રોહિત શર્માએ કર્યો ખુલાસો

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વૉર્મઅપ મેચમાં જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાને અંતિમ ઓવરમાં જીતવા માટે 6 બોલમાં 11 રન બનાવવાના હતા જે વધુ મુશ્કેલ નહતા પણ અંતિમ ઓવરમાં મોહમ્મદ શમીના ચાર બોલ પર ચાર વિકેટ પડતા ઓસ્ટ્રેલિયા આ મેચ હારી ગયુ હતુ.

10-15 રન જોડી શકતા હતા – રોહિત શર્મા

6 રનથી આ મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કહ્યુ કે મને લાગે છે કે અમે સારી બેટિંગ કરી પરંતુ અંતમાં અમે 10-15 રન જોડી શકતા હતા. અમે ઇચ્છીએ છીએ કે સેટ બેટ્સમેન અંત સુધી ક્રીઝ પર ટકી રહે અને સૂર્યકુમાર યાદવે તે જ કર્યુ. આ એક એવી પિચ હતી જ્યા તમે પોતાના શોટ પર વિશ્વાસ કરી શકતા હતા અને આ રીતની પિચ પર બેટિંગ કરવામાં સ્માર્ટ હોવુ જોઇએ. તમે બોલને ગેપમાં પુશ કરવાનું ભૂલી નથી શકતા અને એક ઓવરમાં 8-9 રન બનાવવા ઘણી પ્રભાવી યોજના હોઇ શકે છે. અમારી માટે આ ઘણી સારી પ્રેક્ટિસ મેચ હતી અને સુધારાની જરૂર છે.

શમીને અંતિમ ઓવરમાં અજમાવવાની હતી યોજના – રોહિત શર્માએ કહ્યુ કે હું પોતાની ટીમના બોલરોને વધુ નિરંતરતા આપવા માંગુ છું. તમારે વસ્તુને સિમ્પલ રાખવા અને ડેકને હાર્ડ રીતે હિટ કરવાની જરૂરત છે. કુલ મળીને અમારી માટે આ એક સારી મેચ હતી પરંતુ ઓસ્ટ્રેલિયા તરફથી સારી ભાગીદારી થઇ જેને કારણે અમારી પર દબાણ આવ્યુ. હિટમેને મોહમ્મદ શમી વિશે કહ્યુ કે તે લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે માટે અમે તેને એક જ ઓવર આપવા માંગતા હતા. હું તેને એક પડકાર આપવા માંગતો હતો અને તેને કારણે તેને અંતિમ ઓવર કરાવવા માંગતો હતો અને જોવા માંગતો હતો કે તે શું કરી શકે છે અને બધાએ જોયુ કે શમીએ શું કર્યુ.

તમને જણાવી દઇએ કે મોહમ્મદ શમીએ 20મી ઓવર ફેકી હતી અને તેના 4 બોલમાં 4 વિકેટ પડી હતી જેમાંથી એક બેટ્સમેન રન આઉટ થયો હતો જ્યારે ત્રણને મોહમ્મદ શમીએ આઉટ કર્યા હતા. મોહમ્મદ શમીએ આ મેચમાં એક ઓવરમાં 4 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 20મી ઓવરમાં કાંગારૂ ટીમને જીતવા માટે 11 રન બનાવવાના હતા પરંતુ આ ટીમ માત્ર 4 રન જ બનાવી શકી હતી અને 4 વિકેટ ગુમાવી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here