જીવન વિમા-ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટ ની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ

01 Aug 22 : સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા દ્રારા ટપાલ જીવન વિમા-ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટ ની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુનું તા.૧૬.૦૮.૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

રસ ધરાવતા ઉમેદવારો વોક-ઇન-ઇન્ટરવ્યુ માં હાજર રહી શકે છે. જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ ની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા ખાતે તા.૧૬/ ૦૮ /૨૦૨૨ ના રોજ ૧૧:૦૦ થી ૧૫:૦૦ કલાકે રાખવા માં આવ્યું છે. ઉમેદવારો એ પોતાના બાયો ડેટા,ઉંમર નું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક પ્રમાણપત્ર અને અનુભવનું  ( જો હોય તો ) દાખલો લાવવાના રહેશે .

ઉમેદવાર ધો. ૧૦ મું પાસ કે તેને સમકક્ષ ( કેન્દ્ર / રાજ્ય સરકાર દ્રારા માન્યતા પ્રાપ્ત પરીક્ષા ) ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ ની હોવી જોઈએ.એક્સ લાઇફ એડવા ઇઝરો આંગણ વાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો,સ્વ સહાય જુથ ના કાર્યકરો એક્સ સર્વિસમેન, નિવૃત્ત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇ પણ વ્યક્તિ ઇન્ટરવ્યૂ માં ભાગ લઈ શકશે. પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લા નાં રહેવાસી,ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ, કોમ્પ્યુટર માં જાણકાર, સ્થાનિક જગ્યા ના જાણકાર ઉમેદવારો ને પ્રાથમિકતા આપવા માં આવશે.કોઈપણ જીવન વીમા માં કામ કરતા એજન્ટ ને પી.એલ.આઈ, આર.પી.એલ. આઈ ની એજન્સી મળવાપાત્ર નથી.

  • 01 Aug 22 : પાટણ માં મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો

પાટણ માં મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો પાટણ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર નું આયોજન બીબીએ ડિપાર્ટમેન્ટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમમાં LLM ના ડિપાર્ટમેન્ટ ના સ્મિતાબેન વ્યાસ . દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી . કે . ગઢવી સાહેબ . યુનિવર્સિટી ના આસિસ્ટન્ટ રજીસ્ટર આનંદભાઈ પટેલ . બીબીએ ડિપાર્ટમેન્ટના જય ભાઈ ત્રિવેદી . એલ . એલ . એમ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી બીનલબેન બારોટ. તેમજ મહિલા અને બાળ અધિકારી ની કચેરી નો એમ . એસ . કે . યોજના નો સ્ટાફ વન સ્ટોપ સેન્ટર સ્ટાફ પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર સ્ટાફ . 181 અભયમ મહિલા હેલ્પલાઇન સ્ટાફ .તેમજ અન્ય બહેનો કાર્યકમ માં ઉપસ્થિત રહ્યા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.કે.ગઢવી સાહેબ દ્વારા ઘરેલુ હિંસા તેમજ દહેજ વિરોધી કાયદા અને તેની જોગવાઈઓ વિશે તેમજ આ કાયદા હેઠળ કયા કયા લાભ મળે તેની વિગતવાર માહિતી સચોટ અને સરળ ભાષામાં માર્ગદર્શન હાજર બહેનોને આપેલ તેમજ LLM ડિપાર્ટમેન્ટના સ્મિતાબેન વ્યાસ દ્વારા ઘરેલુ હિંસા ના વિષય પર હાજર બહેનો નો જ્યારે તે ઘરેલુ હિંસા નો ભોગ બને ત્યારે સુ કરવું અને કેવી રીતે કાયદા ની મદદ મેળવવી તે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજીસ્ટર આનંદભાઈ પટેલ . તેમજ એલએલએમ ડિપાર્ટમેન્ટ ના ફેકલ્ટી બીનલબેન બારોટ . દ્વારા દ્વારા નારી શક્તિ તેમજ મહિલા સશક્તિકરણ વિશે હાજર બહેનોને વિસ્તૃત સમજ આપી . વન સ્ટોપ સેન્ટર ના ચેતનાબેન દ્વારા વન સ્ટોપ સેન્ટર યોજના વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું બહેનોને જણાવ્યું કે કોઈપણ બેન ને તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ કોઈ પણ જાતની તકલીફ પડે તો તેનું તેઓ હંમેશા તેમને મદદરૂપ થશે કોઈપણ બેન ને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમની સેવા માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેવો સકારાત્મક પ્રેરણાદાયી વિશ્વાસ અપાવ્યો હતો તેમજ પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટરના હીનાબેન દ્વારા પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર યોજના તેમજ 181 મહિલા અભ્યમ હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી . તેમજ 181 ની એપ્લિકેશન વિશે પણ માહિતગાર હાજર બહેનોને કરવામાં આવ્યા . કાર્યક્રમના અંતે ફિલ્ડ ઓફિસર સંદીપભાઈ દ્વારાકરવામાં આવી દ્વારા કાર્યક્રમમાં હાજર સર્વેનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ.